ETV Bharat / city

વરસાદની ખેંચથી પાક બચાવવા 9.5 લાખ એકર જમીનને પાણી આપવાનું શરૂ  : CM વિજય રૂપાણી - સિંચાઈનું પાણી

સિંચાઇ માટે તાત્કાલિક પાણી આપવાની રજૂઆતને પગલે સીએમ રુપાણીએ મહત્ત્વનો નિર્ણય લીધો છે. 56 જળાશયોમાં 30 સપ્ટેમ્બર 2021 સુધી પીવાનું પાણી આરક્ષિત રાખીને બાકીનું પાણી સંબંધિત વિસ્તારની માગ મુજબ કમાન્ડ વિસ્તારના ખેડૂતોના ઊભા પાકને બચાવવા આપવામાં આવશે.

વરસાદની ખેંચથી પાક બચાવવા 9.5 લાખ એકર જમીનને પાણી આપવાનું શરૂ  : CM વિજય રૂપાણી

author img

By

Published : Aug 17, 2021, 6:54 PM IST

  • સીએમ વિજય રૂપાણીએ વરસાદ ખેંચાતા કર્યો મહત્વનો નિર્ણય
  • ઉભા પાકને બચાવવા 39 જળાશયોથી પાણી છોડવામાં આવશે
  • 9.5 લાખ એકરને સિંચાઇ પાણીનો લાભ મળશે

    ગાંધીનગર : રાજ્યમાં પ્રવર્તમાન ચોમાસાની પરિસ્થિતિમાં વરસાદ ખેંચાવાને કારણે ખેડૂતો, જનપ્રતિનિધિઓ અને પદાધિકારીઓએ મુખ્યપ્રધાન વિજય રૂપાણી સમક્ષ ખેડૂતોને સિંચાઇ માટે તાત્કાલિક પાણી આપવાની રજૂઆત કરીને ઉભા પાકને બચાવવા માટે જળાશયોમાંથી પાણી છોડવાની અરજી કરી હતી. જે રજૂઆતોનો ત્વરિત પ્રતિસાદ આપતા સીએમ રૂપાણી એ જે બંધો-જળાશયોમાં પાણી ઉપલબ્ધ છે તે પૈકી પીવાના પાણી માટેના 56 જળાશયોમાં 30 સપ્ટેમ્બર 2021 સુધી પાણી આરક્ષિત રાખીને બાકીનું પાણી સંબંધિત વિસ્તારની માગ મુજબ કમાન્ડ વિસ્તારના ખેડૂતોના ઊભા પાકને બચાવવા આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય તાજેતરમાં કર્યો છે.

39 જળાશયો માંથી આપવામાં આવી રહ્યું છે પાણી

જળસંપત્તિ સચિવએ જણાવ્યું હતું કે, સીએમના ખેડૂત હિતલક્ષી નિર્ણયને પરિણામે જે વિસ્તારોમાંથી સિંચાઇના પાણી માટે માગણી આવેલી છે તે વિસ્તારમાં ખેડૂતોના ઊભા પાકને બચાવવા માટે 39જળાશયોમાંથી કુલ 9.5 લાખ એકર જમીનને સિંચાઇ માટે પાણી આપવામાં આવી રહ્યું છે. તદઅનુસાર, સૌરાષ્ટ્ર વિસ્તારમાં કુલ 141 પૈકી 36 ડેમોમાં પીવાનું પાણી બે માસ માટે આરક્ષિત કરેલું છે. સૌરાષ્ટ્રના 79 ડેમોમાંથી 1,48,200 એકર વિસ્તારને સિંચાઇ માટે પાણી આપવાનું આયોજન કરવામાં આવેલું છે. જે પૈકી હાલમાં 23 ડેમમાંથી પાણી આપવામાં આવી રહેલું છે.

ક્યાં ડેમમાંથી સિંચાઈનું પાણી આપવામાં આવી રહ્યું છે

જામનગર જિલ્લાના ઉંડ-1, સસોઇ, પન્ના, આજી-4 ફૂલઝર-1, ફૂલઝર-2, ફૂલઝર કોટડા, વોડીસંગ, વીજરખી, ઉંડ-3, સપડા, ઉમીયાસાગર અને રૂપારેલ એમ કુલ 13 ડેમમાંથી સિંચાઇ માટે પાણી આપવાનું શરૂ કરેલ છે, જ્યારે રાજકોટ જિલ્લામાં આજી-2, આજી-3 અને ન્યારી-2 ડેમમાંથી પાણી આપવાનું શરૂ કરેલ છે. મોરબી જિલ્લાના બ્રાહ્મણી-1, ડેમી-1 ઘોડાધ્રોઇ અને ડેમી-2 ડેમમાંથી તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના ફલકુ ડેમમાંથી પાણી આપવાનું શરૂ કરેલું છે. પોરબંદર જિલ્લાના સોરઠી અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના વેરાડી-2 ડેમમાંથી સિંચાઇ માટે પાણી આપવામાં આવી રહ્યું છે.

ઉત્તર ગુજરાતમાં પાણી છોડવામાં આવ્યું

ઉત્તર ગુજરાતમાં ધરોઇ ડેમમાં પીવાનું પાણી આરક્ષિત રાખ્યા બાદ 37050 એકર વિસ્તારને 2 પાણી આપવાનું આયોજન કરેલું છે. આ અંગે આ વિસ્તારની માંગણી આવ્યેથી પાણી આપવાનું શરૂ કરવામાં આવશે, ઉપરાંત મધ્ય ગુજરાતમાં કુલ 13 ડેમોમાંથી 5,18,700 એકર વિસ્તારને સિંચાઇ માટે પાણી આપવાનું આયોજન કર્યું છે. આ આયોજન પૈકી કડાણા જળાશયમાંથી મહી કમાન્ડ વિસ્તારમાં 6000 ક્યુસેક પાણી સિંચાઇ માટે આપવામાં આવી રહેલ છે. આ ઉપરાંત પાનમ, કરાડ,વઢવાણા, વાત્રક, મેશ્વો, હાથમતી, કરજણ, સુખી, દેવ, પાટાડુંગરી, એદલવાડા ડેમમાંથી પાણી આપવામાં આવી રહેલ છે.

દક્ષિણ ગુજરાતમાં પણ આયોજન

દક્ષિણ ગુજરાતના દમણગંગા, ઉકાઇ, જૂજ, કેલીયા, કાકરાપાર અને ગોરધા જળાશયોમાંથી પાણી આપીને 4,69,300 એકર વિસ્તારને સિંચાઇનું આયોજન કરેલું છે. આ આયોજન પૈકી ઉકાઇ, કાકરાપાર, દમણગંગા અને ગોરધા વીયરમાંથી પાણી આપવામાં આવી રહયું છે. આમ, સમગ્રતયા ગુજરાત રાજ્યમાં વરસાદ ખેંચાવાની પરિસ્થિતિમાં સીએમ રૂપાણીએ મહત્વના નિર્ણય અનુસાર જે વિસ્તારમાં સિંચાઇના પાણીની માગણી આવેલ છે તે વિસ્તારમાં ઉભા પાકને બચાવવા માટે 39 જળાશયોમાંથી 9.5 લાખ એકર જેટલા વિસ્તાર માટે પાણી આપવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચોઃ સરકારનો નિર્ણય : B.SC નર્સિંગમાં એડમિશન માટે NEET નહીં, ધોરણ 12 પરિણામ પર થશે એડમિશન

આ પણ વાંચોઃ લીંબડીમાં જન આશીર્વાદ યાત્રામાં હાજરી આપતાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.