ETV Bharat / city

ટેકનો કોંર્પ: હવે કામ વગરના રખડશો તો પણ પોલીસને પડશે ખબર - શિવાનંદ ઝા

સમગ્ર દેશમાં લોકડાઉનની પરિસ્થિતિ છે, આ લોકડાઉનનો ચૂસ્ત અમલ કરવાની જવાબદારી પોલીસ વિભાગની છે. ત્યારે રાજ્યના અનેક શહેરો અને એવા વિસ્તારો છે જ્યાં લોકડાઉનના અનેક પ્રકારના ઉલ્લંઘન થતાં હોય છે. જેથી હવે ગુજરાત રાજ્યની પોલીસે રોડ રસ્તા ઉપર રાખેલા CCTVના આધારે સમગ્ર સર્વેલન્સ કરી વિના ઘરની બહાર નીકળનારા લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

ETV BHARAT
ટેકનો કોંર્પ: હવે કામ વગરના રખડશો તો પણ પોલીસને પડશે ખબર
author img

By

Published : Apr 4, 2020, 8:07 PM IST

ગાંધીનગરઃ રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, લોકડાઉન વધુ કડક બનાવવા માટે હવે પોલીસે વધુ ટેક્નોલોજીનો સહારો લીધો છે. આ સાથે જ ડ્રોનની સંખ્યામાં પણ વધારો કરીને સંવેદનશીલ કડક કરવામાં આવ્યું છે. લોકડાઉન દરમિયાન લોકો પોતાના વાહનો લઇને કોઇ પણ બહાના હેઠળ ફરતા હોય છે, પરંતુ હવે CCTVના માધ્યમથી નંબર પ્લેટના આધારે રાજ્ય પોલીસ સ્માર્ટ સર્વેલન્સ કરશે અને જે લોકો કામ વિના ઘરની બહાર નીકળશે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરશે.

DGP શિવાનંદ ઝાએ વધુમાં જણાવ્યું હતું કે, જીવન જરૂરિયાત વસ્તુ માટે છૂટછાટ આપી છે, પરંતુ લોકો તેનો ખોટો ફાયદો ઉપાડી રહ્યાં છે. જેથી હવે રાજ્યમાં કુલ 144 ડ્રોનથી સર્વેલન્સ કરાઈ રહ્યો છે. ડ્રોનની મદદથી ગત 24 કલાકમાં 273 ગુનાઓ નોંધવામાં આવ્યા છે, જ્યારે કુલ 1,043 ગુનાઓ સાથે 2,770 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત CCTVની મદદથી 24 કલાકમાં 33 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે અને કુલ 113 ગુનાઓ સાથે 234 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

જે મહાનગરપાલિકા વિસ્તારમાં સંક્રમણ વધુ છે, ત્યાં વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. જેમાં મ્યુ.કોર્પોરેશન સાથે રાખીને કામગીરી કરાઈ રહી છે. આ ઉપરાંત જે લોકો ખોટી પરવાનગી અને કાગળ બતાવી રહ્યા છે, તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

શિવાનંદ ઝાએ વધુમાં દિલ્હી કેસ અંગે જણાવ્યું હતું કે, પહેલા 103 લોકોને ઓળખ્યા હતા. જેમાં કોરોનાને કારણે 1નું મોત થયું હતું, જ્યારે શનિવારે વધુ 7 લોકો ઓળખ્યા છે. જેથી હવે સંખ્યા 110 થઈ છે. આ તમામ લોકો નવસારીના છે અને તમામને કોરોન્ટાઇલ કરવામાં આવ્યા છે. હવે તમામ લોકોના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. જેમાં અત્યારે બોટાદ 2, ભાવનગર 1 અને નવસારી 1 કેસ નોંધવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.