- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિ કાયદા પાછા ખેચ્યાં
- સમગ્ર દેશમાં ફક્ત એક બે રાજ્યના ખેડૂતોને હતો વિરોધ: ડૉ.કિરીટ સોલંકી
- ગુજરાત રાજ્યમાં એક પણ ખેડૂતો વિરોધમાં ન હતા
ગાંધીનગર: સમગ્ર દેશમાં છેલ્લા 14 મહિનાથી કેન્દ્ર સરકાર દ્વારા લોકસભા અને રાજ્યસભા સંસદમાં પસાર થયા બાદ વંટોળ શરૂ થયા હતા અને 14 મહિનાથી પંજાબ અને હરિયાણાના ખેડૂતો કેન્દ્ર સરકાર વિરુદ્ધ મોરચો નાખીને વિરોધ કરી રહ્યા હતા, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે રાષ્ટ્ર જોગ સંબોધન (pm modi announcement) કરીને કેન્દ્ર ત્રણ કૃષિ કાયદા પરત ખેંચવાની જાહેરાત (Repeal Farm law) કરી હતી ત્યારે આ બાબતે લોકસભાના સાંસદ ડૉ.કિરીટ સોલંકીએ ETV ભારત સાથે ખાસ વાતચીત (rubaru interview with dr.solanki) કરતાં જણાવ્યું હતું કે, એક બે રાજ્યના ખેડૂતોના વિરોધને લઈને જ આ બિલ પરત ખેંચવામાં આવ્યું છે.
પ્રશ્ન : બિલ પરત ખેંચવામાં આવ્યું છે તમે શું કહેશો ?
જવાબ: અમુક ગણતરીના જ રાજ્યોના ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, છેલ્લા 14 મહિનાથી વિરોધ થઇ રહ્યો હતો, તેને ધ્યાનમાં લઈને જ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફક્ત એક બે રાજ્યના ખેડૂતોનું ધ્યાન રાખીને તમામ બીલો પરત ખેંચવાની જાહેરાત કરી છે. કે જ્યારે સમગ્ર દેશમાં ૩૩ જેટલા રાજ્યો છે અને એક પણ જગ્યાએ કૃષિ બિલનો વિરોધ થયો ન હતો, પરંતુ પંજાબ અને હરિયાણામાં જ કૃષિ બિલનો સતત વિરોધ થઇ રહ્યો હતો.
પ્રશ્ન: કૃષિ બિલનો શુ ફાયદો હતો?
જવાબ: કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યસભા અને લોકસભામાં જે ત્રણ બિલ પસાર કરવામાં આવ્યા હતા, તેનાથી ખેડૂતોની આવકમાં વધારો થવાનો હતો, મહત્વની વાત કરવામાં આવે તો ખેડૂત પોતાના પાક ગમે તે જગ્યાએ વેચી શકે તેવા પ્રકારની વ્યવસ્થા ફિલ્માંકન કરવામાં આવી હતી, જ્યારે ખેડૂત પોતાનો પાક અન્ય રાજ્યો ઉપરાંત ઓસ્ટ્રેલિયા અમેરિકા જેવા અન્ય વિદેશમાં પણ પોતાને ભાગે વહેંચી શકે તે પ્રકારની જોગવાઇ બિલમાં કરવામાં આવી હતી, પરંતુ જે રીતે વિરોધનો વંટોળ હતો અને અમુક જ ગણતરીના રાજ્યોના ખેડૂતો દ્વારા વિરોધ થઇ રહ્યો હતો, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોના હિતને ધ્યાનમાં લઈને જ આ બિલ પરત ખેંચવાની જાહેરાત કરી છે.
પ્રશ્ન: વિરોધ પક્ષનો આક્ષેપ 5 રાજ્યોમાં ચૂંટણી એટલે બિલ પરત ખેંચવામાં આવ્યું ?
જવાબ: આ કોઈ પણ પ્રકારનો ચૂંટણીલક્ષી નિર્ણય નથી જ્યારે કેન્દ્ર સરકાર કોઈ પણ નિર્ણય કરતી હોય છે, ત્યારે એક બે મહિનાની અંદર અમુક રાજ્યોમાં ચૂંટણી આવતી હોય છે, તે પછી પાંચ વર્ષીય ચૂંટણી હોય અથવા તો પેટાચૂંટણીમાં પરંતુ ચૂંટણીનો માહોલ તો હંમેશા દેશમાં જોવા મળતો હોય છે, આ કોઈ ચૂંટણીલક્ષી નિર્ણય નથી. જ્યારે અમે તો અમારું કામ કરતા રહીશું અને ખેડૂતોની આવકમાં વધારો થાય તે અમારું પ્રથમ લક્ષ્યાંક રહેશે.
આ પણ વાંચો: કાશ્મીર અને આસામ સહિત દેશના કારીગરોને ગ્લોબલ માર્કેટ સુધી પહોંચાડી રહી છે કેન્દ્ર સરકાર: દર્શના જરદોશ
આ પણ વાંચો: RAKESH TIKAIT EXCLUSIVE INTERVIEW: ખેડૂતોનું આંદોલન તરત પાછું નહીં ખેંચાય