ETV Bharat / city

'મારૂં ગામ કોરોનામુક્ત ગામ': ગામડાંઓને કોરોનામુક્ત બનાવવા મુખ્યપ્રધાન રૂપાણીનો માસ્ટર પ્લાન - ગામોના સરપંચો

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આજે શનિવારે સવારે 10:30 વાગે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી 'મારુ ગામ-કોરોનામુક્ત ગામ' અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. મુખ્યપ્રધાન દ્વારા આ કાર્યક્રમમાં રાજ્યના તમામ ગામોના સરપંચ, ઉપસરપંચ અને ગામના આગેવાનોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

'મારૂં ગામ કોરોનામુક્ત ગામ': ગામડાંઓને કોરોનામુક્ત બનાવવા મુખ્યપ્રધાન રૂપાણીનો માસ્ટર પ્લાન

author img

By

Published : May 1, 2021, 5:24 PM IST

  • સામાન્ય તાવ જેવા લક્ષણો ધરાવતા ગ્રામજનોને આઇસોલેટ કરવા અપિલ
  • ‘મારા ગામમાં કોરોના પ્રવેશવા દેવો નથી’ તેવી નેમ સાથે 10 વ્યક્તિઓની કમિટી
  • કોરોના સામેની આ બીજી લહેરમાં પણ આપણે જંગ જીતી શકીશું: મુખ્યપ્રધાન રૂપાણી

ગાંધીનગર: કોરોના સામેની લડતમાં મહાનગરોની સાથે સાથે નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારોએ પણ વિશેષ કાળજી લેવાની આવશ્યકતા છે. ગુજરાતના નાનામાં નાના ગામમાં રહેતો નાગરિક પણ વધારે સજાગ અને સાવચેત થશે તો જ કોરોના સામેની આ જંગ જીતી શકાશે. ગ્રામીણ આગેવાનો 'મારુ ગામ-કોરોનામુક્ત ગામ' બને તે માટે સંકલ્પ પણ લેશે. કોરોનાને હરાવવાના રાજ્ય સરકારના પ્રયત્નોમાં સહભાગી થવા દરેક ગામમાં એક સશક્ત ટીમ તૈયાર કરવામાં આવશે. જેના નેતૃત્વમાં, દરેક ગામ કોરોના સામે નિર્ણાયક લડત આપશે.

'મારૂં ગામ કોરોનામુક્ત ગામ': ગામડાંઓને કોરોનામુક્ત બનાવવા મુખ્યપ્રધાન રૂપાણીનો માસ્ટર પ્લાન
'મારૂં ગામ કોરોનામુક્ત ગામ': ગામડાંઓને કોરોનામુક્ત બનાવવા મુખ્યપ્રધાન રૂપાણીનો માસ્ટર પ્લાન

આ પણ વાંચો: અમેરિકામાં રહેતા ગુજરાતીઓ સાથે વિજય રૂપાણીએ કોરોના અંગે યોજી ઈ-બેઠક

ગ્રામ્ય વિસ્તારોમાં કઈ સુવિધાઓ ઉભી કરાશે

મુખ્યપ્રધાન રૂપાણીએ રાજ્યના દરેક ગામોમાં શાળા સંકુલ, જ્ઞાતિની વાડી, મોટા ખાલી રહેલા મકાનો, મંડળીઓ, પંચાયત ઘર જેવી જગ્યાઓએ જરૂર જણાય ત્યાં આઇસોલેશન સેન્ટર, કોવિડ કેર સેન્ટર્સ ઊભા કરવા અને તેમાં શરદી, ખાંસી, સામાન્ય તાવ જેવા લક્ષણો ધરાવતા ગ્રામજનોને આઇસોલેટ કરવા અપિલ કરી હતી. આ ઉપરાંત, આવા આઇસોલેશન સેન્ટર્સ અને કોવિડ કેર સેન્ટરમાં રહેલા લોકોના રહેવા-જમવા તેમજ સ્ટાર્ન્ડડ દવાઓ, વિટામીન-સી, એઝિથ્રોમાઇસીન, પેરાસીટામોલની વ્યવસ્થા ગામના આગેવાનો, યુવાનો ઉપાડી લે એવું આહવાન પણ કર્યુ હતું. ‘મારા ગામમાં કોરોના પ્રવેશવા દેવો નથી’ તેવી નેમ સાથે 10 વ્યક્તિઓની એક કમિટી બનાવી, તાલુકા-જિલ્લા વિકાસ અધિકારી, PHC, CHCના સહયોગથી ગ્રામજનોનું ટેસ્ટીંગ, ટ્રેસિંગ અને ટ્રિટમેન્ટની વ્યવસ્થા કરી ગામડાંઓમાં કોરોના સંક્રમણ પ્રવેશતું અટકાવી શકાય.

https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-gnr-11-corona-mukt-gam-vijay-rupani-photo-story-7204846_01052021163059_0105f_1619866859_667.jpg

15 દિવસ ગામમાં NO ENTERY NO EXIT

મુખ્યપ્રધાન રૂપાણીએ સૌ ગ્રામજનોને તાકીદ કરી કે, 15 દિવસ માટે ગામમાંથી કોઇ બહાર ન જાય કે બહારની કોઇ વ્યક્તિ ગામમાં આવે નહિ તેવી નાકાબંધી કરવી જોઈએ. એટલું જ નહિ, સરકારે આપેલ નિમંત્રણો-નિયમોનું ચુસ્ત પાલન થાય, ગામ સેનીટાઇઝ પણ થાય તો આ કોરોના સંક્રમણ ગામડાંઓમાં ફેલાતું અવશ્યક અટકશે. દરેક ગ્રામજન પોતાના ઘર પરિવાર સાથોસાથ ગામની પણ સામુહિક ચિંતા કરશે અને કોરોના સંક્રમણ ફેલાતું અટકાવવા સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક, વારંવાર હાથ ધોવા અને ભીડભાડ ન રાખવી જેવા નિયમો અપનાવશે તો કોરોના સામેની આ બીજી લહેરમાં પણ આપણે જંગ જીતી શકીશું.

આ પણ વાંચો: કોરોના સંદર્ભે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ મુખ્યપ્રધાન રૂપાણીને લખ્યો પત્ર

'મારુ ગામ-કોરોનામુક્ત ગામ' પહેલ નિર્ણાયક

કોરોનાના સંક્રમણને રોકવા રાજ્ય સરકાર શક્ય તમામ પ્રયત્નો પૂરી પ્રમાણિકતા અને નિષ્ઠા સાથે કરી રહી છે. આ સાથે, તમામ જરૂરી પગલાં યુદ્ધના ધોરણે લેવાઈ રહ્યા છે. ગુજરાતનો હરેક નાગરિક રાજ્ય સરકારના આ પ્રયત્નોમાં સહભાગી થાય અને દરેક વ્યક્તિ એક સિપાહીની જેમ આ લડતમાં જોડાશે તો કોરોના સામેની આ લડત વધારે આસાન થશે. 'મારુ ગામ-કોરોનામુક્ત ગામ' અભિયાન આ દિશામાં રાજ્ય સરકારની એક નિર્ણાયક પહેલ સાબિત થશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.