ETV Bharat / city

કોરોના સામે લડશે સરકાર: રાજ્યના 33 જિલ્લામાં માત્ર 16 સીટી સ્કેન મશીન અને 5 MRI મશીન - કોંગ્રેસે વિધાનસભામાં પૂછેલો પ્રશ્ન

રાજ્યમાં કોરોનાને લઈને સરકાર મોટા મોટા દાવા કરી રહી છે. ત્યારે, કોંગ્રેસે વિધાનસભામાં પૂછેલા એક પ્રશ્નમાં MRI અને સીટી સ્કેન મશીનને લઇને મોટો ખુલાસો થયો છે. રાજ્યના 33 જિલ્લાઓમાં માત્ર 16 સીટી સ્કેન મશીન અને 5 MRI મશીન છે. જેને નીતિન પટેેલે કહ્યું હતું કે, સરકારી હોસ્પિટલના ડોક્ટરો દ્વારા દર્દીઓને ઓછા દરે ખાનગી સંસ્થાઓમાં રીફર કરવામાં આવે છે.

રાજ્યના 33 જિલ્લામાં માત્ર 16 સીટી સ્કેન મશીન અને 5 MRI મશીન

author img

By

Published : Mar 24, 2021, 2:19 PM IST

  • 33 જિલ્લામાં માત્ર 16 સીટી સ્કેન મશીન અને 5 MRI મશીન
  • 20 જિલ્લાની સરકારી હોસ્પિટલોમાં પણ સીટી સ્કેન મશીન નથી
  • છેલ્લા બે વર્ષમાં સરકારે વડોદરામાં એક જ સીટી સ્કેન મશીનની ખરીદી કરી

અમદાવાદ: એક તરફ સરકાર આરોગ્ય ક્ષેત્રે સુધારાની વાત કરી રહી છે. તો બીજી તરફ, સરકારી હોસ્પિટલોની હાલત ખાડે જતી હોવાનું વિધાનસભામાં ખુલાસો થયો છે. રાજ્ય સરકારીની હોસ્પિટલોમાં આધુનિક સુવિધા નામે ઝીરો કામગીરી હોવાનું પણ બહાર આવ્યું છે. રાજ્યના 33 જિલ્લાઓમાં માત્ર 16 સીટી સ્કેન મશીન અને 5 જ MRI મશીન હોવાનું સામે આવ્યું છે. નવાઈની વાત એ છે કે, છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકારે માત્ર એક જ સીટી સ્કેન મશીનની ખરીદી કરી છે. જ્યારે, MRI મશીનની છેલ્લા બે વર્ષમાં ખરીદી કરવામાં આવી નથી.

આ પણ વાંચો: ઓછામાં ઓછા સમયમાં વધુમાં વધુ લોકોને રસી પહોંચડાવી જરૂરી

ખાનગી સંસ્થામાં રિપોર્ટ કરાવવો મજબુરી

રાજ્યના 20 જિલ્લાની સરકારી હોસ્પિટલમાં એક પણ સીટી સ્કેન મશીન નથી. તેમજ, 28 જિલ્લામાં એક પણ MRI મશીન નથી. જેને લઇને લાખો રૂપિયાના ખર્ચે દર્દીઓને ખાનગી સંસ્થામાં રિપોર્ટ કરાવવાની ફરજ પડે છે. કોરોનાના દર્દીઓને સીટી સ્કેન અને MRIની પણ ખાસ જરૂર પડતી હોય છે. જેના લીધે દર્દીઓને ખાનગી સંસ્થાઓમાં હજારો રૂપિયા આપી રિપોર્ટ કરાવવા પડી રહ્યા છે. હાલ રાજ્યમાં એવી પરિસ્થિતિ ઉભી થઈ છે કે, સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને પણ ખાનગી સંસ્થામાં રિપોર્ટ કરાવવા જવું પડે છે.

રાહત દરે રિપોર્ટ કરી દેવામાં આવે

સરકારી હોસ્પિટલમાં સીટી સ્કેન અને MRI મશીનની ઘટને લઇને આરોગ્ય પ્રધાન નીતિન પટેલે કહ્યું હતું કે, સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને સીટી સ્કેન અને MRI રિપોર્ટની જરૂર પડે તો, ડોક્ટર દ્વારા ખાનગી સંસ્થાને રીફર કરવામાં આવે છે. જેમાં, દર્દીઓને રાહત દરે રિપોર્ટ કરી દેવામાં આવતા હોય છે.

આ પણ વાંચો: ગુજરાત બજેટમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે શું છે જોગવાઈ?

28 જિલ્લામાં એક પણ MRI મશીન નથી

રાજ્યમાં સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં 3 સીટી સ્કેન મશીન છે. વડોદરા જિલ્લામાં 2, જ્યારે, અન્ય જિલ્લાઓમાં એક પણ મશીન નહી હોવાનું સામે આવ્યું છે. તો જામનગર, ભાવનગર, સુરત, રાજકોટ, અમદાવાદ જિલ્લામાં એક-એક જ MRI મશીન છે. જ્યારે, 28 જિલ્લામાં એક પણ MRI મશીન નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.