ETV Bharat / city

NFSU MoU 2021: GNLU સહિત 3 કાયદાકીય સંસ્થાઓએ NFSU સાથે સમજૂતી કરાર કર્યા

ગાંધીનગરમાં આવેલી નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (National Forensic Sciences University)માં આજે કાયદાના વિષયમાં અભ્યાસ, વર્કશોપ, સંશોધન અને વિચારોના આદાનપ્રદાન માટે ભારતની ત્રણ લૉ યુનિવર્સિટી (GNLU signed MoU with NFSU) વચ્ચે સમજૂતી કરાર (NFSU MoU 2021) પર હસ્તાક્ષર થયા છે.

NFSU MoU 2021: GNLU સહિત 3 કાયદાકીય સંસ્થાઓએ NFSU સાથે સમજૂતી કરાર કર્યા
NFSU MoU 2021: GNLU સહિત 3 કાયદાકીય સંસ્થાઓએ NFSU સાથે સમજૂતી કરાર કર્યા
author img

By

Published : Dec 22, 2021, 11:57 AM IST

ગાંધીનગરઃ નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU)માં બે દિવસીય 'ક્રિમિનોલોજી એન્ડ ક્રિમિનલ જસ્ટિસ રિફોર્મ્સ' (Program on the topic of Criminology and Criminal Justice Reforms) વિષય ઉપર બે દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદનો પ્રારંભ 21 ડિસેમ્બર, 2021 થયો છે. પરિસંવાદના પ્રથમ દિવસે કુલ ત્રણ સમજૂતી કરાર (NFSU MoU 2021) કાયદાકીય સંસ્થાઓ સાથે કરવામાં આવ્યા છે.

ઈન્ડિયન સોસાયટી ઓફ ક્રિમિનોલોજીના સંયુક્ત ઉપક્રમે કરાયું આયોજન

સ્ટુડન્ટ્સ એક્સચેન્જ સહિતના આયોજન થશે

ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, ગાંધીનગર, સિમ્બાયોસિસ ઈન્ટરનેશનલ (ડિમ્ડ યુનિવર્સિટી), (GNLU signed MoU with NFSU) પૂણે અને લોયડ લો કોલેજ, ગ્રેટર નોઈડાએ નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી ગાંધીનગર ખાતે સમજૂતી કરાર (GNLU signed MoU with NFSU) કર્યા હતા, જે અંતર્ગત શૈક્ષણિક સંસ્થાનો સંયુક્ત રીતે સિમ્પોસિયા, વર્કશોપ, સંશોધન, સ્ટુડન્ટ્સ એક્સચેન્જ સહિતના આયોજન પણ કરશે.

વિવિધ અગ્રણીઓની હાજરીમાં MoU થયા

આ પ્રસંગે પ્રોફેસર (ડૉ.) શશિકલા ગુરપુર, ડિરેક્ટર, સિમ્બાયોસિસ લૉ સ્કૂલ, સિમ્બાયોસિસ ઈન્ટરનેશનલ (ડિમ્ડ યુનિવર્સિટી), પુણે; મનોહર થૈરાની, લોઈડ લો સ્કૂલના પ્રમુખ અને પ્રો. (ડૉ.) એસ. શાંતાકુમાર, વાઇસ ચાન્સેલર, ગુજરાત નેશનલ લો સ્કૂલ, ગાંધીનગર, ડૉ. જે. એમ. વ્યાસ, કુલપતિ, નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી, (National Forensic Sciences University) ગાંધીનગર સાથે MoU પર હસ્તાક્ષર કરવા (GNLU signed MoU with NFSU) માટે ઉપસ્થિત રહ્યા હતા.

આ પરિસંવાદનું નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (National Forensic Sciences University), ગાંધીનગર સ્કૂલ ઓફ લો, ફોરેન્સિક સાયન્સ એન્ડ પોલિસી સ્ટડીઝ અને સ્કૂલ ઓફ ફોરેન્સિક સાયકોલોજી તથા ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી અને ઈન્ડિયન સોસાયટી ઓફ ક્રિમિનોલોજીના સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું હતું.

સમય સાથે કાયદામાં ફેરફાર કરવો પડેઃ જે. એમ. વ્યાસ

અહીં સ્વાગત પ્રવચનમાં ડૉ. જે.એમ. વ્યાસે જણાવ્યું હતું કે, સમયની સાથે સાથે કાયદાઓમાં પણ ફેરફાર કરવો પડે છે. આ માટે મનોવૈજ્ઞાનિક પરિપ્રેક્ષ્યમાં ગુનાની ઓળખ તથા સુધારણા થવી જરૂરી છે. ગુનાની ઓળખ કરવી અને ફોજદારી સુધારણા પ્રણાલીમાં માનવીય અભિગમ અપનાવવો એ સમયની માગ છે.

આ પણ વાંચો- Modi Putin Summit 2021: ભારત-રશિયા વચ્ચે થયા વિવિધ કરારો, 2025 સુધી 50 અબજ ડોલરના રોકાણનું લક્ષ્ય

ગાંધીવાદી વિચારસરણીનું મહત્ત્વનું યોગદાન

નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સના ચેરપર્સન પ્રિયાંક કાનૂન્ગોએ જણાવ્યું હતું કે, સમાજ, નૈતિકતા અને ગુના વચ્ચેના સંબંધને સમજવા ગાંધીવાદી વિચારસરણીનું મહત્ત્વનું (The importance of Gandhian thinking) યોગદાન છે. જેનાથી સમાજમાં સુવ્યવસ્થા સુદૃઢ રહે. વર્તમાન સમયમાં બાળકોની સુરક્ષા માટેના અધિકારો વધુ મજબૂત બને તે માટે કમિશન કાર્યરત્ છે.

આ પણ વાંચો- India's Renewable Energy: અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે ભારતના સૌર ઊર્જા નિગમ સાથે વિશ્વનો સૌથી મોટો પાવર પરચેઝ એગ્રિમેન્ટ કર્યો

આપરાધિક ન્યાય પ્રણાલીની સુક્ષ્મતાને સમજવાનો છે

ઉલ્લેખનીય છે કે, આ પરિસંવાદનો હેતુ કાયદો અને ગુનાવિજ્ઞાનના સંદર્ભમાં આપરાધિક ન્યાય પ્રણાલીની સૂક્ષ્મતાને સમજવાનો છે. મુખ્યત્વે વાયોલન્સ અગેન્સ ચિલ્ડ્રન એન્ડ જુવેનાઈલ જસ્ટિસ (Violence against Children and Juvenile Justice), જેન્ડર બેઝ્ડ વાયોલન્સ (Gender based Violence), ક્રિમિનલ જસ્ટિસ રીફોર્મ્સ (Criminal Justice Reforms), વિક્ટિમોલોજી (Victimology) – વિષય ઉપર ચર્ચા-વિચારણા થઈ રહી છે. આ પ્રસંગે NFSUના એક્ઝિક્યુટીવ રજિસ્ટ્રાર સી. ડી. જાડેજા સહિત કાયદાકીય નિષ્ણાતો, યુનિવર્સિટીના ડિન્સ, વરિષ્ઠ પ્રોફેસર્સ સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.