ETV Bharat / business

મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામ બાદ શેરબજારમાં તેજી: Sensex 1200 પોઈન્ટ ઉછળ્યો અને Nifty 24,300 પાર

મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામ બાદ આજે ભારતીય શેરબજારમાં મજબૂત વલણ નોંધાયું છે. BSE Sensex અને NSE Nifty અનુક્રમે 1,076 અને 346 પોઇન્ટ વધીને ખુલ્યા છે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર (ETV Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : 2 hours ago

મુંબઈ : આજે 25 નવેમ્બર, સોમવારના રોજ ભારતીય શેરબજારની મજબૂત શરૂઆત થઈ છે. મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામ બાદ બજારમાં રિકવરીનું વલણ નોંધાતા હાલ તમામ સૂચકાંક ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા છે. BSE Sensex 1,210 પોઈન્ટના ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે NSE Nifty પણ 24,300 પોઈન્ટ પાર થયો છે.

ભારતીય શેરબજાર : કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં તેજી નોંધાઈ છે. આજે 25 નવેમ્બર, સોમવારના રોજ બજારના મુખ્ય સૂચકાંકમાં BSE Sensex અને NSE Nifty મજબૂત ખુલ્યા છે. BSE Sensex ગત 79,117 બંધ સામે 1,076 પોઇન્ટ વધીને 80,193 ના મથાળે ખુલ્યો છે. જ્યારે NSE Nifty ગત 23,907 બંધ સામે 346 પોઇન્ટ વધીને 24,253 ના મથાળે ખુલ્યો હતો.

શેરબજારમાં ઉછાળો : સારી શરૂઆત બાદ બજારમાં શાનદાર ઉછાળો નોંધાયો છે. શરુઆતી કારોબારમાં BSE Sensex 1,310 પોઈન્ટના ઉછાળા સાથે 80,450 પોઈન્ટ પાર થયો છે. જ્યારે NSE Nifty પણ 400 પોઈન્ટ વધીને 24,300 પોઈન્ટ પાર થયો છે.

સ્ટોકની સ્થિતિ : આજના ટ્રેડિંગ દરમિયાન BSE માં લિસ્ટેડ કંપનીઓમાં લાર્સન, M&M, રિલાયન્સ, SBI અને NTPC ના સ્ટોક તેજી સાથે ટ્રેડ કરી રહ્યા છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળના ગઠબંધનની નિર્ણાયક જીતને કારણે ભારતના શેરબજાર સકારાત્મક નોંધ પર ખુલ્યા હતા.

  1. અદાણી CFOએ અમેરિકાના આરોપો ઉપર મૌન તોડ્યું, કહ્યું...
  2. નિવૃત કર્મચારીઓ ઘરે બેઠા આ રીતે મેળવી શકે છે પેન્શન...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.