ETV Bharat / city

નિસર્ગ સાઇક્લોન મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં ટકરાયું, દ.ગુજરાતમાં 70થી 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે

author img

By

Published : Jun 3, 2020, 9:59 PM IST

રાજ્યના દક્ષિણ ગુજરાતમાં નિસર્ગ નામનું વાવાઝોડાનું સંકટ ટોળાતું હતું. પણ હવે નિસર્ગ વાવાઝોડું મહારાષ્ટ્રના મુંબઇ ખાતે ટકરાવવાના કારણે ગુજરાત પરથી મોટું સંકટ ટળ્યું છે. પરંતુ નિસર્ગ વાવાઝોડાની અસરને કારણે આગામી 3 કલાકમાં સુરત, વલસાડ અને દક્ષિણ ગુજરાતમાં 70થી 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.

નિસર્ગ સાઇકલોન મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં ટકરાયું, દક્ષિણ ગુજરાતમાં 70 થી 100 કિલોમીટર સ્પીડે પવન ફૂંકાશે

ગાંધીનગર: રાજ્યના વાવાઝોડા બાબતે રાહત કમિશનર હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, નિસર્ગ વાવાઝોડાને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા 3 કલેક્ટરની નિમણૂક કરીને 24 કલાક સુધી દેખરેખ રાખવામાં આવી રહી છે. જ્યારે સુરત, વલસાડ જેવા દરિયાઈ પટ્ટા પર પ્રભારી સચિવની નિમણૂક કરવામાં આવી છે. આ સાથે જ અત્યારસુધીમાં કુલ 63,000થી વધુ લોકોનું સુરક્ષિત સ્થળો પર સ્થળાંતર કરવામાં આવ્યા છે. જ્યારે સુરત કોર્પોરેશન દ્વારા અત્યાર સુધીમાં 200થી વધુ મોટા હોર્ડિંગ્સ ઉતારી દેવામાં આવ્યા છે. તમામ હોટસ્પોટ પર 18 જેટલી એન.ડી.આર.એફ.ની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે.

9 જિલ્લામાં 63,000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જેમાં કોવિડ 19ને ધ્યાનમાં રાખીને સોશિયલ ડિસ્ટન્સનો અમલ અને માસ્ક આપવામાં આવ્યું છે. જ્યારે અત્યારસુધીમાં વીજ પુરવઠો પણ અવિરત પણે ચાલુ જ છે. કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજન અને વીજ પુરવઠો જળવાઈ રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

ક્યા જિલ્લામાં કેટલા લોકોનું સ્થળાંતર...

• સુરત-8727
• નવસારી-14040
• વલસાડ-33,680
• ભરૂચ-10202
• આણંદ-779
• ગીર સોમનાથ-228
• ભરૂચ-1020
• ભાવનગર-3066
• અમરેલી-2086

હર્ષદ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, જ્યાં સુધી નિસર્ગ વાવાઝોડું શાંત નહીં થાય ત્યાં સુધી તેના પર નજર રાખવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા પણ સતત નજર રાખવામાં આવી રહી છે. આ સાથે જ નિસર્ગ વાવાઝોડાને કારણે રાજ્યમાં એક પણ મોત થયું નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.