ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાઈરસનો કહેર યથાવત છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં 1081 જેટલા કોરોના વાઈરસના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે છેલ્લા 24 કલાકમાં 782 કોરોના પોઝિટિવ દર્દીઓ સાજા થયા છે. જ્યારે કુલ 22 જેટલા લોકોના દર્દનાક મોત નીપજ્યાં છે.
છેલ્લા કેટલાય દિવસથી ગુજરાત રાજ્યમાં 1 હજારથી વધુ કેસો સામે આવી રહ્યાં છે. ત્યારે સરકારે આજે વધુ એક માહિતી પસાર કરતા જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં ગુજરાત રાજ્યમાં 11મા ક્રમે ઓછા કેસ આવી રહ્યાં છે. જ્યારે મહારાષ્ટ્રમાં 24 કલાકમાં સૌથી વધુ 9615 કેસો સામે આવ્યા છે. આમ ગુજરાત સરકારે અન્ય રાજ્યો સાથેની સરખામણી પણ કરી છે. જેમાં ગુજરાતમાં 24 કલાકમાં ઓછા કેસ આવે છે, જ્યારે અન્ય રાજ્યોમાં 1500થી વધુ કેસો 24 કલાકમાં સામે આવી રહ્યાં છે
આજના મૃત્યુની વિગતો - સુરત કોર્પોરેશન 10, અમદાવાદ કોર્પોરેશન 4, વડોદરા કોર્પોરેશન 2, ભાવનગર 1, ગાંધીનગર 1, જૂનાગઢ, કચ્છ, રાજકોટ, સુરત - 1