ETV Bharat / city

લોકડાઉન ગુજરાત: કાયદો ભંગ કરનારા સામે 299 ગુના, કવોરેન્ટાઈનના 147 ગુના હેઠળ 247 લોકોની અટકાયત - ગુજરાત લૉક ડાઉન

રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે, લોકડાઉનમાં પોલીસ યોગ્ય રીતે પોતાની ફરજ બજાવે તે માટે રાજયના પોલીસ કમિશનર, તમામ જિલ્લાના વડાઓ, રેન્જ વડાઓ તથા રાજય અનામત પોલીસ દળના તમામ અધિકારીઓ સાથે પણ ડીજીપી દ્વારા વિડીયો કોન્ફરન્સથી ચર્ચા કરી જરૂરી સૂચના આપવામાં આવી છે.

લૉક ડાઉન ગુજરાત : કાયદો ભંગ કરનાર સામે 299 ગુના, કવોરેન્ટિનના 147 ગુના હેઠળ 247 લોકોની અટકાયત

author img

By

Published : Mar 24, 2020, 9:38 PM IST

ગાંધીનગર: ગુજરાત સરકારના ગૃહ વિભાગના ગઇકાલના જાહેરનામા અન્વયે રાત્રિના 12 વાગ્યાથી સમગ્ર ગુજરાતને લોકડાઉન કરવામાં આવ્યું છે. હાલ સુધી સમગ્ર રાજયમાં લોકડાઉનનો અમલ કરાવવામાં તમામ લોકોનો પોલીસને સારો સહકાર મળી રહ્યો છે.

લૉક ડાઉન ગુજરાત

લોકડાઉન બાબતે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે, લોકડાઉનમાં પોલીસ યોગ્ય રીતે પોતાની ફરજ બજાવે તે માટે રાજયના પોલીસ કમિશનર, તમામ જિલ્લાના વડાઓ, રેન્જ વડાઓ તથા રાજય અનામત પોલીસ દળના તમામ અધિકારીઓ સાથે પણ ડીજીપી દ્વારા વિડીયો કોન્ફરન્સથી ચર્ચા કરી જરૂરી સૂચના આપવામાં આવી છે.

પોલીસ વડા શિવાનંદ ઝાએ જાહેર જનતાને કરેલી ખાસ અપીલ...

1 , જેમાં ખાસ તો , જે સ્થળોએ આવશ્યક સેવાઓ ચાલુ રાખવામાં આવેલ છે, ત્યાં લોકો ભીડ ન કરે .

2 . ચીજવસ્તુ લેતી વખતે એકબીજાથી ચોકકસ અંતર રાખવામાં આવે તે દુકાનદારે સુનિશ્ચિત કરવું .

3 . લોકો સ્વયંભૂ એવું આયોજન કરે કે જેથી એકસાથે બધાં લોકો બજારમાં જરૂરી વસ્તુ લેવા ન નીકળે તે ઇચ્છનીય છે. આ માટે સ્થાનિકકક્ષાએ દરેક સોસાયટીમાં સંકલન થાય અને બે - ત્રણ ગૃપ બનાવી , વારાફરતી જીવનજરૂરી ચીજવસ્તુઓ લેવા કોઇ એકાદ વ્યક્તિ બહાર નીકળે તેવું આયોજન કરવું .

4 . લોકોેએ માર્ગો ઉપર બિનજરૂરી અવરજવર કરવાની બાબત ટાળવી જોઇએ . આ લોકડાઉનના અમલ માટે પોલીસ પ્રમાણભાન રાખીને તમામ જીવનજરૂરી સેવાઓ સાથે સંકળાયેલા તમામ લોકો અને વાહનોને મુક્ત રીતે અવરજવર કરવા છૂટ આપી રહેલ છે. આમ છતાં જો આપના ધ્યાને અથવા નાગરિકોના ધ્યાને કોઇ મુશ્કેલી આવે તો તેવા સંજોગોમાં તેની વિગત સ્થાનિક પોલીસને આપવા વિનંતી છે .

5. તમામ લોકોને સ્થાનિક જિલ્લા / શહેરના કંટ્રોલ રૂમ અને તમામ પોલીસ સ્ટેશનના નંબરો વેબસાઈટ પરથી મળી શકશે . દરેક જિલ્લા / શહેરમાં આવા સંકલન માટે એક અલગથી અધિકારી પણ નીમવામાં આવેલ છે . અન્ય કોઈ નંબર ન મળે તો પોલીસ માટેનો ઇમરજન્સી નંબર ૧00 ઉપર પણ જાણ કરી શકાય .

લોકડાઉનના અમલીકરણમાં કોઇ પ્રશ્નો / સમસ્યાઓ ન થાય અને થાય તો તેનું તાત્કાલીક નિવારણે થાય તે માટે 24x7 ડીજીપી ઓફિસ ખાતે ખાસ કંટ્રોલરૂમ ઊભો કરવામાં આવેલ છે. જેની કામગીરી ઉપર બે ADG કક્ષાના અધિકારીઓ સુપરવિઝન રાખશે . આ ADGની નીચે એક આઇજી , એક એસપી અને એક ડીવાયએસપીની ટીમ બનાવામાં આવી છે. જ્યારે સમગ્ર રાજ્યને આવી 3 - ટીમો મારફતે રાજ્યની સમસ્યાઓ / મુશ્કેલીઓ ઉપર દેખરેખ રાખી તેનું નિરાકરણ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.