લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 26માંથી 26 બેઠકો પર જીત મેળવ્યા બાદ હવે ભાજપે પેટાચૂંટણીમાં પોતાની જીત નક્કી હોવાનું જ માની લીધું છે. વિધાનસભાની થરાદ, રાધનપુર, ખેરાલુ, બાયડ, લુણાવાડા, મોરવાહડફ અને અમરાઈવાડી તેમ સાત બેઠક પર પોતાની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે. આ સાત બેઠકોમાંથી ઉત્તર ગુજરાતની ચાર મહત્વની બેઠકો પર ભાજપે મોટા માથાને ઉતારવાની તૈયારી કરી રહ્યું છે. જો બેઠક પ્રમાણેની વાત કરવામાં આવે તો બનાસકાંઠા બેઠક પરથી પરબત પટેલ લોકસભાની ચૂંટણીની જીત બાદ થરાદ બેઠક ખાલી પડેલી છે.
સૂત્રો મુજબ આ બેઠક પર પૂર્વે રાજ્યપ્રધાન શંકર ચૌધરીને મેદાને ઉતારવાની તૈયારી પ્રદેશ ભાજપ કરી રહ્યું હોવાની માહિતી મળી રહી છે. જોકે પરબત પટેલે પોતાના દીકરા શૈલેષ પટેલની ટિકિટ માટે દાવેદારી કરી છે. રાધનપુર બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય પદ પરથી રાજીનામુ આપનારા અલ્પેશ ઠાકોરની ટિકિટ પણ નિશ્ચિત માનવામાં આવી રહી છે.
અલ્પેશ ઠાકોરે તો રાધનપુર વિધાનસભામાં બુથની કામગીરી પણ ચાલુ કરી દીધી છે. તો અલ્પેશ ઠાકોરની આંગળી પકડીને ભાજપમાં આવેલા બાયડના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાને બહાર ફેંકી ભાજપ શંકરસિંહ વાઘેલાના દીકરા મહેન્દ્રસિંહ વાઘેલાને ટિકિટ આપવાનું મન બનાવી રહ્યું છે. એટલે કે ધવલસિંહ ઝાલાની વિધાનસભા ટિકિટ કાપી લેવામાં આવશે.
જયારે પાટણ બેઠક પરથી લોકસભાની ચૂંટણી જીતનાર ભરતસિંહ ડાભીની ખાલી પડેલ ખેરાલુ વિધાનસભા પૂર્વે ધારાસભ્ય રમીલાબેન દેસાઈ, ભરતસિંહ ડાભીનાભાઈ રામસિંહ ડાભી અને કનુભાઈ ડાભીએ દાવેદારી કરી રહ્યા છે. આમ ઉત્તર ગુજરાતની રાજનીતિમાં ભાજપે આવનારી પેટા ચૂંટણીમાં ત્રણ મોટા ચહેરાઓ ઉતારી રહી છે.
વિધાનસભા બેઠક અને સંભવિત ઉમેદવારો:
- થરાદ વિધાનસભા -શંકર ચૌધરી
- રાધનપુર વિધાનસભા-અલ્પેશ ઠાકોર
- બાયડ વિધાનસભા -મહેન્દ્રસિંહ વાઘેલા
- ખેરાલુ વિધાનસભા-રમિલાદેસાઈ, રામસિંહ ડાભી, કનુભાઈ ડાભી
- લુણાવાળા વિધાનસભા-જે પી પટેલ
- મોરવાહડફ વિધાનસભા - વિક્રમસિંહ ડિંડોર અને નિમિષાબેન સુથાર
- અમરાઈવાડી વિધાનસભા દાવેદાર ઋત્વિજ પટેલ,અસિત વોરા,અમુલ ભટ્ટ,પ્રવીણ દેસાઇ.
અમદાવાદથી પાર્થ જાનીનો અહેવાલ...