ગાંધીનગરઃ લૉકડાઉનના કારણે અનેક કર્મચારીઓની સ્થિતિ કફોડી બની ગઈ છે. સરકાર દ્વારા શરૂઆતમાં તમામ કર્મચારીઓને પગાર આપવાની વાત કરવામાં આવી હતી. સામાન્ય પગારમાં કામગીરી કરતા કર્મચારીઓને આ સમય દરમિયાન ઘરનો ચૂલો સળગાવવો પણ મુશ્કેલ બની ગયો હતો. ત્યારે લૉકડાઉન પહેલાથી જ કોઇ કર્મચારીને પગાર ના મળે તો તેની સ્થિતિ કેવી હોઈ શકે તે બાબતે વિચાર કરવાથી જ કંપારી છૂટી જઈ શકે છે. ગાંધીનગર સેક્ટર 25 જીઆઇડીસીમાં આવેલી કેમ્બે હોટલના કર્મચારીઓને જાન્યુઆરી 20 સંચાલકો દ્વારા પગાર ચૂકવવામાં આવ્યો નથી. તેને લઈને આજે ૨૦૦ જેટલા કર્મચારીઓ હડતાળ ઉપર ઉતરી ગયાં હતાં અને વહીવટીતંત્ર સામે હાય-હાયના નારા પોકાર્યા હતા.
કેમ્બે હોટલના કર્મચારીઓને છ મહિનાથી પગાર ન મળતાં ઘરના ચૂલા સળગાવવા મુશ્કેલ બન્યાં, હડતાળ પર ઉતર્યા - સ્ટ્રાઈક
ગાંધીનગર શહેરના સેક્ટર-25 જીઆઇડીસી વિસ્તારમાં આવેલી કેમ્બે હોટલના કર્મચારીઓને છેલ્લા 6 મહિનાથી પગાર આપવામાં નહીં આવતાં હડતાળનું શસ્ત્ર ઉગામ્યું હતું. લૉકડાઉન પહેલાથી હોટેલના સંચાલકો દ્વારા કર્મચારીઓને પગાર મુદ્દે ટટળાવવામાં આવી રહ્યાં છે. જેને લઈને આજે 200 જેટલા કર્મચારીઓ હડતાળ ઉપર ઉતર્યા હતાં.