ગાંધીનગરઃ ગુજરાતના આદિજાતિ વિસ્તાર સહિત રાજ્યના સો ટકા લોકોને ઘરમાં શુદ્ધ પાણી પૂરું પાડવાના પ્રયાસ કરવામાં આવે છે તે કડીમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 70માં જન્મદિવસ નિમિત્તે 205 આદિજાતિ ગામોના ત્રણ લાખથી વધુ વનબંધુઓ માટે આજનો દિવસ ક્રાંતિ દિવસ તરીકે પણ રૂપાણી જાહેર કર્યો હતો. અંબાજીથી ઉમરગામના સમગ્ર આદિજાતિ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે તત્કાલીન મુખ્યપ્રધાન અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક લાખ કરોડથી વધુની વનબંધુ કલ્યાણ યોજના પણ અમલી બનાવી છે. આજના દિવસે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે ગાંધીનગરથી ઉકાઈ જળાશય આધારિત 308 કરોડના ખર્ચે તૈયાર થયેલા 308 કરોડોના ખર્ચે સાગબારા ડેડિયાપાડા જૂથ પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ કર્યું હતું.
પીએમ મોદીના જન્મદિવસે સીએમ રૂપાણીએ આદિવાસી વિસ્તારમાં નલ સે જળ યોજનાનો પ્રારંભ કરાવ્યો - નલ સે જલ યોજના
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 70મા જન્મદિવસ નિમિત્તે ગુરુવારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આદિજાતિ વિસ્તાર સહિત રાજ્યમાં 100 % ઘરોમાં પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવાની યોજના અમલમાં મૂકી છે. જ્યારે આદિજાતિ બંધુઓને વધુ આર્થિક પગભર બનાવવા 1.25 લાખ લોકોને જમીનના હક પણ દેશના વડાપ્રધાન મોદીના જન્મદિવસના દિવસે આપવામાં આવ્યાં છે. આ ઉપરાંત નલ સે જલ યોજનાનો પણ પ્રારંભ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરાવ્યો હતો.