ETV Bharat / city

Grade pay issue : HM Harsh Sanghvi સાથે પોલીસ પરિવારજનોની બેઠક પૂર્ણ, કોઇ સ્પષ્ટતા નહીં

ગ્રેડ પે મામલે ( Grade pay issue ) ગૃહપ્રધાન હર્ષ સંઘવી ( HM Harsh Sanghvi ) સાથે પોલીસ પરિવારના સભ્યોની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ખાતે યોજવામાં આવી હતી. જોકે એક કલાક જેટલો સમય સુધી ચાલેલી બેઠક પૂર્ણ થયા બાદ પણ ગ્રેડ પે વધારવા મામલે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી.

Grade pay issue : HM Harsh Sanghvi સાથે પોલીસ પરિવારજનોની બેઠક પૂર્ણ, કોઇ સ્પષ્ટતા નહીં
Grade pay issue : HM Harsh Sanghvi સાથે પોલીસ પરિવારજનોની બેઠક પૂર્ણ, કોઇ સ્પષ્ટતા નહીં
author img

By

Published : Oct 28, 2021, 6:04 PM IST

  • ગ્રેડ પે મામલે સરકારે કોઈ સ્પષ્ટતા ન કરી
  • પોલીસ પરિવારના સભ્યોએ ગોળ ગોળ વાતો કરી
  • સચિવાલય ખાતે યોજાઈ બેઠક

ગાંધીનગર : છેલ્લા કેટલાક દિવસથી ગ્રેડ પે મામલે ( Grade pay issue ) ચાલી રહેલું આંદોલન દિવસે-દિવસે ઉગ્ર બનતું જઈ રહ્યું છે. ત્યારે આ આંદોલનને થાળે પાડવાના હેતુસર તેમજ કેટલીક માગોને ધ્યાનમાં રાખી 15 જેટલા મુદ્દાઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગૃહપ્રધાન હર્ષ સંઘવી ( HM Harsh Sanghvi ) ગુજરાત રાજ્ય ડીજીપી આશિષ ભાટિયા એસ.પી. મયુર ચાવડા તેમજ પોલીસ પરિવારજનોની સંયુક્ત બેઠક યોજાઇ હતી. પરંતુ બેઠક પૂર્ણ થયા બાદ પણ પોલીસ પરિવારના સભ્યો દ્વારા ગોળગોળ વાતો કરવામાં આવી હતી. પરંતુ બેઠકનો કોઈ નિષ્કર્ષ નીકળ્યો ન હતો. કયા મુદ્દા સ્વીકારવામાં આવ્યા છે તેને લઇને સૌ સ્પષ્ટતા કરવાથી અળગા રહ્યાં હતાં.

પોલીસ પરિવારના સભ્યોએ પણ બેઠક પૂર્ણ થયા બાદ ગોળગોળ વાતો કરી

બેઠક પૂર્ણ થયા બાદ પોલીસ પરિવારના સભ્યો બહાર નીકળ્યા હતાં. જ્યાં તેમણે મીડિયા સાથે વાતચીત કરતાં ગોળ ગોળ વાતો કરી હતી અને આગામી સમયમાં પોઝિટિવ આ બેઠક થયા બાદ વિચારી રહ્યા છે તેવું તેમણે જણાવ્યું હતું . તેમ જસરકાર તેની વધુ સ્પષ્ટતા કરશે તેવું કહ્યું હતું. જોકે કયા મુદ્દાઓ સ્વીકારવામાં આવ્યાં છે, આ બેઠકમાં શું વાતચીત થઇ છે, શું નિર્ણય લેવાયો છે તેને લઈને કોઈ સ્પષ્ટતા પોલીસ પરિવારજનો દ્વારા નહોતી આવી.

એક કલાક સુધી બેઠક થયા બાદ પણ કોઇ સ્પષ્ટતા નહીં

હર્ષ સંઘવીએ કહ્યું આ અમારા પરિવારનો મામલો

જેમની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ હતી તેવા ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ( HM Harsh Sanghvi ) કહ્યું હતું કે, અમારા પરિવારનો મામલો છે અમારા પરિવાર સાથે બેઠક યોજાઇ છે. ફક્ત આટલી જ વાત કરી હતી. પરંતુ ( Grade pay issue ) કોઈ સ્પષ્ટતા કરવામાં નહોતી આવી. જોકે આ પહેલાં ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે બે દિવસથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને ક્લોઝ કરવામાં આવ્યું હતું. પોલીસ પરિવારના આંદોલનકારી સભ્યોને ગાંધીનગર પોલીસે ત્યાંથી હટાવ્યાં હતાં.

સચિવાલય ગેટ નંબર 6 ખાતે પોલીસ પરિવારજનોએ વિરોધ કર્યો

ગૃહપ્રધાન હર્ષ સંઘવી સાથે બેઠક બાદ સચિવાલય ગેટ નંબર 6 ખાતે પોલીસ પરિવાર જનોએ વિરોધ કર્યો હતો. મહિલાઓ કર્યો વિરોધ કર્યો હતો. 2 મહિનાની બહેરધારી આપી છતાં વિરોધ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ પોલીસ આંદોલનમાં પરિવારજનો સાથે બાળકો પણ જોડાયા, 4 યુવાનોએ અન્ન જળનો કર્યો ત્યાગ

આ પણ વાંચોઃ DGP ઓફિસથી પોલીસ પરિવારનું આંદોલન મોકૂફ, સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન યથાવત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.