ETV Bharat / city

પાટનગરના માર્ગો ઉપર ભગવાન જગન્નાથ દર્શન આપવા નહીં નીકળે

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં 1985થી સેક્ટર 22 પંચદેવ મંદિરથી ભગવાન જગન્નાથ નગરજનોને દર્શન આપવા આવતાં હતાં. પરંતુ કોરોના વાયરસની મહામારીને લઈને આગામી 23 જૂનના રોજ નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રા રદ કરવામાં આવી છે. માત્ર સેક્ટર 22 પંચદેવ મંદિરથી ચ રોડ ઉપરથી પસાર થઈને જલારામ મંદિર સેક્ટર 29 ખાતે પહોંચશે. જ્યાંથી નિજ મંદિરે ભગવાનના રથને પરત લાવવામાં આવશે.

પાટનગરના માર્ગો ઉપર ભગવાન જગન્નાથ દર્શન આપવા નહીં નીકળે
પાટનગરના માર્ગો ઉપર ભગવાન જગન્નાથ દર્શન આપવા નહીં નીકળે
author img

By

Published : Jun 8, 2020, 7:56 PM IST

ગાંધીનગરઃ સમગ્ર દેશમાં અષાઢી બીજના રોજ ભગવાન જગદીશ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા નગરજનોને દર્શન આપવા માટે રથમાં બિરાજમાન થઇને નીકળતા હોય છે. અમદાવાદમાં પણ સૌથી મોટી રથયાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે. જ્યારે ગાંધીનગર શહેરમાં વર્ષ 1985થી ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળે છે. ત્યારે કોરોના વાઇરસની મહામારીને લઈને રથયાત્રા સમિતિ દ્વારા આગામી 23 જૂનના રોજ ભગવાનને નગરચર્યાએ નહીં લઈ જવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

પાટનગરના માર્ગો ઉપર ભગવાન જગન્નાથ દર્શન આપવા નહીં નીકળે
પાટનગરના માર્ગો ઉપર ભગવાન જગન્નાથ દર્શન આપવા નહીં નીકળે
રથયાત્રા મહોત્સવ સમિતિના મંત્રી દિનેશ કાપડિયાએ અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, સેક્ટર 22 પંચદેવ મંદિરથી સવારે 07:00 ભગવાનની આરતી સ્વયંસેવકોની ઉપસ્થિતિમાં કર્યા બાદ ભગવાનના રથને ચ રોડ ઉપર ચ 6 સર્કલથી 29/30 બસ સ્ટેન્ડથી સેક્ટર 29 જલારામ મંદિર ખાતે પહોંચશે. જ્યારે નિજ મંદિર તે જ માર્ગે પરત આવશે. તે દરમિયાન ભગવાનની આરતી પણ કરવામાં આવશે. ત્યારે ભક્તજનો દિવસ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ જાળવીને ભગવાનના દર્શન કરી શકશે. જ્યારે આ રથયાત્રામાં ભગવાનનો રથ ખેંચનારા ખલાસીઓ અને સ્વયંસેવકો જોડાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.