ETV Bharat / city

પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીની હડતાળ પૂર્ણ, પગારમાં કરાયો વધારો - કર્મચારીઓના પગારમાં વધારો કરાયો

રાજ્યમાં છેલ્લા 42 દિવસથી પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓ હડતાળ પર હતા. (Panchayat department health worker strike complete) રાજ્ય સરકારે તેમની માગણીઓ સાંભળીને આરોગ્ય અને પંચાયત વિભાગના હેલ્થ વર્કર (Panchayat department health worker) કર્મચારીઓના પગારમાં માસિક 4000 હજારનો વધારો કર્યો છે.

પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીની હડતાળ પૂર્ણ, પગારમાં કરાયો વધારો

author img

By

Published : Sep 23, 2022, 7:49 AM IST

ગાંધીનગર : રાજ્યમાં છેલ્લા 42 દિવસથી પંચાયત વિભાગના (Panchayat department health worker) FHW, FHS, MPHW અને MPHS કર્મચારીઓ હડતાળ પર હતા. મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા ત્યારે સરકાર દ્વારા આગેવાનો સાથે બેઠક યોજીને સમાધાન વલણ રાખીને આંદોલન પૂર્ણ (Panchayat department health worker strike complete) કરવામાં આવ્યું છે.

પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીની હડતાળ પૂર્ણ, પગારમાં કરાયો વધારો

આરોગ્યલક્ષી સેવાઓમાં માઠી અસર પડી : રાજ્યના પ્રવકતા જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, કર્મચારીઓ સરકારનું અભિન્ન અંગ છે અને રાજ્ય સરકારે કર્મચારીઓના હિતમાં અનેકવિધ નિર્ણયો પણ લીધા છે. છેલ્લા 42 દિવસથી આરોગ્ય અને પંચાયત વિભાગ હસ્તકના FHW, FHS, MPHW અને MPHS કર્મીઓ ફરજ ઉપર ગેરહાજર રહ્યા હોવાથી રાજ્યના ગરીબ અને જરૂરતમંદ સામાન્ય નાગરિકોને આરોગ્યલક્ષી સેવાઓમાં ખૂબ જ માઠી અસર થઈ રહી છે. નાગરિકોને હાલાકી ન પડે તે હેતુથી તેમજ કોરોના મહામારી સહિતની આરોગ્યલક્ષી સંકટ સમયે મહત્વપૂર્ણ યોગદાનના સન્માન રૂપે આ હેલ્થ વર્કર કર્મચારીઓની કેટલીક વ્યાજબી અને મહત્વપૂર્ણ માંગણીઓ રાજ્ય સરકારે સ્વીકારી છે. આવતી કાલથી જ ફરજ પર હાજર થઈ જવા અનુરોધ કર્યો છે.

પગારમાં 4 હાજરનો થયો વધારો : આજે નાણાંપ્રધાન કનુભાઈ દેસાઈ, આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલ, આરોગ્ય રાજ્યપ્રધાન નિમિષાબેન સુથાર તેમજ પંચાયત રાજ્યપ્રધાન બ્રિજેશ મેરજાની ઉપસ્થિતિમાં સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ રાજય સરકારે લીધેલા નિર્ણયો અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, હેલ્થ વર્કર કર્મચારીઓના પગારમાં માસિક રૂપિયા 4000 નો વધારો કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે ઉપરાંત આ હેલ્થ વર્કર કર્મીઓને 130 દિવસનો કોવિડ ડયુટીનો રજા પગાર પણ આપવામાં આવશે. જ્યારે PTA ફેરણી ભથ્થા અંગેની આ કર્મચારી મંડળની માગ સ્વીકારીને 8 કિ.મીની મર્યાદા દૂર કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.

સાતમા પગાર પંચનો લાભ મળશે : જીતુ વાઘણીએ વધુમાં જણાવ્યું હતું કે, તાજેતરમાં કર્મચારીહિતલક્ષી લેવાયેલા 15 જેટલા ઐતિહાસિક નિર્ણયોના લાભો પણ આ તમામ કર્મચારીઓને મળવાના જ છે. સાતમા પગાર પંચ મુજબના ભથ્થાના લાભ મળવા સહિતના લેવાયેલા વિવિધ નિર્ણયો અંતર્ગત ઠરાવો પણ આગામી 3 દિવસમાં થઈ જશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.