ETV Bharat / city

રાજ્યમાં 24 કલાકમાં ફક્ત 23 કેસ નોંધાયા, 1 કરોડથી વધુ લોકોને બન્ને ડોઝ અપાયા - Latest news of Gandhinagar

રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો. મે અને જૂન મહીના બાદ હવે ઓગસ્ટ મહિના પણ સતત પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. છેલ્લાં 24 કલાકની જો વાત કરવામાં આવે તો આજે બુધવારે રાજ્યમાં 30 થી ઓછા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં એક પણ દર્દીનું કોરોનાથી દુઃખદ મૃત્યુ થયું નથી.

Control over the corona
Control over the corona
author img

By

Published : Aug 18, 2021, 10:22 PM IST

  • રાજ્યમાં કોરોના પર કંન્ટ્રોલ
  • રાજ્યના તમામ જિલ્લામાં પોઝિટિવ કેસ 10 થી નીચે
  • છેલ્લા 24 કલાકમાં 23 પોઝિટિવ કેસ
  • અમદાવાદમાં 4, વડોદરામાં 8, સુરતમાં 1, રાજકોટમાં 1 કેસ

ગાંધીનગર: રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો. મે અને જૂન મહીના બાદ હવે ઓગસ્ટ મહિના પણ સતત પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. છેલ્લાં 24 કલાકની જો વાત કરવામાં આવે તો આજે બુધવારે રાજ્યમાં 30 થી ઓછા કેસ સામે આવ્યા છે. જેમાં છેલ્લા 24 કલાકની અંદર 23 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આજે 22 દર્દીઓએ કોરોનાને માત આપીને ઘરે પરત ફર્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં એક પણ દર્દીનું કોરોનાથી દુઃખદ મૃત્યુ થયું નથી. ઉપરાંત રાજ્યના તમામ જિલ્લાઓમાં સિંગલ ડિજિટમાં પોઝિટિવ કેસ નોંધાયા છે.

રાજ્યના તમામ જિલ્લામાં સિંગલ ડિજિટમાં પોઝિટિવ કેસ

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યના 4 કોર્પોરેશન જેવા કે અમદાવાદ, સુરત અને વડોદરા અને રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં 3 અને આણંદ, ભરૂચ, અરવલ્લી, ભાવનગર ગ્રામ્ય અને વડોદરા ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના પોઝિટિવના સિંગલ ડિજિટ કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 4 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 4 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે.

આજે 3,84,246 રસીકરણ થયું, 1 કરોડ લોકોને બન્ને ડોઝ આપવામાં આવ્યા

રાજ્યમાં આજે બુધવારે 3,84,246 વ્યક્તિને રસી આપવામાં આવી છે. રાજ્યમાં કોરોના રસીના ડોઝ લેનારાની લોકોની સંખ્યા 4,16,15,853 થઈ છે. રાજ્યમાં 1 કરોડથી વધુ લોકોને વેકસીનના બન્ને ડોઝ આપવામાં આવ્યા છે. જે બદલ રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આરોગ્ય વિભાગને અભિનંદન પાઠવ્યા હતા. આજે રસીકરણ માટે પાત્રતા ધરાવતા 18 થી વધુ ઉંમરના કુલ 1,67,701 નાગરિકને પ્રથમ ડોઝ અને 49,335 નાગરિકોને બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે. રાજ્યમાં આજ સુધીમાં 4.16 કરોડ કરતા વધુ વેક્સિનેશનના ડોઝ આપવામાં આવ્યા છે.

રાજ્યમાં એક્ટિવ કેસ 200 થી નીચે

રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 186 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 8 વેન્ટિલેટર પર અને 178 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુ 10,077 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ 8,14,972 દર્દીઓએ કોરોનાને માત આપી છે. ગુજરાતમાં રિકવરી રેટ 98.76 ટકા સુધી પહોંચ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.