ગાંધીનગર : ગુજરાત રાજ્ય સરકાર દ્વારા લોકડાઉન 4માં ગુજરાત ફરીથી ધમધમતું કરવા માટે રાજ્ય સરકારે અનેક વસ્તુઓમાં છૂટછાટ આપી છે, ત્યારે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા શુક્રવારે વધુ એક પરિપત્ર બહાર પાડીને હાઇવે પરના પેટ્રોલ પંપો 24 કલાક ખુલ્લા રાખવાની મંજૂરી આપવામાં આવી છે. ઉપરાંત જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓની દુકાનોમાં ફોર્મ્યુલામાં પણ મુક્તિ આપવામાં આવી છે.
લોકડાઉન 4માં હવે હાઇવે પર પેટ્રોલ પંપ 24 કલાક ખુલ્લા રહેશે રાજ્ય સરકાર દ્વારા પેટ્રોલ પંપને અમુક સમય મર્યાદા સુધી જ ચાલુ રાખવાની પરવાનગી લોકડાઉન દરમિયાન આપવામાં આવી હતી, જ્યારે લોકડાઉન 4નો અમલ શરૂ થતાં અને ગણતરીના દિવસોમાં જ રાજ્ય સરકારે રાજ્યના હાઇવે ઉપર આવેલા તમામ પેટ્રોલ પંપોને 24 કલાક ખુલ્લા રાખવાની મંજૂરી આપતો ગૃહવિભાગે પરિપત્ર બહાર પાડ્યો છે.
આ ઉપરાંત રાજ્ય સરકારે ફરીથી ગુજરાતમાં ધંધો કરવા માટે તમામ દુકાનો ખુલ્લી રાખવાની જાહેરાત કરી હતી. જેમાં ઓડ ઈવન પદ્ધતિથી દુકાનો ખુલ્લી રાખી શકાશે તે બાબતે રાજ્ય સરકારે વધુ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, જીવન જરૂરી ચીજવસ્તુઓની દુકાનો જેવી કે, કરિયાણાની દુકાન, મેડીકલ, દૂધ પાર્લર જેવી દુકાનોને ઓડ ઇવન ફોર્મ્યુલા લાગુ પડશે નહી. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે લોકડાઉન 4માં અનેક છૂટછાટો આપી છે, ત્યારે સોશિયલ મીડિયામાં અનેક મેસેજ વાયરલ થયા છે કે, રાજ્ય સરકાર ગમે તે સમયે ફરીથી રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન કરી દેશે પરંતુ આ ફક્ત એક અફવા છે. રાજ્ય સરકાર તરફથી મળતી માહિતી પ્રમાણે રાજ્ય સરકાર હવે લોકડાઉન કરવા ઇચ્છતી નથી. પરંતુ ગુજરાતમાં પહેલાની જેમ વેપાર-ધંધા થતા હતા તેવી જ રીતે ફરીથી વેપાર-ધંધા ધમધમતા થાય તે પક્ષમાં રાજ્ય સરકાર છે.
પરંતુ રાજ્ય સરકારે જે કન્ટેન્ટમેઈન ઝોન જાહેર કરેલા છે અને અન્ય ઝોન કે, જ્યાં સંક્રમણ ખૂબ જ ઓછું છે. પરંતુ જો નોન કન્ટેન્ટ ઝોનમાં પણ વધુ થાય તો જે તે વિસ્તારની જ દુકાનો બંધ કરવામાં આવશે તેવું પણ સૂત્રો તરફથી માહિતી સામે આવી રહી છે.