ETV Bharat / city

ગાંધીનગરમાં તંત્ર દ્વારા ઓક્સિજન પ્લાન્ટની સરપ્રાઈઝ વિઝીટ, સિવિલ હોસ્પિટલમાં 50 ઑક્સિજન બેડ વધારાશે - Corona update

કોરોનાને લઈને ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઓક્સિજન પ્લાન્ટની મુલાકાત લીધી હતી. આ સાથે સિવિલ હોસ્પિટલમાં 50 ઓક્સિજન બેડ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સિવિલ હોસ્પિટલમાં 50 ઑક્સિજન બેડ વધારાશે
ગાંધીનગરમાં તંત્ર દ્વારા ઓક્સિજન પ્લાન્ટની સરપ્રાઈઝ વિઝીટ
author img

By

Published : Apr 12, 2021, 6:11 PM IST

  • સિવિલ હોસ્પિટલમાં બેડ વધારીને 500 કરાશે
  • તંત્ર દ્વારા આકસ્મિક મુલાકાત લેવામાં આવી
  • જિલ્લા કલેક્ટરની ટીમ પણ મુલાકાતમાં જોડાઈ

ગાંધીનગર: રાજય સરકાર દ્વારા નિયત કરવામાં આવ્યું છે કે, ઓક્સિજન ઉત્પાદકોએ 60 ટકા જથ્થો કોવિડ હોસ્પિટલના દર્દીઓ માટે અનામત રાખવો પડશે. જિલ્લા કલેક્ટર કુલદીપ આર્યના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્રની ટીમે ઓક્સિજન પ્લાન્ટની મુલાકાત લીધી હતી. સમગ્ર રાજ્યમાં ઓક્સિજનની અછત વચ્ચે ગાંધીનગર જિલ્લા વહીવટી ટીમે જિલ્લામાં ઑક્સિજન પ્લાન્ટની સમીક્ષા કરીને ઓક્સિજનની અછત ન સર્જાય તે વાતને સુનિશ્ચિત કરી હતી. આ સાથે તંત્ર દ્વારા સિવિલ હોસ્પિટલમાં 50 ઑક્સિજન બેડ વધારવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ગાંધીનગરના 2 સ્મશાનમાં એક જ દિવસમાં 31 કોરોના સંક્રમિત મૃતદેહોની અંતિમવિધિ કરાઈ

વિવિધ ઓક્સિજન પ્લાન્ટની ઓંચિતી મુલાકાત લીધી

ગાંધીનગર જિલ્લા પુરવઠા અધિકારી નિરુપા ગઢવી અને તેમની ટીમ દ્વારા જિલ્લામાં આવેલા વિવિધ ઓક્સિજન પ્લાન્ટની ઓંચિતી મુલાકાત લેવામાં આવી હતી. આ આકસ્મિક મુલાકાત દરમિયાન ઓક્સિજન પ્લાન્ટમાં ઉપલબ્ધ ઓક્સિજનનો સ્ટોક અને આવક-જાવક સ્ટોકની પણ તપાસ કરવામાં આવી હતી. તેમજ ઓક્સિજનનો જથ્થો જેને આપવામાં આવ્યો છે, તેની ઉલટ તપાસ પણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી મોકૂફ

સિવિલ હોસ્પિટલમાં 100 નવા બેડ વધારીને કુલ 500 બેડ કરાશે

સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ ના ધસારાને જોતા નવા 100 બેડ વધારવામાં આવશે. જેમાં 50 ઓક્સિજનયુક્ત બેડ વધારશે. જોકે, આ સિવાય અન્ય દર્દીઓને હાલમાં કોલવડા ખાતે મોકલવામાં આવી રહ્યા છે. જેથી ત્યાં પણ 50 બેડ વધારાશે અને પૂરતા ઓક્સિજનની વ્યવસ્થા કરવામાં આવશે. સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોનાના દર્દીઓની સંખ્યા વધી છે. જેના કારણે બેડ પણ વધારવાની ફરજ પડી રહી છે. જોકે, મેડિકલ ઓફિસર કલ્પેશ ગોસ્વામીએ કહ્યું કે, અત્યારે હોસ્પિટલમાં પૂરતો ઓક્સિજન રાખવામાં આવ્યો છે અને નવા 100 બેડ વધારાશે.

આ પણ વાંચો: કોરોનાની સારવાર માટે તમે જે જાણવા માંગો છો, તે માર્ગદર્શન આપી રહ્યા છે તજજ્ઞ ડૉકટર્સ

કલેક્ટરે કહ્યું, ઓક્સિજન સિલિન્ડર પૂરતા પ્રમાણમાં છે

કલેક્ટર કુલદીપ આર્યાએ કહ્યું હતું કે, ઓક્સિજન સિલિન્ડર પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. જિલ્લામાં દરરોજે 3500 જેટલા ટેસ્ટ થાય છે. જેમાં દરરોજે 60 ટકા RT PCR ટેસ્ટ હોય છે અને 1200 રેમડેસીવીરનો સ્ટોક ઉપલબ્ધ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.