- Tauktae cyclone માં માછીમારોને વધુ નુકશાન, સરકારની સહાયથી માછીમારો અસંતુષ્ટ
- CM Rupani ને કરી લેખિતમાં રજૂઆત
- કોળી સમાજ નહી પણ તમામ સમાજમાં નારાજગીઃ Parsottam Solanki
ગાંધીનગર : ગુજરાત રાજ્યના દરિયાકિનારે 17 મી મેના રોજ આવેલા તૌકતે વાવાઝોડાએ (Tauktae cyclone effect) તબાહી સર્જી હતી ત્યારે આ તબાહીમાં સૌથી વધુ નુકસાન માછીમારોને થયું હોવાની રજૂઆત માછીમાર સમાજ ખારવા સમાજ અને કોળી સમાજના આગેવાનોએ આજે રાજ્યકક્ષાના પરસોત્તમ પરસોત્તમ સોલંકીને (Parsottam Solanki) કરી હતી. રજૂઆત બાદ પરસોત્તમ સોલંકીએ પણ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને (CM Rupani) લેખિતમાં રાજ્ય સરકાર માછીમારોને પુરતી સહાય પૂરી પાડે તે રજૂઆત કરવામાં આવી છે.
માછીમારોએ કરી રજૂઆત
પરસોત્તમ સોલંકીએ (Parsottam Solanki) પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે આજે માછીમારો ખારવા સમાજ કોળી સમાજના આગેવાનોએ ગાંધીનગર આવીને તેઓને રજૂઆત કરી હતી કે રાજ્ય સરકાર દ્વારા જે સહાય જાહેર કરવામાં આવી છે તેનાથી તેઓ સંતુષ્ટ નથી. તેઓને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. જેથી સાત રાજ્ય સરકાર વધુ સહાય માછીમારોને આપે તેવી રજૂઆત માછીમાર સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવી હતી. જે બાબતે પરસોત્તમ સોલંકીએ પણ કેબિનેટપ્રધાન જવાહર ચાવડા અને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને (CM Rupani) પણ રજૂઆત કરી છે.
સરકાર ફરીથી સર્વે કરે તેવી માગ
રાજ્યકક્ષાના મત્સ્યપ્રધાન પરસોત્તમ સોલંકીએ (Parsottam Solanki) વધુમાં જણાવ્યું હતું કે તાપીથી લઈને પોરબંદર સુધીના તમામ માછીમારો સમાજના આગેવાનો ખારવા સમાજના આગેવાનો અને મુસ્લિમ સમાજના આગેવાનોએ રજૂઆત કરી છે. વાવાઝોડામાં જે તકલીફો અને નુકસાન થયું છે (Tauktae cyclone effect) એની માટે સરકારે સહાય ચૂકવી છે પરંતુ સહાય હજી સુધી અનેક વિસ્તારોમાં આવી નથી અથવા તો પ્રમાણમાં ન હોવાની વાત પણ જણાવી છે. જ્યારે રાજ્ય સરકારે દરિયાકાંઠાના વિસ્તારોમાં સર્વે કરવા જોઇએ તેવી પણ રજૂઆત આગેવાનો દ્વારા કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ કોર કમિટીમાં નિર્ણય : વાવાઝોડામાં અગરિયાઓને થયેલ નુકસાન બદલ ચૂકવાશે સહાય
રાજ્ય સરકારે 105 કરોડની સહાય જાહેર કરી છે
વાવાઝોડાને (Tauktae cyclone effect) લઈને રાજ્ય સરકારે અસરગ્રસ્ત માછીમારો અને સાગર ખેડૂતોને થયેલ નુકશાનમાંથી બેઠાં કરવા 2 જૂનના રોજ 105 કરોડની સહાય પેકેજ જાહેર કર્યું છે. જેમાં બોટ, ઝાડ, સાધનસામગ્રીને થયેલા નુકસાન સામે સહાય પેટે નુકસાનના 50 ટકા અથવા 35 હજાર રૂપિયા સુધીમાં જેમાંથી જે ઓછું હોય તે મળવાને પાત્ર રહેશે. અંશત નુકશાન પામેલી નાની બોટના કિસ્સામાં પણ 50 ટકા અથવા 35 હજારની સહાય બેમાંથી જે ઓછું હોય તે મળવાને પાત્ર રહેશે. જ્યારે બોટના અંશત નુકશાનના કિસ્સામાં માછીમાર રૂપિયા 5 લાખ સુધીની લોન મેળવે તો તેના પર 10 ટકા સુધીની વ્યાજ સહાય બે વર્ષ માટે ઘટતી જતી બાકી રકમ પર રાજ્ય સરકાર આપશે. આમ input subsidy મત્સ્ય બીજ, સાધનસામગ્રી માટે હેકટરદીઠ 8200 રૂપિયા પ્રમાણેની પણ સહાય રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ કોરોનાની બીજી લહેરના કારણે દેશને ઉત્પાદનમાં 2 લાખ કરોડ રૂપિયાનું નુકસાન