ETV Bharat / city

કોલેજના પ્રોફેસર પણ WFH દ્વારા વિદ્યાર્થીઓ ઓનલાઇન ભણાવી શકશે, પરિપત્ર જાહેર - ગુજરાતના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્ર ચુડાસમા

કોરોના મહામારીમાં લોકડાઉન બાદ અનલોક જાહેર કરાયું હતું. જેમાં વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવાની શરૂઆત થઇ હતી. ત્યારે હવે રાજ્યની તમામ કોલેજોના પ્રોફેસર પણ WFH (વર્ક ફ્રોમ હોમ) દ્વારા ઓનલાઇન શિક્ષણ આપી શકશે, તે અંગે સરકારે પરિપત્ર જાહેર કર્યો છે.

government new circular about online education
ગુજરાતની કોલેજમાં ઓનલાઇન શિક્ષણની સુવિધા
author img

By

Published : Aug 13, 2020, 6:18 PM IST

ગાંધીનગર : રાજ્યમાં અનલોકની જાહેરાત થતા જ ઓનલાઇન શિક્ષણની શરૂઆત થઈ ગઇ છે. ત્યારે રાજ્યની કોલેજની વાત કરવામાં આવે તો રાજ્યની તમામ કોલેજોમાં ઓનલાઇન શિક્ષણ આપવા બાબતે સરકારે પરિપત્ર બહાર પાડતા જણાવ્યું છે કે, હવેથી પ્રોફેસરો પણ ઘરે રહીને ઓનલાઇન વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી શકશે.

કોલેજના પ્રોફેસર પણ WFH દ્વારા વિદ્યાર્થીઓ ઓનલાઇન ભણાવી શકશે

કેન્દ્ર સરકારની જાહેરાત સાથે જ રાજ્ય સરકાર દ્વારા ઓનલાઇન શિક્ષણની શરૂઆત કરવામાં આવી હતી. પ્રાથમિક શિક્ષણ બાદ હવે કોલેજ શિક્ષણ બાબતે પણ અનેક અસમંજસની સ્થિતિ ઉભી થઈ હતી.

આ મામલે ગુજરાત સરકારે કોલેજના ઓનલાઇન શિક્ષણ બાબતે કઈ સ્પષ્ટતા કરી ન હતી. ત્યારે કોલેજના પ્રિન્સીપાલ દ્વારા તમામ અધ્યાપકોને ફરજિયાત કોલેજ બોલાવીને ઓનલાઈન શિક્ષણ આપવા માટેની ફરજ પાડી હતી. પરંતુ અધ્યાપક મંડળે રાજ્ય સરકારને કરેલી રજૂઆત બાદ રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે પરિપત્ર બહાર પાડતા કોલેજના અધ્યાપકોને પણ ઓનલાઇન શિક્ષણની પરવાનગી આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, હવે રાજ્યની સ્કૂલ બાદ કોલેજોમાં વિદ્યાર્થીઓને પ્રોફેસર ઘરેથી જ ઓનલાઇન શિક્ષણ આપી શકશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.