ETV Bharat / city

હાઇકોર્ટના નિર્દેશ બાદ મહત્વનો નિર્ણય, 20 શહેરોમાં રાત્રિના 8 કલાકથી 6 કલાક સુધી કરફ્યૂ - Night curfew in the state

હાઈકોર્ટે આપેલા લોકડાઉનના નિર્દેશ બાદ રાજ્ય સરકાર દ્વારા કેટલાક મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે. જેમાં રાજ્યના 20 શહેરોમાં રાત્રીના 8 કલાકથી સવારના 6 કલાક સુધી કરફ્યૂ લગાવવાનો નિર્ણય કર્યો છે.

20 શહેરોમાં રાત્રિના 8 કલાકથી 6 કલાક સુધી કરફ્યૂ

author img

By

Published : Apr 6, 2021, 11:11 PM IST

  • રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો
  • રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય
  • 20 શહેરોમાં લગાવાયું રાત્રી કરફ્યૂ

ગાંધીનગર: રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. અત્યાર સુધી ચાર મહાનગરપાલિકામાં રાત્રી કરફ્યૂ હતો તે હવે 20 શહેરોમાં રાત્રી કરફ્યૂ લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાત્રીના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કરફ્યૂ લગાવાયો છે. મુખ્યપ્રધાન દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી. કોરોનાના વધતા જતા કેસને ધ્યાનમાં રાખી મળેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય કરાયો છે.

20 શહેરોમાં રાત્રિના 8 કલાકથી 6 કલાક સુધી કરફ્યૂ

સરકારે 3 લાખ રેમેડેસિવીરનો ઓર્ડર આપ્યો

મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે, 3,00000 નવા રેમેડેસિવીર ઇન્જેક્શનનો ઓર્ડર આપવામાં આવ્યો છે. સરકારી હોસ્પિટલમાં ફ્રીમાં આપવામાં આવશે, જ્યારે ખાનગી હોસ્પિટલમાં નહીં નફો નહિ નુકશાનના ધોરણે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત બેડની સંખ્યા પણ વધારવામાં આવી છે.

આ પણ વાંચોઃ જો લોકડાઉન થશે તો એશિયાના સૌથી મોટા બ્રાસ ઉદ્યોગ પર શું અસર થશે

20 શહેરોમાં રાત્રિના 8 થી સવારના 6 વાગ્યા સુધી કરફ્યૂં

પહેલા ચાર મહાનગરપાલિકાઓમાં રાત્રી કરફ્યૂ હતુ, જે વધારીને 20 શહેરોમાં કરફ્યૂ લાદી દેવામાં આવ્યું છે. જેમાં જૂનાગઢ, ભાવનગર, જામનગર, ગાંધીનગર, સુરેન્દ્રનગર વગેરે જેવા શહેરોમાં રાત્રી કરફ્યૂં રહેશે. જે સવારમાં 6 સુધી લાગુ રહેશે. આ ઉપરાંત રાજકીય અને સામાજિક મેળાવડામાં 50 થી વધુ લોકો ભેગા નહીં થઈ શકે. મોરવાહડપ અને ગાંધીનગર સિવાય દરેક જગ્યાએ આ નિયમ લાગુ પડશે. ગાંધીનગર અને મોરવાહડપમાં ચૂંટણી હોવાથી ચૂંટણી હોવાથી આ નિયમ લાગુ નહીં પડે.

આ પણ વાંચોઃ બેરોજગારીનો મોટો પ્રશ્ન ઊભો થઈ શકે છેઃ દિનેશ નાવડિયા

તમામ સરકારી કચેરીઓમાં શનિવાર અને રવિવાર રજા રહેશે
પહેલા સરકારી કચેરીઓમાં બીજા અને ચોથા શનિવારના રોજ રજા રહેતી હતી, જે હવે મહિનાના તમામ શનિ-રવિ સરકારી કચેરીઓ બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. 30 એપ્રિલ સુધી રાજકીય મેળાઓ પણ નહીં કરી શકો. ઓક્સિજનની માત્રા વધારીને 70 ટકા કરવામાં આવી છે. 70 ટકા ઓક્સિજન આરોગ્ય વિભાગ માટે રિઝર્વ રાખવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.