ગાંધીનગર: જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે અમદાવાદની રથયાત્રા યોજવા બાબતે રાજ્ય સરકારે હજી સુધી કોઈ જ નિર્ણય લીધો નથી. આગામી સમયમાં રથયાત્રા યોજવી કે નહીં તે અંગેનો નિર્ણય લેવામાં આવશે આ ઉપરાંત રથયાત્રા જે રૂટ ઉપરથી નીકળે છે તે રૂટ પર 1600થી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થયાં હતાં. હજુ સોશિયલ ડિસ્ટન્સ જાળવવું મહત્વનું રહેશે.
જો રથયાત્રા દરમિયાન ડિસ્ટન્સ નહીં જળવાય તો કેસોમાં વધારો પણ થઈ શકે છે. આમ, તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે હજી સુધી કોઇ જ નક્કર નિર્ણય કર્યો નથી, જ્યારે આખા ગુજરાતના સૌથી વધારે અમદાવાદના કેસ છે અને એ અમદાવાદના કેસ જ્યાં સૌથી વધુ છે અને ત્યાં જ અંદર રથયાત્રાનો આખો માર્ગ છે જેમાં 25 જેટલા કન્ટેઈન્ટમેન્ટ ઝોન આવેલાં છે, પરંતુ જો સોશિયલ ડિસ્ટન્સનું પાલન બંધ થાય તો ફરી પાછો આ પ્રકારના કોરોના પોઝિટિવનો વધારો થવાની પણ શક્યતા છે.
સુરક્ષા એજન્સીઓ દ્વારા પણ રથયાત્રા નહીં યોજવા માટેના અનેક મુદ્દાઓ સરકારને સૂચન કરવામાં આવેલું છે. ત્યારે આ સૂચનો ઉપર અભ્યાસ કર્યા બાદ જ રાજ્ય સરકાર આગામી દિવસોમાં નિર્ણય લેશે. હાલના તબક્કે રથયાત્રા અંગેનો કોઈ નિર્ણય લેવામાં આવેલો નથી.