- 45 અરજીઓમાં ભૂ માફિયાઓ વિરુદ્ધ કેસ દાખલ કરાયો
- 448 અરજીઓ દફતરે કરવામાં આવી
- આવેલી અરજીઓમાંથી મોટાભાગની દફ્તરે થઈ રહી છે
અમદાવાદ : લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ કોઈપણ પ્રકારની મિલકત પચાવી પાડનાર ભૂમાફિયાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તે હેતુથી આ એક્ટની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં જમીન-મિલકત, ઓફિસ, દુકાન તેમજ અન્ય કોઈપણ પ્રકારની પ્રોપર્ટી ગેરકાયદેસર રીતે તેના પર કબ્જો ભૂ માફિયાઓ કરતા આવ્યા છે. આ કાયદા હેઠળ જિલ્લા કલેકટરને લેન્ડ ગ્રેબિંગને લગતી ફરિયાદ (Land Grabbing Act Complaint in Gujarat) લોકો દ્વારા કરવામાં આવી રહી છે. જિલ્લા કલેકટર સંદીપ સાંગલે પાસે અત્યાર સુધી અમદાવાદ જિલ્લામાંથી 894 અરજીઓ આવી છે. જેમાંથી 401 અરજીઓનો નિકાલ કરવાનો બાકી છે એટલે કે આ અરજીઓ (Land Grabbing Act complaint pending in Gujarat ) પર કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી.
નિકાલ થયેલી 493 રજીઓમાંથી 448 અરજીઓ દફતરે કરાઈ 45 વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ
પી.બી. પંડ્યાએ કહ્યું કે, લેન્ડ ગ્રેબિંગની આવેલી 894 અરજીઓમાંથી 493 અરજીઓનો અત્યાર સુધી નિકાલ કરવામાં આવ્યો છે. જેમાંથી 448 અરજીઓ દફતરે કરવામાં આવી છે. જ્યારે 45 વિરુદ્ધ આવેલી અરજીઓ ગુનાપાત્ર હિવાથી તેમની વિરુદ્ધ એફઆઈઆર (Land Grabbing Act Complaint in Gujarat) નોંધવામાં (Land Grabbing Act complaint pending in Gujarat ) આવી છે. ખાસ કરીને દફ્તરે કરાયેલી અરજીઓમાં કેસ ચાલુ ના હોય, જૂની મેટર હોય ઘણા વર્ષોથી કબ્જો કરેલ હોય તેમજ અન્ય અરજીઓ કે જે લેન્ડ ગ્રેબિંગને લાયક નહોતી તેવી અરજીઓ દફતરે કરી છે.
401 અરજીઓ હજૂ પણ પેન્ડિંગ છે
અત્યાર સુધી આવેલી અરજીઓમાંથી અડધોઅડધ જેટલી અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે પરંતુ 401 અરજીઓ હજુ પણ પેન્ડિંગ (Land Grabbing Act complaint pending in Gujarat ) છે. જેના પર કાર્યવાહી કરવાની બાકી રહી ગઈ છે ત્યારે ઘણા લોકો એવા છે કે જેમને અરજીઓ કરી છે. તેમની અરજીઓ પેન્ડિંગ રહેવાથી તેમને ન્યાય માટે વધુ રાહ જોવી પડી રહી છે. આ પ્રકારની મુશ્કેલીઓનો સામનો પણ અરજીઓ પેન્ડિંગ (Land Grabbing Act Complaint in Gujarat) રહેતા લોકોને કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત ઘણા જૂના એવા કેસો છે કે જે લેન્ડ ગ્રેબિંગમાં અત્યારે ગણવામાં નથી આવતા. આ કેસને લઈને પણ લોકો મુશ્કેલીમાં મુકાઇ રહ્યા છે.
આ પણ વાંચોઃ રાજકોટકમાં 6 શખ્સો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ નોંધાઇ ફરિયાદ
આ પણ વાંચોઃ વિધાનસભા ગૃહમાં લેન્ડ ગ્રેબિંગના પ્રશ્નો નહીં પુછાય, કોર્ટમાં કેસ ચાલતા હોવાને કારણે લેવાયો નિર્ણય