ETV Bharat / city

ગતિશીલ ગુજરાતમાં ખેતમજૂરોનું લઘુતમ વેતન ઓછુ: ઈમરાન ખેડાવાલા - Congress MLA Imran Khedawala

કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ આજે સોમવારે વિધાનસભા ગૃહમાં ગુજરાતના ખેત મજુરોને મળતા લઘુતમ વેતન અંગે પ્રશ્ન પૂછ્યો હતો. તેના જવાબમાં સરકાર તરફથી જે જવાબ મળ્યો હતો. તેને લઈને ઇમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું કે, ગતિશીલ ગુજરાતમાં ખેત મજૂરોના વેતન દર સૌથી ઓછા છે.

ગુજરાત વિધાનસભા
ગુજરાત વિધાનસભા
author img

By

Published : Mar 22, 2021, 5:25 PM IST

Updated : Mar 22, 2021, 5:48 PM IST

  • ગતિશીલ ગુજરાતમાં ખેત મજૂરોના વેતન દર સૌથી ઓછા
  • ગુજરાતમાં ખેતમજૂરોને લઘુતમ વેતન રૂપિયા 178
  • સૌથી વધુ વેતન આપતું રાજ્ય કેરળ

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ ગુજરાતના ખેત મજુરોને મળતા લઘુતમ વેતન અંગે પ્રશ્ન પૂછ્યો હતો. તેના જવાબમાં સરકાર તરફથી જે જવાબ મળ્યો હતો. તેને લઈને ઇમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું કે, ગતિશીલ ગુજરાતમાં ખેત મજૂરોના વેતન દર સૌથી ઓછા છે. ગુજરાતમાં ખેતમજૂરોને લઘુતમ વેતન રૂપિયા 178 છે. સૌથી વધુ વેતન આપતું રાજ્ય કેરળ છે. જે રૂપિયા 410 વેતન આપે છે. ગુજરાત કરતા 20 રાજ્યો આગળ છે. છેલ્લા પાંચ વર્ષમાં આ દર સમાન છે. સરકારે જાન્યુઆરીમાં ખેતમજૂરો માટે દૈનિક રૂપિયા 268 લઘુતમ વેતનના દર નક્કી કર્યા હોવાનું કહ્યું હતું. પણ ચોપડામાં 178 જ છે.

ગતિશીલ ગુજરાતમાં ખેતમજૂરોનું લઘુતમ વેતન ઓછુ: ઈમરાન ખેડાવાલા

આ પણ વાંચોઃ ગુજરાત સરકારે 197 કરોડ રૂપિયામાં વિમાન ખરીદ્યું, હજુ સુધી નથી કર્યો ઉપયોગ

ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી મુલતવી રાખવા અનુરોધ

ઇમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. ત્યારે ચૂંટણી કમિશન દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત કરાઈ છે. અમદાવાદમાં છેલ્લા થોડા દિવસથી કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. કોરોનાને કાબૂમાં લેવામાં સરકાર નિષ્ફળ રહી છે. ત્યારે ફરી ચૂંટણી યોજીને સરકાર કોરોનાના નવા કેસ ઉભા કરી રહી છે. પ્રાઈવેટ હોસ્પિટલમાં કોરોનાની સારવાર બંધ કરવામાં આવી છે. આ સમયે ચૂંટણી દરમિયાન રેલી, સરઘસ, વગેરેથી કોરોનામાં વધારો થઈ શકે છે.

આ પણ વાંચોઃ શહેરી વિસ્તારમાં માલ મિલકત પર વેરા માફીની વિધાનસભા ગૃહમાં કોંગ્રેસે કરી માગ

ધારાસભ્યએ ટ્વીટ કરીને ચૂંટણી ન યોજવા અપીલ કરી

ધારાસભ્યએ ટ્વિટ કરીને ચૂંટણી નહિં યોજવા મુદે અપીલ કરી છે. તેમજ એક બાજુ ધંધા રોજગાર મરી પડ્યા છે. ત્યારે સરકારે કોરોનાના કેસ ઓછા ના થાય ત્યાં સુધી ચૂંટણી ના યોજવી જોઈએ.

Last Updated : Mar 22, 2021, 5:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.