- રાજ્યમાં 10 હજાર સેન્ટરોમાં બાળકો અને માતાઓને રસી આપવાનું કામ થયું
- ગાંધીનગર જિલ્લાના બોરીજ ગામમાં મમતા દિવસનો યોજાયો કેમ્પ
- વર્ષે 12 લાખ બાળકોનો જન્મ થાય છે, જેમને કરવામાં આવે છે રસીથી સુરક્ષિત
- બુધવારે અને રવિવારે વેક્સિન બંધ રહેશે
ગાંધીનગર: કોરોના રસી (Corona vaccine)ના પગલે મમતા દિવસ નિમિતે આ કેમ્પ મોટા પ્રમાણમાં નિયમિત થતાં નહોંતા જ્યારે હવેથી દર બુધવારે આ પ્રકારે કેમ્પ દરેક જગ્યાએ કરવામાં આવશે. આ સંદર્ભે હાજર રહેલા નીતિન પટેલે (Nitin Patel)ની હાજરીમાં ગાંધીનગર જિલ્લાના બોરીજ ખાતેની પ્રાથમિક શાળા નંબર-1 ખાતે આ કેમ્પનું આયોજન કરાયુ હતું. જેમાં તેઓએ કહ્યું કે, દર વર્ષે 12 લાખ બાળકોનો જન્મ થાય છે. બાળકો અને માતાઓને રસી દ્વારા સુરક્ષિત કરવાનું કામ કરવામાં આવે છે. રાજ્યના 10 હજાર સેન્ટરોમાં બાળકો અને માતાઓને રસી આપવાનું કામ કરવામાં આવે છે. કોરોનાની રસીની વાત કરીએ તો મેડિકલ કર્મચારીઓ છેલ્લા 2 વર્ષથી પ્રજાલક્ષી કામ કરી રહ્યા છે, માટે હવે બુધવારે અને રવિવારે વેક્સિન બંધ રહેશે.
ટીબી, ધનુર, ઓરી જેવા 10 રોગો સામે રક્ષણ મળી શકે માટે અપાય છે બાળકોને રસી
નાયબ મુખ્ય પ્રધાને કહ્યું કે, "મમતા દિવસના રોજ બાળકનું રસીકરણ કરવામાં આવે છે. બાળકોને અપાતા રસીકરણથી રોકી શકાય તેવા 10 રોગ સામે આ રસીકરણ કારગત છે. જેમાં ટીબી, ધનુર, ઓરી, કમળો, પોલીયો, ન્યૂમોનિયા વગેરે સામે રક્ષણ મળી શકે છે. જેથી આ કાર્યક્રમનું નામ ઇન્દ્રધનુષ રાખવામાં આવ્યું છે. આશા વર્કર દ્વારા ઘરે ઘરે જઈને રસી આપવા માટે જણાવવામાં આવે છે. 12 લાખ બાળકોને રસીકરણનો લાભ મળ્યો છે. નોકરી-ધંધામાં અને ઓછા જાણકાર હોય અને ગુજરાત બહારના હોય તેવા લોકો વતન જાય ત્યારે રસીથી વંચિત રહી જતા હોય છે. વંચિત હોય તેમને રસી અપવાનું કામ ગુજરાત સરકાર કરે છે."
પોલિયોની જેમ જુદા રોગોથી મુક્ત કરવા રસીકરણ કરવામાં આવે છે
1 લાખ જેટલા બાળકો એવા હશે જે રસી નહીં લઇ શક્યા હોય. પોલિયો મુક્ત ગુજરાત અને ભારત બનાવ્યું તેમ જુદા જુદા રોગોથી મુક્ત કરવા રસીકરણ કરવામાં આવે છે. આ રસીકરણ વિના મૂલ્યે કરવામાં આવે છે. સુખી સંપન પરિવાર 500થી 1 હજાર રૂપિયા ખર્ચે એ પછી ખાનગી હોસ્પિટલમાં રસી આપવામાં આવતી હોય છે. દર બુધવારે મમતા દિવસ વર્ષોથી થાય છે. બાળકની સુખાકારી માટે આરોગ્ય વિભાગનો નક્કી કરેલો આયોજિત કારેલ કાર્યક્રમ છે. તેવું નીતિન પટેલે જણાવ્યું હતું.
આવતી કાલે નવા 4 લાખ ડોઝ વેક્સિન ના મળશે, 3 કરોડને અત્યાર સુધી રસી અપાઈ
આરોગ્ય પ્રધાને વધુમાં કહ્યું કે, અત્યાર સુધી 3 કરોડ કેટલા ગુજરાતીઓને વેક્સિન આપવામાં આવી છે. 10થી 12 હજાર કે 14 હજાર દર્દી કોરોનાના નોંધાતા હતા. પરંતુ અત્યારે કોરોનાનું સંક્રમણ ઓછું થઈ રહ્યું છે ત્યારે મમતા દિવસને મહત્વ આપવામાં આવી રહ્યું છે. અત્યારે કોરોનાના 30થી 35 કેસો આવી રહ્યા છે. જેથી રસીકરણનું કામ એટલું મહત્વનું અત્યારના સંજોગોમાં રહેતું નથી. આજે આપણી પાસે ત્રણ લાખ કરતાં વધુ કોરોના વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ છે. આવતીકાલે ચાર લાખ જથ્થો નવો મળશે.
આ પણ વાંચો: Congress Slams BJP Govt: રસીકરણ મુદ્દે ગુજરાતના નાગરિકો સાથે રમત રમવાનું બંધ કરો
પાંચ વર્ષની ઉજવણી કરવા માટે પ્રધાનો અને સચિવની કમિટિ બનાવી
તેમણે વધુમાં ઉમેર્યું કે, રૂપાણી સરકારને પાંચ વર્ષ થશે. જેમાં પાંચ વર્ષમાં મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતની 6 કરોડ જનતાની સેવા કરી છે. વિવિધ યોજના લાગુ કરી છે તમામ વર્ગને ફાયફો થાય તેવી યોજના 5 વર્ષમાં કરી છે. કુદરતી પડકારનો સામનો કરીને ગુજરાતને આગળ વધાર્યું છે. પાંચ વર્ષની ઉજવણી કરવા માટે પ્રધાનો અને સચિવની કમિટિ બનાવી છે જેમાં ભૂપેન્દ્રસિંહને જવાબદારી આપી છે. પાંચ વર્ષની ઉજવણીનો કાર્યકમ હજુ નક્કી થયો નથી, આગામી દિવસોમાં કાર્યક્રમ ક્યાં યોજવો તે નક્કી થશે.
હવે ડોકટરો હડતાલ કરશે તો સરકાર પગલાં ભરશે
ભથ્થા મામલે ઇન્ટર્ન ડોક્ટરોએ કરેલા વિરોધ મામલે કહ્યું, કોઈ ડોકટર મારી પાસે આવ્યા નથી, ડોકટરોએ સરકારનો આભાર માનવો જોઈએ ઇન્ટર્ન ડોક્ટરને સેવા કરવાની તક આપી છે. સરકાર સ્ટાઈપેન્ડ આપે છે અને ઉપરાંત વધુ ચુકવણુ આપવામાં આવે છે પરંતુ કારણોસર રકમ ચુકવણી બાકી રહી ગઈ છે પરંતુ આજે ચૂકવાઈ જશે. ઇન્ટર્નશિપ કરતા વિધાર્થીઓ ડોકટર નથી ફાઈનલ વર્ષમાં આવે ત્યારે ઇન્ટર્નશિપ કરી શકે છે પરંતુ ગુજરાત સરકાર તેમને પહેલા વર્ષથી ઇન્ટર્નશિપ કરવા દે છે. હવે ડોકટરો હડતાલ કરશે તો સરકાર પગલાં ભરશે. તેવું નીતિન પટેલે સ્પષ્ટ જણાવ્યું હતું.