- ગાંધીનગરમાં જૂના સચિવાલયમાં વિજળી પડી
- વિજળી પડતા 1નું મોત, 2 ઈજાગ્રસ્તો સારવાર હેઠળ
- ઈજાગ્રસ્તોને સારવાર આપીને રજા આપી દેવામાં આવી
ગાંધીનગર: બ્લોક નં.11 પાસે જૂના સચિવાલયના કેન્ટીન પાસે વિજળી પડતા એક કામદારનું મોત નિપજ્યું છે. જ્યારે અન્ય 2 કામદારોને સામાન્ય ઈજાઓ પહોંચતા બન્નેને સારવાર આપીને રજા આપી દેવામાં આવી છે.
અન્ય 2 લોકોને સારવાર આપીને રજા આપી દેવામાં આવી
સ્થળ પર હાજર લોકોના જણાવ્યા પ્રમાણે, બપોરે 3:30 વાગ્યાની આસપાસ રજનીકાંતભાઈ જૂના સચિવાલયમાં કોઈક કામ માટે આવ્યા હતા. તે દરમિયાન જ આ ઘટના બનતા ત્યાં ઉભેલા લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. વિજળી પડતા જ કુલ 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જે પૈકી 1નું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે, 2 વ્યક્તિઓને સામાન્ય ઈજાઓ પહોંચતા તેમને સારવાર આપીને રજા આપી દેવામાં આવી હતી.