ETV Bharat / city

લૉ રાઇઝ બિલ્ડિંગની પ્લાન પાસિંગ એકદમ સરળ, 24 કલાકમાં ઓનલાઇન પરમિશન મળી જશે : વિજય રૂપાણી - લૉ રાઈઝ બિલ્ડિંગ

રાજ્યમાં ઓનલાઇન ડેવલપમેન્ટ પરમિશન સિસ્ટમ (બાંધકામ પરવાનગી) 2.0નો પ્રારંભ કરાવ્યો હતો. જેમાં સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે, આ સરકાર પારદર્શિતા અને સંવેદનશીલતાથી ગુડ ગવર્નન્સની દિશામાં કાર્યરત છે. ગૃહ, મહેસૂલ, શહેરી વિકાસ જેવા પ્રજાને સીધા સ્પર્શતા વિભાગોમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને ઓન લાઇન વ્યવસ્થા વિકસાવી કયાંય કોઇને એક રૂપિયો પણ આપવો ન પડે કે કચેરીના ધક્કા ન ખાવા પડે ઘરે બેઠા જ ઓન લાઇન કામ થઇ જાય તેવી પારદર્શી પરિસ્થિતિ નિર્માણ કરી છે.

લૉ રાઇઝ બિલ્ડિંગની પ્લાન પાસિંગ એકદમ સરળ, 24 કલાકમાં ઓનલાઇન પરમિશન મળી જશે : વિજય રૂપાણી

author img

By

Published : Dec 3, 2020, 6:42 PM IST

  • બાંધકામ મંજૂરીની આંટીઘૂંટીઓવાળી જટિલ પ્રક્રિયા બની સરળ
  • માત્ર 15 બાબતોને ફોકસ કરી પ્લાન પાસ થઇ શકશે
  • ભવિષ્યમાં હાઇરાઇઝડ બિલ્ડીંગ માટે પણ ODPS શરૂ કરવા રાજ્ય સરકારની નેમ
  • પરવાનગી લેવા લોકોના ચપ્પલ ઘસાઈ જતાં હતાંઃ સીએમ રુપાણી
  • ODPS 2.0નું લોકાર્પણ

ગાંધીનગર : સીએમ રૂપાણીએ ODPS-2.0 ઓનલાઇન ડેવલપમેન્ટ પ્લાન સિસ્ટમના અદ્યતન ટેકનોલોજીયુકત વર્ઝનનો મહાત્મા મંદિર ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો હતો. રૂપાણીએ જાહેર કર્યું હતું કે, સમગ્ર દેશમાં આવી ઓનલાઇન પદ્ધતિએ ફેઇસલેસ વ્યવસ્થા વિકસાવી ડેવલપમેન્ટ પ્લાન પાસ કરનારૂં ગુજરાત દેશભરમાં પ્રથમ રાજ્ય બન્યું છે. પહેલાંના સમયમાં જનતાની અપેક્ષા-આકાંક્ષા પૂર્ણ થાય તેને કયાંય ધક્કા ખાવા ન પડે, કચેરીઓમાં પોતાના કામો માટે ટેબલે-ટેબલે ભટકવું ન પડે તેવા અભિગમથી અનેક સુધારાઓ કર્યા છે.

માત્ર 15 બાબતોને ફોકસ કરી પ્લાન પાસ થઇ શકશે

ઇઝ ઓફ લિવિંગ વધશે

રૂપાણીએ જણાવ્યું હતું કે, કોઇ વ્યક્તિગત એજન્ડા કે હિત છે જ નહિ, માત્રને માત્ર વિકાસની રાજનીતિ તેમજ પ્રજાહિતના કામો કરીને ગુજરાતને વિકાસનું રોલ મોડેલ બનાવ્યું છે. લોકો ઇમાનદાર છે અને સરકારને પણ તેમના પર ભરોસો-વિશ્વાસ છે. સરકાર પણ આવી ઓનલાઇન પારદર્શી વ્યવસ્થાઓથી પ્રજાની સરળતા ઇઝ ઓફ લિવિગ વધારી રહી છે. હવે આ નવી ODPS-2.0 કાર્યરત થતાં લો રાઇઝડ બિલ્ડીંગ માટે ઓફ લાઇન પરવાનગીઓ સંપૂર્ણ બંધ થઇ જશે. આ ODPS પ્રક્રિયાને ભવિષ્યમાં રાજ્યમાં હાઇરાઇઝડ બિલ્ડીંગ માટે પણ અમલી બનાવવાની નેમ સીએમ રૂપાણીએ વ્યકત કરી હતી.

ખોટું કરશે તેના વિરુદ્ધ સરકાર કડક કાર્યવાહી કરશે

રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, જે 1 ટકા લોકો ખોટું કરનારા છે તેમની સામે પગલાં લેવા સરકાર સંકલ્પબદ્ધ છે. આ સાથે જ 99 ટકા લોકોને ખોટી રીતે તકલીફ ન પડે તેવી પણ આપણી પ્રતિબદ્ધતા છે. આ નવી વ્યવસ્થા વિકસાવવામાં GDCRમાં સુધારા કરી કોમન GDCR કર્યો છે. એટલું જ નહિ, FSI, હાઇટ, માર્જિન, પાર્કિંગ, ફાયર સેફટી જેવી 15 જેટલી વાઇટલ મહત્વની બાબતો પર ફોકસ કરીને તેની પૂર્તતાના આધારે 24 કલાકમાં જ રજા ચિઠ્ઠી સાથે પ્લાન પાસ થઇ જાય તે સુનિશ્ચિત કર્યુ છે. સરળ અને પારદર્શી પ્રક્રિયા ODPSથી શરૂ કરી છે કે પોતાના કોમ્પ્યુટરમાંથી પ્લાન સબમિટ કરેને 24 કલાકમાં તો પાકી મંજૂરી મળી જાય જેથી ડેવલપમેન્ટ ચાર્જ ભરીને વ્યક્તિ મકાન બાંધકામ શરૂ કરી શકે.

ભ્રષ્ટાચાર ઘટશે ?

આ નવી સિસ્ટમ એસ્ટાબ્લિશ ના થાય તેવું ઇચ્છનારાઓ સામે પોલિટીકલ વિલ અને પ્રજાહિતની પ્રતિબદ્ધતા સાથે મક્કમતાથી આગળ વધી આ સરકારે ODPSની શરૂઆત કરી છે. આપણે ભય-ભૂખ-ભ્રષ્ટાચાર દૂર કરવા છે એમ પણ સીએમ રૂપાણીએ જણાવ્યું હતું.

બાંધકામ મંજૂરીની આંટીઘૂંટીઓવાળી જટિલ પ્રક્રિયા બની સરળ

આ વર્ષે પણ 100 ટીપી ફાઇનલ થશે

રૂપાણીએ જણાવ્યું હતું કે, ટાઉન પ્લાનીંગ સ્કીમ-ટી.પી.ની મંજૂરીઓમાં પણ આ સરકાર દર વર્ષે 100 ટી.પી મંજૂરીની સદી ફટકારવા સાથે આગળ વધી છે. ગત 3 વર્ષથી દર વર્ષે ટી.પી મંજૂરીની સદી કરીએ છીંએ. આ વર્ષે પણ કોરોના સંક્રમણ છતાં ડિસેમ્બર સુધીમાં શતક પાર કરવાની નેમ તેમણે દર્શાવી હતી.

ઓનલાઈન કામગીરી, સરકારનું એપ્રુવલ પણ ઓનલાઈન જ મળશે

નગરપાલિકા-મહાનગરપાલિકાઓમાં પણ બધી પરવાનગીઓ લોકોને ઘરે બેઠાં ઓનલાઇન મળે અને કોમન કાયદાઓથી સૌને લાભ મળે કોઇને અન્યાય ન થાય તેવી વ્યવસ્થાઓ ઊભી કરવી છે. સીએમ રૂપાણીએ આ અવસરે પ્રતિકરૂપે રાજ્યના 5 નગર-મહાનગરમાં ઓનલાઇન એપ્રુવલ અને રજા ચિઠ્ઠીનું આર્કીટેકટ-ઇજનેરોને વિતરણ કર્યુ હતું.

આ કાર્યક્રમમાં મહેસૂલપ્રધાન કૌશિક પટેલ, શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રાજ્ય ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા અને યોગેશ પટેલ તેમજ મહાનગરોના મેયર-સ્ટેન્ડિંગ કમિટી અધ્યક્ષો જોડાયા હતા. આ સાથે જ રાજ્યની મહાપાલિકાના કમિશ્નરો, નગરપાલિકાઓના ટાઉન પ્લાનીંગ અધિકારીઓ, નગર નિયોજન તંત્રના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.