- 9 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે
- કોમ્યુટરનું સર્ટી ફરજિયાત રહેશે
- 5 ભરતી સફળ, એકમાં પેપર ફૂટયું
ગાંધીનગર: LRDની 10,459 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં (Recruitment Announced) આવી છે. ભરતી પ્રક્રિયામાં 9 નવેમ્બર સુધી ઓનલાઈન અરજી (Online Application) કરી શકાશે, જેમાં અત્યાર સુધીમાં આ ભરતી માટે સવા લાખ અરજીઓ આવી છે. ભરતી જાહેર કરાતા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ફોર્મ ભરવાની શરૂઆત કરી છે.
મહિલાઓ માટે 1,983 જગ્યાઓ અનામત
બિન હથિયારી કોન્સ્ટેબલ (Non-Armed Constable)ની 5,212 જગ્યાઓ માટે ભરતી કરાશે, હથિયારી કોન્સ્ટેબલની 797 અને SRP કોન્સ્ટેબલની 4,450 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. જેમાં SRP સિવાયની બંને કેટેગરીમાં મહિલાઓ માટે 1,983 જગ્યાઓ અનામત રાખવામાં આવી છે, જેમાં 25 ઓક્ટોબર સુધીમાં સવા લાખ અરજીઓ આવી છે.
6 ભરતીઓ લોકરક્ષક દળની કરવામાં આવી છે
LRDની ભરતી માટે અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ 9 નવેમ્બર છે. 12 નવેમ્બર સુધી ઑફલાઈન અરજીની ફી સ્વીકારવામાં આવશે, જેમાં કોમ્યુટરનું સર્ટી ફરજિયાત છે. ધોરણ 10 અને ધોરણ 12નું સર્ટિ માન્ય ગણાય છે. 2009-10થી અત્યાર સુધીમાં ભરતીમાં કોઈ ગેરરીતિ નથી થઈ. અપવાદરૂપ કિસ્સાને બાદ કરતા ક્યારેય ગેરરીતિ થઈ નથી. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી 6 ભરતીઓ લોકરક્ષક દળની કરવામાં આવી છે, જેમાંથી એક ભરતીમાં પેપર ફૂટી ગયું હતું.
દીકરીઓને પરીક્ષા આપવા પ્રોત્સાહિત કરે માતા-પિતા
LRD ભરતીની સમગ્ર પ્રક્રિયા ગુજરાતીમાં થશે. કોરોનાની સ્થિતિ સતત બદલાઇ છે. હસમુખ પટેલે મહિલા ઉમેદવારો માટે કહ્યું કે, કોમ્પ્યુટરના બેઝિક કોર્સનું જ્ઞાન હોવું જરૂરી છે. લોક રક્ષકમાં મહિલા અનામત કેટેગરી મંજૂર કરી છે. કેટલાક કિસ્સામાં પરિવારજનો દીકરીઓને આગળ આવવા દેતા નથી. આવી પરીક્ષા નથી આપવા દેતા. માટે મેં માતા-પિતાને અપીલ કરીને કહ્યું છે કે, તેઓ આ બાબતે સમાજ માટે ઉદાહરણ પુરું પાડે.
આ પણ વાંચો: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ હાઇકોર્ટમાં કરી અરજી
આ પણ વાંચો: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પહોંચ્યા અમદાવાદ, જાણો 2 દિવસનો તેમનો તમામ કાર્યક્રમ