- રાષ્ટ્રીય કારોબારીમાં સોંપવામાં આવેલ કામની રૂપરેખા થશે નક્કી
- રાજય સરકાર દ્વારા નિરામય ગુજરાત યોજના પર થશે ચર્ચા
- આગામી વિધાનસભાની ચૂંટણીઓ અને પેજ સમિતિ રહેશે ચર્ચાના મુદ્દા
ન્યૂઝ ડેસ્ક: બુધવારે ભાજપ પ્રદેશ કાર્યાલય "કમલમ” ખાતે પ્રદેશની કારોબારી( BJP Executive meeting) બેઠક યોજાશે. જેમાં રાષ્ટ્રીય કારોબારી દ્વારા રાજ્યવાાર સોંપવામાં આવેલા કાર્યોને પૂર્ણ કરવા માટેની ચર્ચા કરવામાં આવશે અને રૂપરેખા નક્કી કરવામાં આવશે. આ ઉપરાંત 2022માં ગુજરાતમાં યોજાનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત નિરામય ગુજરાત યોજના પર પણ ચર્ચા કરવામાં આવશે,
વેક્સિનેશન પર થશે ચર્ચા
278 દિવસમાં 100 કરોડથી વધુ લોકોને રસી આપવાનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે અને આજદિન સુધીમાં અંદાજે 111 કરોડ લોકોને કોરોનાની રસી આપી દેવામાં આવી છે. સરકાર પાસે સાધનોની અછત, વિસ્તાર મોટો હોવા છતાં પણ મોટી સંખ્યામાં કોરોનાની રસી આપવામાં સફળ થયા તે બદલ ગત કારોબારી બેઠકમાં અભિનંદન પાઠવ્યા હતા.
સરકારે કોરોના કાળમાં કરેલા કર્યોની પ્રસંશા
સી.આર.પાટીલે સાહેબે જણાવ્યું હતું કે, કોરોના જેવી મહામારીમાં દેશવાસીઓને સુરક્ષિત કરવા હોસ્પિટલની વ્યવસ્થા, ઓક્સિજનની વ્યવસ્થા, રેમડેસિવિરની વ્યવસ્થા કરી હતી. 27 લાખ કરોડ રૂપિયા દરેક જરૂરિયાત મંદ લોકોને રાશન કાર્ડ મારફતે મળતુ પાંચ-પાંચ કિલો અનાજ ફ્રી માં આપી દેશમાં એક પણ વ્યકિત ભુખ્યો ન સુવે તે માટે વ્યવસ્થા કરવામાં આવી હતી.
નિરામય યોજના
સી.આર.પાટીલે જણાવ્યું, રાજ્ય સરકાર દ્વારા નિરામય ગુજરાત યોજના શરૂ કરવામાં આવી છે. તે અંગે પણ મીડિયાને માહિતી આપી અને આ યોજનાનો લાભ ગુજરાત વાસીઓને મળશે તે બદલ મુખ્યપ્રધાનને પાઠવ્યા. સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, ગુજરાત ભારતીય જનતા પાર્ટી પ્રદેશ એકમ પેપરલેસ થયું છે. ભારતીય જનતા પાર્ટીએ ગત પ્રદેશ કારોબારીમાં પણ પેપરલેસ યોજાઇ હતી.