અમદાવાદઃ વિધાનસભામાં દરિયાપૂરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને જમાલપુર-ખાડીયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા પોતાના (MLA Imran Khedawala Statement) વિરોધ કરવાની અલગ રીતથી જાણીતા છે. ત્યારે આ વખતે ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ વિધાનસભામાં અમદાવાદના મૃતપ્રાય થઈ રહેલા (Ahmedabad Textile industries in trouble) કાપડના નાના ઉદ્યોગોને લઈને મુદ્દો ઉઠાવ્યો (Issue of textile industries in Ahmedabad) હતો.
પાકિસ્તાન અને બાંગ્લાદેશના શહેરો અમદાવાદ કરતા આગળ: ઈમરાન ખેડાવાલા
જમાલપુર ખાડીયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ વિધાનસભા શરૂઆત આ અગાઉ જણાવ્યું હતું કે, એક સમયે અમદાવાદ પૂર્વનું માનચેસ્ટર ગણાતું (Imran Khedawala on Ahmedabad Manchester) હતું, જે આજે પરિસ્થિતિ એવી છે કે, અમદાવાદમાં 3,000 કરતાં વધુ કાપડના નાના ઉદ્યોગો મૃતપ્રાય થઈ (Ahmedabad Textile industries in trouble) ચૂક્યા છે. બેરોજગાર બનેલા કાપડના કારીગરો વ્યસનના રવાડે ચઢી રહ્યા છે. કેટલાકે આત્મહત્યા કરી છે. પરિસ્થિતિ એવી છે કે, પાકિસ્તાન અને બાંગ્લાદેશના શહેરો કાપડ ઉદ્યોગમાં ગુજરાતના શહેરો કરતા આગળ નીકળી (Imran Khedawala on Pakistan Bangladesh) રહ્યા છે.
આ પણ વાંચો- Dam protest in Dharampur: ધરમપુરમાં ડેમ વિરોધની રેલીમાં લોકોનું ઘોડાપુર ઉમટ્યું
સરકાર ઉદ્યોગોને બચાવે તેવી અપીલ
ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ (MLA Imran Khedawala Statement) આ નાના ઉધોગોને મદદ કરી બચાવી લેવા સરકારને અપીલ કરી હતી.