- નવા પ્રધાનમંડળના પીએ, પીએસ બાબતે નો રીપીટ ફોર્મ્યુલા
- જૂના પ્રધાનો સાથે ફરજ નિભાવેલ અધિકારીઓને રીપીટ નહીં કરાય
- નવા પ્રધાનો સોમવારે ઓફિસનો ચાર્જ લે તેવી શક્યતાઓ
- હજુ જૂના પ્રધાનોના કાર્યલય નથી થયા સંપૂર્ણ ખાલી
- જ્યાં સુધી નવા પ્રધાનો ચાર્જ ન લે ત્યાં સુધી પત્રકારોને પણ નો એન્ટ્રી
ગાંધીનગર : મળતી માહિતી પ્રમાણે સ્વર્ણિમ સંકુલ-1 અને સ્વર્ણિમ સંકુલમાં જૂના પ્રધાનોની ઓફિસ હજુ પણ સંપૂર્ણ રીતે ખાલી થઈ નથી જ્યારે જૂના પ્રધાનોના કર્મચારીઓ દ્વારા સ્વર્ણિમ સંકુલ 1 અને 2માં જૂના પ્રધાનોની ઓફિસ ખાલી કરવાની કામગીરી છેલ્લા બે દિવસથી ચાલુ છે. ત્યારે નવા પ્રધાનો સોમવારે ઓફિસે સંપૂર્ણપણે ખાલી થઈ જાય અને GAD દ્વારા તમામ પ્રધાનો અને ઓફિસની ફાળવણી થઈ ગયા પછી જ ઓફિસનો ચાર્જ સંભાળશે. ઉલ્લેખનીય છે કે હજુ સુધી જૂના પ્રધાનોની nameplate પણ કાઢવામાં આવી નથી જેને લઇને અત્યારે તમામ પ્રકારની કામગીરી તાબડતોબ હાથ ધરવામાં આવી છે અને મળતી માહિતી પ્રમાણે શનિવાર સુધીમાં સ્વર્ણિમ સંકુલ 1 અને 2 માં જૂના તમામ પ્રધાનોના નામ હટાવીને નવા પ્રધાનોના નામની પ્લેટ મુકવામાં આવશે ત્યારબાદ જ પત્રકારોને પણ પ્રવેશ માટેની મંજૂરી આપવામાં આવશે.
કાર્યકરોનું માન ન જળવાયું હોય તેવા અધિકારીઓની નિમણુૂક નહીં
મળતી માહિતી પ્રમાણે જૂના પ્રધાન અને ત્યાં પીએ,પીએસ રહી ચૂકેલા અધિકારીઓ અથવા તો ભૂતકાળમાં જે પ્રધાન કાર્યાલયમાં ફરજ બજાવતા અધિકારીઓની છબી ખરડાઇ હોય તેમને રીપીટ કરવામાં નહીં આવે આ સાથે જ અન્ય ધારાસભ્ય અથવા તો કાર્યકરોમાં માન જાળવ્યું હોય તેવા અધિકારીઓને પણ પીએ, પીએસ તરીકે રીપીટ નહીં કરાય એવી પણ ચર્ચાઓ સચિવાલયમાં વહેતી થઇ છે. આ ઉપરાંત સૂત્ર તરફથી મળતી માહિતી પ્રમાણે જો કોઈ પણ કેબિનેટ અથવા તો રાજ્યકક્ષાના પ્રધાનોએ જૂના પીએ,પીએસને રીપીટ કરવા હશે તો મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની પૂર્વ મંજૂરી પણ લેવી પડશે.
નવા પ્રધાનોને મીડિયાથી દુર રખાશે
16 સપ્ટેમ્બરના રોજ મુખ્યપ્રધાન નરેન્દ્ર પટેલને કેબિનેટ અને રાજ્યકક્ષાના પ્રધાન અને સપથવિધી બાદ પ્રથમ કેબિનેટ બેઠક યોજાઈ હતી અને બેઠકમાં ખાતાઓની ફાળવણી પણ કરવામાં આવી હતી. જ્યારે કેબિનેટ બેઠક બાદ ભાજપના હેડક્વાર્ટર એવા કમલમ ખાતે નવા પ્રધાનોની અને ધારાસભ્યોની બેઠક યોજાઇ હતી જેમાં સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે ભાજપના મોવડીમંડળ દ્વારા તમામ નવા પ્રધાનોને ખાસ સુચના આપવામાં આવી છે. જેમાં સાત દિવસની અંદર પોતાના વિભાગની તમામ માહિતીથી સજ્જ થઈ જાય અને ત્યારબાદ જિલ્લા પ્રવાસ યાત્રા સ્વરૂપે કરવાની સૂચના આપવામાં આવી છે. આ સાથે જ કોઈપણ પ્રધાન કે તેમના પરિવારજનોએ મીડિયા સમક્ષ કોઈપણ પ્રકારના નિવેદન કે ઇન્ટરવ્યૂ આપવાની પણ મનાઈ ફરમાવવામાં આવી હોવાની માહિતી સૂત્રો તરફથી પ્રાપ્ત થઇ છે.
આ પણ વાંચોઃ નવી ટીમના નેતૃત્વમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતાશે ખરી? જાણો તમામ સમીકરણ…
આ પણ વાંચોઃ નવા સીએમ ભૂપેન્દ્ર પટેલની નવી ટીમ સાથેનું બેલેન્સ પ્રધાનમંડળ