ETV Bharat / city

Omicron Effect On Gujarat Travellers: આફ્રિકા જતા લોકોએ 500થી 600 જેટલા બુકિંગ કેન્સલ, વિદેશ જવાની ઈન્ક્વાયરી 50 ટકા ઘટી - Omicron, new variant of Corona

પહેલા કોરોના અને હવે પછી કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોને કહેર (Fear of the Omicron variant) મચાવ્યો છે. કોરોનાના આ નવા વેરિયન્ટની અસર (Omicron Effect) હવે ટૂર્સ એન્ડ ટ્રાવેલર્સના બિઝનેસ (Business of Tours & Travelers) પર પડી છે. પહેલાથી જ કોરોનાના કારણે ટૂર્સ એન્ડ ટ્રાવેલર્સના વેપાર નુકસાનમાં ચાલી રહ્યો હતો. તેવામાં હવે લોકો ઈન્ટરનેશનલ ટૂર પેકેજ કેન્સલ કરી રહ્યા છે. તો કેટલાક વિદેશ જવાવાળા લોકો તેમની ડેટ પોસ્ટપોન કરી રહ્યા છે. વિશેષ કરીને આફ્રિકા જનારા લોકોએ છેલ્લા 2 મહિનામાં અંદાજિત 400થી 500 જેટલા બુકિંગ કેન્સલ (Cancel booking of people going abroad) કરાવ્યા છે. ઈન્કવાયરી પણ 50 ટકા જેટલી ઘટી ગઈ છે.

Omicron Effect: આફ્રિકા જતા લોકોએ 500થી 600 જેટલા બુકિંગ કેન્સલ, વિદેશ જવાની ઈન્ક્વાયરી 50 ટકા ઘટી

author img

By

Published : Dec 2, 2021, 2:54 PM IST

  • દુબઈ અને માલદિવ્સ જવાવાળા લોકોની સંખ્યા એક મહિનામાં 7,000થી વધુ
  • વિદેશ જવાવાળા લોકોએ ડોમેસ્ટિક ટ્રાવેલ તરફ વળ્યા
  • હનિમૂન માટે જવાવાળા કપલ હિમાચલ અને કાશ્મીર તરફ વળ્યા

અમદાવાદઃ પહેલા કોરોના અને હવે પછી કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોને (Omicron Effect) કહેર મચાવ્યો છે. તેવામાં હવે વિદેશ જનારા લોકોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને લગ્ન સિઝન શરૂ થયા બાદ ઈન્ટરનેશનલ હનિમૂન પેકેજમાં વધારો કોરોનાની બીજી લહેર બાદ જોવા મળ્યો હતો. ખાસ કરીને દુબઈ અને માલદી માલદિવ્સ આ 2 જગ્યા પર મોટી સંખ્યામાં લોકોએ જવાની તૈયારીઓ દર્શાવી છે, પરંતુ નવા વેરિએન્ટ ઓમિક્રોનના (Omicron, new variant of Corona ) કારણે લોકોમાં પણ ઈન્ટરનેશનલ ટ્રાવેલ કરવાને લઈને ભય (Fear of Omicron variant among tourists) પેઠો છે. ત્યારે ફરી ટ્રાવેલ ટૂરિઝમ પર ઈન્ટરનેશનલ લેવલે એક બાજુ અસર પડી છે. તો બીજી તરફ ડોમેસ્ટિક લેવલે ટૂર્સ એન્ડ ટ્રાવેલર્સને (Domestic level tours and travelers) ફાયદો પણ થઈ રહ્યો છે. કેમ કે, ઈન્ટરનેશનલ જનારા લોકો ડોમેસ્ટિક ટૂર પર કન્વર્ટ (International tour canceled) થઈ રહ્યા છે. તો કેટલાક લોકો ઈન્ટરનેશનલ ટૂર માટેની પોતાની ટિકિટો કેન્સલ કરાવી રહ્યા છે.

દુબઈ અને માલદિવ્સ જવાવાળા લોકોની સંખ્યા એક મહિનામાં 7,000થી વધુ

ઓમિક્રોનના કારણે એર ફેરના દુબઈના ભાવ વધ્યા, ઈન્કવાયરી ઘટી, લોકોએ જવાનું પોસ્ટપોન કર્યું

અજય મોદી ટ્રાવેલર્સ ટૂરિઝમના ડિરેક્ટર આલાપ મોદીએ કહ્યું હતું કે, ઈન્ટરનેશનલ ટ્રાવેલર્સની (International tour canceled) વાત કરીએ તો દુબઈ અને માલદિવ્સમાં લોકોએ પેકેજ બૂક કરાવ્યા છે. આ ઉપરાંત બાલી વગેરે જગ્યાની ઈન્કવાયરી વધી હતી, પરંતુ અત્યારે ઓમિક્રોન (Omicron, new variant of Corona ) પછી વિદેશ ટૂર પર ગયા બાદ આરટીપીસીઆર ટેસ્ટ કરાવવા, ક્વોરન્ટાઈન રહેવું સહિતના સવાલો ઉભા થઈ રહ્યા છે. માલદિવ્સની વાત કરીએ તો, ગુજરાતમાં એક મહિનામાં 2થી 3 હજાર લોકો જતા હશે. જ્યારે દુબઈમાં 4થી 5,000 લોકો એક મહિનામાં દુબઈ જતા હોય છે. કોરોના વાઈરસના કારણે 50,000 એર ફેરના ભાવ 30થી 35,000 સુધી પહોંચ્યા છે. જોકે, અત્યારે મોટી સંખ્યામાં કેન્સલેશનને લઈને કોઈ ઈન્કવાયરી મારે ત્યાં નથી આવી રહી, પરંતુ જે લોકો બુક કરવાના હતા. તેમને પોતાનો પ્લાન 1થી 2 મહિના પોસ્ટપોન કર્યો છે. જો ગવર્મેન્ટ કેટલા નિયમો હળવા કરે છે તો લોકો જઈ શકે છે. જોકે, અત્યારે હિમાચલ, કાશ્મીર વગેરે સ્થળો પર ડાઈવર્ટ થઈ રહ્યા છે.

આ પણ વાંચો- Corona Effect: લોકડાઉનમાં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો કરોડોનો ધંધો ઠપ્પ થતા યુવકે શરૂ કર્યો કેરીનો વેપાર, પરિવાર પણ કરે છે મદદ

2 મહિનામાં અંદાજિત 500થી વધુ લોકોએ આફ્રિકા માટેના બુકિંગ કેન્સલ કરાવ્યા

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ખાસ કરીને યુરોપ અને આફ્રિકાની વાત કરીએ તો ગુજરાતમાં ઠંડીની સિઝનના કારણે યુરોપ જવાવાળી સંખ્યા બહુ ઓછી હોય છે, પરંતુ આફ્રિકામાં દિવાળી સમયમાં લોકો ટ્રાવેલ કરવા ગયા હતા, જે પાછા પણ આવી ગયા છે, પરંતુ છેલ્લા 2 મહિનામાં અંદાજિત 500થી 600 જેટલા લોકોએ આફ્રિકા માટે બુકિંગ કરાવ્યું હશે. જેથી આફ્રિકાની કેટલીક ફલાઈટો કેન્સલ થતા અને ઓમિક્રોનના (Omicron, new variant of Corona ) કારણે ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકોએ કેન્સલ કરાવ્યું હશે.

આ પણ વાંચો- છેલ્લા એક વર્ષથી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ઉદ્યોગને કોરોના સંક્રમણને કારણે થઇ રહ્યું છે નુકસાન

ઈન્કવાયરી પહેલા કરતા ઘટી

ખાસ કરીને દિવાળી બાદ માર્ચ મહિના સુધી લગ્નની સિઝનની છે. કેમ કે, લગ્ન હોવાથી હનિમૂન પેકેજ પણ બૂક થઈ રહ્યા છે. આ પહેલા 2 વર્ષથી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ઈન્ડસ્ટ્રીઝ નુકસાનમાં (Tours & Travelers Trade Loss) ચાલી રહી હતી, પરંતુ દિવાળી બાદ થોડી આશા જાગી હતી, પરંતુ ઓમિક્રોન વાયરસના (Omicron, new variant of Corona ) કારણે ઈન્કવાયરીમાં ઘટાડો થયો છે. લગભગ દુબઈ અને માલદીવમાં જવા તેમ જ અન્ય વિદેશ ટૂર પેકેજ માટે તેમ જ 50 ટકા જેટલી ઈન્કવાયરી ઘટી છે. તેવું તેમણે જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.