ગાંધીનગર: મળતી માહિતી પ્રમાણે ચોમાસાની સિઝનમાં 5,51,728 હેક્ટર વિસ્તારમાં ધાન્ય પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે, જે કુલ વાવેતરમાં 40.79 ટકા ધાન્ય પાકોનું વાવેતર થયું છે. જ્યારે રાજ્યમાં ચાલુ વર્ષે 22,00,967 હેક્ટર વિસ્તારમાં ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું છે જે વાવેતરની ટકાવારી 92.02 ટકા નોંધાઈ છે, જ્યારે છેલ્લા ત્રણ વર્ષમાં ચાલુ વર્ષે મગફળીનું સૌથી વધુ વાવેતર ગુજરાતમાં ચોમાસાની સિઝન દરમિયાન કરવામાં આવ્યું છે.
મગફળીની જો વાત કરવામાં આવે તો રાજ્યમાં 19,70,399 હેક્ટર વિસ્તારમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે. આમ મગફળી બાદ રાજ્યમાં સૌથી વધુ વાવેતર કપાસનું નોંધવામાં આવ્યું છે. જેમાં મગફળીના વાવેતરની ટકાવારી 127.94 ટકા નોંધાઇ છે. જ્યારે કપાસ નું 20,33,467 હેકટર વિસ્તારમાં વાવેતર કરવામાં આવ્યું છે.