ETV Bharat / city

ક્રીમિનલ કેસોની ઝડપી કામગીરીમાં ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશનની કચેરી મહત્વની બની રહેશે : ગૃહપ્રધાન - કાયદા રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા

પોલીસને પુરાવાના યોગ્ય એકત્રીકરણમાં મદદ અને ગુનેગારોને કડકમાં કડક સજા મળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. ન્યાયતંત્રમાં ખાસ કરીને તાબાની કોર્ટોમાં પડતર કોર્ટ કેસોના નિરાકરણ માટે ડાયરેક્ટર ઑફ પ્રોસિક્યુશન મહત્વનો ભાગ ભજવશે. ઈન્વેસ્ટીગેશન તેમજ કોર્ટની ન્યાયિક કામગીરીમાં વધુ ઝડપ આવે અને ડિલિવરી ઑફ જસ્ટીસ સિસ્ટમ ઝડપી બને તથા ગુનેગારને ઝડપથી સજા થાય તેવા ઉમદા હેતુથી ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશનની રચના કરવામાં આવી છે. કર્મયોગી ભવન, ગાંધીનગર ખાતે ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશનની કચેરીનો શુભારંભ કરાયો હતો.

ક્રીમિનલ કેસોની ઝડપી કામગીરીમાં ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશનની કચેરી મહત્વની બની રહેશે : ગૃહપ્રધાન

author img

By

Published : Aug 10, 2020, 4:49 PM IST

ગાંધીનગરઃ કાયદા રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે, ક્રીમિનલ કેસોની કામગીરી વધુ ઝડપી અને અસરકારક બનાવવી એ અમારો નિર્ધાર છે. સાથેસાથે છેવાડાના માનવીને ઘરઆંગણે વધુ સરળતા સાથે ઝડપી ન્યાય મળે એ માટે રાજય સરકારે અનેકવિધ નિર્ણયો કર્યાં છે. રાજ્યમાં તમામ કોર્ટોમાં ફરજ બજાવતા સરકારી વકીલોને એકતાંતણે બાંધતા આ તંત્રથી ન્યાયિક પ્રક્રિયા સરળ અને ઝડપી બનશે. ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન પરેશ એસ. ધોરાએ કહ્યું કે, ભારત સરકાર દ્વારા પ્રોસિક્યુશનની કામગીરી અસરકારક થાય તે માટે ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશનની કચેરી દરેક રાજ્યમાં સ્થાપવાની જોગવાઈ કરવામાં આવેલ છે જે મુજબ CRPC Amendment Act, 2005ની કલમ- 25(એ) મુજબ ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશનની રચના કરવામાં આવી છે. પ્રોસિક્યુશનના નિર્દેશન હેઠળ રાજયભરના પડતર કેસોમાં કન્વીક્શન રેટમાં વધારો થશે.

ક્રીમિનલ કેસોની ઝડપી કામગીરીમાં ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશનની કચેરી મહત્વની બની રહેશે : ગૃહપ્રધાન
ક્રીમિનલ કેસોની ઝડપી કામગીરીમાં ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશનની કચેરી મહત્વની બની રહેશે : ગૃહપ્રધાન
ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશનની યાદીમાં જણાવ્યાં મુજબ CRPCની કલમ 25-એ ના (5) અને (6) અનુસાર હવેથી આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર, પબ્લીક પ્રોસિક્યુટર, એડિશનલ પબ્લીક પ્રોસિક્યુટર, ખાસ પબ્લિક પ્રોસિક્યુટર વિગેરે તમામ ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશનના નિયંત્રણ હેઠળ ફરજ બજાવશે. ડાયરેક્ટર ઑફ પ્રોસિક્યુશન એ પ્રોસિક્યુશનને સંબંધી તમામ કામગીરી જેવી કે ચાર્જ શીટ જેવી કામગીરી ઉપર દેખરેખ-નિયંત્રણ રાખશે. ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન કાયદા વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળ ખાતાના વડા તરીકે કાર્યરત રહેશે.

ડાયરેકટર ઓફ પ્રોસીકયુશન શબ્દનો ઉલ્લેખ ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમ 25 (એ)માં કરવામાં આવેલ છે. જેનો ડીક્શનરી અર્થ "એવી વ્યક્તિ કે જે પોલીસને કોર્ટ સમક્ષ કેસ ચલાવવામાં સલાહ આપી શકે." આમ, આ શબ્દનો બહુ વિશાળ અર્થ થાય છે. હાલની સરકારનો પ્રજાભિમુખ વહીવટનો ઉદ્દેશ રહેલો છે અને તેમાં કાયદાની અને દંડની ઉચિત જોગવાઇને સક્ષમ બનાવવાનો અભિગમ રહેલો છે.આ કાર્યક્રમમાં ગૃહવિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંહ, કાયદા વિભાગના સચિવ અને આર.એલ.એ ડી.એમ. વ્યાસ, કાયદા વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને વકીલો ઉપસ્થિત રહ્યાં હતાં.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.