ETV Bharat / city

કોરોના કાળ પછી ઘણુ બદલાયું, ભાવનગરમાં ધનિક વર્ગના બાળકોએ મેળવ્યો સરકારી શાળામાં પ્રવેશ - આર્થિક રીતે સધ્ધર

ભાવનગરની એવી સ્કૂલ શાળા નંબર 25 નગરપ્રાથમીક શિક્ષણ સમિતિની એવી શાળા છે કે જ્યાં આર્થિક સધ્ધર લોકોના બાળકોને પ્રવેશ મેળવવામાં શિક્ષકોને સફળતા મળી છે. શિક્ષણની પદ્ધતિ અને વાલીઓનું આકર્ષણ કાર્ય કરનાર શિક્ષકોએ હાલમાં 25 જેટલા વાલીના બાળકોને પ્રવેશ અપાવવામાં સફળતા મેળવી છે.

school
કોરોના કાળ પછી ઘણુ બદલાયું, ભાવનગરમાં ધનિક વર્ગના બાળકોએ મેળવ્યો સરકારી શાળામાં પ્રવેશ
author img

By

Published : Sep 12, 2021, 7:23 AM IST

  • પૈસાની કમી ના હોઈ તેવા વર્ગના લોકોએ બાળકોને સરકારી શાળામાં પ્રવેશ લીધો
  • ડોકટર,એન્જીનીયર, ઉંચ્ચ સરકારી અધિકારી જેવા વર્ગના 25 બાળકો એક શાળામાં
  • શિક્ષકો અને આચાર્યએ પ્રોફેશનલ વર્ગને સમજાવટથી બાળકોને પ્રવેશ મેળવવામાં સફળ

ભાવનગર: શિક્ષણ ક્ષેત્રે સરકારી શાળાનું નામ આવે એટલે પછાત વર્ગ કે ગરીબ વર્ગના બાળકોની શાળા આ માનસિકતા સમાજમાં બંધાયેલી છે, ત્યારે ભાવનગર મહનગરપાલિકાની એક શાળાના શિક્ષકો અને આચાર્યની મહેનતે એવા લોકોના બાળકોને પ્રવેશ અપાવ્યો છે કે જેને કોઈ પૈસાની કોઈ કમી નથી પણ સરકારી શિક્ષકોની કામગીરી ઓર વિશ્વાસ મુક્યો છે. તો કેટલાક કોરોનાકાળમાં આર્થિક બચતમાં પણ કેટલાક પ્રોફેશનલ વર્ગના બાળકોએ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે જોઈએ અહેવાલ

આર્થિક રીતે સધ્ધર 25 બાળકોને સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો

ટેકનોલોજીના સમયમાં વધતા શિક્ષણ સ્તરના પ્રમાણમાં શિક્ષણ સરકારી ક્ષેત્રે નબળું થતું હોવાની એક ઉભી થયેલી માનસિકતા છે. આ માનસિકતાને દૂર કરવા કેટલાક શિક્ષકોએ પ્રયાસ શરૂ કર્યા છે. આ શાળાના શિક્ષકો અને આચાર્યએ મહેનત કરીને 25 જેટલા એવા વર્ગના લોકો જેને પૈસાની કમી નથી બસ શિક્ષણ સ્તર સારું હોવું જોઈએ તેવું માનનારા બાળકોને પ્રવેશ અપાવવામાં સફળ થયા છે. ધોરણ એક થી 4 સુધીમાં બાળકોનો પ્રવેશ છે જેમાં સૌથી વધુ પ્રવેશ ધોરણ 1 ને 2 માં લેવામાં આવ્યા છે.

કોરોના કાળ પછી ઘણુ બદલાયું, ભાવનગરમાં ધનિક વર્ગના બાળકોએ મેળવ્યો સરકારી શાળામાં પ્રવેશ

આ પણ વાંચો : આ પરંપરાગત મોદક સાથે વિઘ્નહર્તાના આશિર્વાદ મેળવો

શાળામાં કેવું શિક્ષણ શિક્ષકો આપી રહ્યા છે અને શું પ્રવૃતિઓ

શાળા નંબર 25 એ વી સ્કૂલમાં શિક્ષકો ધોરણ 1 અને 2 માં બાળકોને સહેલાઈથી રમત રમતમાં શિક્ષણ મેળવે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે. શિક્ષકોએ બનાવેલા જાતે અલગ અલગ રમકડા મારફત બાળકોને સહેલાઈથી રમતા રમતા શીખવાડે છે જેથી બાળકોને સરળતાથી સમજાઈ રહ્યું છે. બાળકો ખુશી રમે છે અને વ્યાકરણ થી લઈને વાંચન અને લેખન બંને શીખી રહ્યા છે ઉભું કરાયેલું વાતાવરણ બાળકોને પ્રિય લાગે છે અને શિક્ષણનો ભાર પણ લાગતો નથી.

આ પણ વાંચો : ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કેમ આપ્યું રાજીનામુ?

ખાનગી શાળા કરતા સરકારી શાળામાં બાળક વધુ શીખે છે

છેલ્લા 2 વર્ષથી ખાનગી શાળામાં બાલમંદિરમાં અભ્યાસ કરાવનાર ડોકટર માતા લક્ષ્મીબેન મેર જણાવી રહ્યા છે કે ખાનગી શાળામાં બે વર્ષ હજારોની ફી આપવા છતાં મારા બાળકને અંતે મારે જ મારા બાળકને શિખવાડવુ પડે છે ,તો ખાનગી શાળાનો મતલબ શુ છે ત્યારે સરકારી શાળામાં મારુ બાળક થોડા સમયમાં ઘણું શીખ્યું છે અને શિક્ષણની પદ્ધતિ મેં જોઈ એટલે એ માનસિકતા ખોટી છે કે સરકારી શાળામાં શિક્ષણ સ્તર નીચું હોઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.