ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં વિધાનસભાનું ઇલેક્શન હોય કોર્પોરેશનનું ઇલેક્શન હોય કે રાજ્ય સભા ઈલેકશન હોય ત્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં અનેક કાર્યકર્તાઓ આવતા હોય છે, જ્યારે અનેક નારાજ કાર્યકર્તાઓ ભાજપમાંથી કોંગ્રેસમાં પણ જતા હોય છે, ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમાર આજે સત્તાવાર રીતે કોંગ્રેસ સાથે છેડો ફાડયો (Jayraj sinh parmar resign congress) છે. આવનારા દિવસોમાં તેઓ સત્તાવાર રીતે ભાજપમાં જોડાય તેવી પણ વાતો સામે આવી છે, ત્યારે આ બાબતે જયરાજસિંહ પરમારના પારિવારિક અંગત અને ખૂબ જ ખાસ મિત્ર ગાંધીનગરના ધારાસભ્ય સી. જે.ચાવડા (CJ Chavda Congress MLA )એ ETV BHARAT સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ છોડશે નહીં પરંતુ જે રીતે કોંગ્રેસ છોડી છે તે અમારા માટે પણ આઘાત સમાન છે..
મારી સાથે જયરાજસિંહ પરમારે કોઈ ચર્ચા કરી નથી
સી જે ચાવડાએ જણાવ્યું હતું કે, જેનાથી પરમારે રાજીનામું આપતા પહેલા મારી સાથે કોઈ પણ પ્રકારની ચર્ચા કરી નથી, પરંતુ તેમને સતત એવું લાગ્યા કરતું હતું કે પાર્ટીમાં મને અન્યાય થાય છે અને એના કારણે પાર્ટીના હાઇકમાન્ડ (Jayraj sinh to congress high command) સાથે પણ વાત કરી હશે જ્યારે કોંગ્રેસ પાર્ટી છોડીને જયરાજસિંહ પરમાર જાય તે મને વિશ્વાસ ન હતો તે કોઈ દિવસ કોંગ્રેસ પાર્ટી છોડે નહીં.
આ પણ વાંચો: ગાંધીના ગુજરાતમાં ગોડસે ના વિષય પર સ્પર્ધા: સરકાર સુધી વાત પહોંચતા અધિકારી સસ્પેન્ડ
સી.જે. ચાવડા ભાજપમાં જવાના છે ?
છેલ્લા કેટલાય સમયથી ગાંધીનગર અને રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા થઈ રહી છે કે ગાંધીનગરના ધારાસભ્ય સી.જે.જી.ચાવડા પણ ભાજપમાં જવાના (C J chavda join bjp) છે. જ્યારે એક ધાર્મિક કાર્યક્રમમાં રાજ્યના મુખ્યપ્રધાન ભુુપેન્દ્ર પટેલ અને સી જે ચાવડા એક જ સ્ટેજ પર હાજર હતા ત્યારે પણ આ વાત વહેતી થઈ હતી, સી.જે. ચાવડાએ જણાવ્યું હતું કે ગાંધીનગર લોકસભામાં કોંગ્રેસની કુલ બે બેઠક છે, જેમાં કલોલની બળદેવજી ઠાકોર અને ગાંધીનગરમાં હું કોંગ્રેસમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયો જ્યારે આવનારા સમયમાં અમે ભાજપ પક્ષમાં જોડાશુ નહીં પરંતુ વર્ષ 2022ની ચૂંટણીમાં ગાંધીનગર કલોલ અને વેજલપુરની બેઠક અમારા માટે મહત્વની રહેશે.
ભાજપમાં ગયેલા નેતાઓનું અત્યારે કોઈ સરનામું નથી
સી જે ચાવડાએ જણાવ્યું હતું કે, વર્ષ 2017 દિવસ 2022 સુધીમાં કોંગ્રેસના 25 જેટલા ધારાસભ્યોએ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા છે, ત્યારે આવા તમામ ધારાસભ્ય અને નેતાઓ જે ભાજપમાં જોડાયા છે તેમનું અત્યારે કોઈ પ્રકારનું સરનામું નથી, વિજય રૂપાણી નિમિત સરકારમાં કુવરજી બાવળીયા અને જવાહર ચાવડાને મંત્રી પદ આપ્યું હતું પરંતુ હવે તેઓને કોઈ પણ પ્રકારે સ્થાન આપવામાં આવ્યું નથી.