ETV Bharat / city

Gujarat Board Exam Date : સરકારે બોર્ડની પરીક્ષાથી લઈને નવા સત્રની તારીખોની કરી જાહેરાત, જાણો એક ક્લિક પર... - Board exam date announced

ગુજરાત સરકાર દ્વારા યોજવામાં આવેલી કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા પ્રધાન જીતું વાઘાણીએ ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટનું (Gujarat Global Vibrant Summit 2022) પ્રેઝન્ટેશન ગૌણ સેવા પસંદગી મંડળના પેપરલીક કાંડ (Paper leak scandal) ધોરણ-10 અને 12ના બોર્ડની પરીક્ષા (Board exam date announced), નદી ઉત્સવ 2021 (River Festival 2021) અને દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેઈના જન્મદિનને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી હતી.

Vibrant Gujarat Global Summit 2022
Vibrant Gujarat Global Summit 2022
author img

By

Published : Dec 22, 2021, 3:57 PM IST

Updated : Dec 22, 2021, 10:59 PM IST

ગાંધીનગર : બુધવારે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં બાદ રાજ્યના પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, બેઠકમાં ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટનું (Gujarat Global Vibrant Summit 2022) પ્રેઝન્ટેશન ગૌણ સેવા પસંદગી મંડળના પેપરલીક કાંડ (Paper leak scandal) ધોરણ-10 અને 12ના બોર્ડની પરીક્ષા, નદી ઉત્સવ 2021 (River Festival 2021) અને દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેઈના જન્મદિન નિમિત્તે સપ્તાહ ઉજવણીનું જેવા વિષય પર ચર્ચા કરવામાં આી હતી

ગૌણ સેવા પેપરલીક કાંડમાં કોઈને છોડવામાં નહીં આવે

રાજ્યના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના પેપરલીક કાંડ બાબતે પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી જેમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ સૂચના આપી છે કે આપેલી પેપર કાંડમાં કોઈપણ વ્યક્તિ હોય કોઈ પણ વિચાર ધરાવતો વ્યક્તિ હોય તેને છોડવામાં આવશે નહીં જ્યારે અસિત વોરા બાબતે જીતુ વાઘાણીએ કોઈપણ પ્રકારની ટિપ્પણી કરી ન હતી. આમ અત્યારે ગૃહ વિભાગ દ્વારા આ મુદ્દે સતત તપાસ ચાલી રહી છે અને તપાસ પૂર્ણ થશે ત્યારે મીડિયા સમક્ષ પણ તપાસના પરીણામોને રજૂ કરવામાં આવશે.

સરકારે પરીક્ષા તેમજ નવા સત્રની તારીખો જાહેર કરી

સરકાર દ્વારા ધોરણ 9થી 12 તમામ પ્રિલીમ અને દ્વિતીય પરીક્ષાની તારીખો જાહેર (Board exam date announced) કરવામાં આવી છે. આ પરીક્ષાઓ 10 થી 18 ફેબ્રુઆરી સુધીમાં લેવામાં આવશે. આ ઉપરાંત, ધોરણ 9ની પ્રખરતા શોધ કસોટી 22 ડિસેમ્બર, ધોરણ 10-12ની તમામ બોર્ડના વિષયની શાળા કક્ષાએ લેવાતી સૈદ્ધાંતિક અને પ્રાયોગિક પરીક્ષા 24 થી 26 ડિસેમ્બર, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા 2 થી 12 માર્ચ, ધોરણ 10-12 ની બોર્ડની પરીક્ષા 28 માર્ચથી 12 એપ્રિલ, ધોરણ 9 અને 11ની શાળાકીય વાર્ષિક પરીક્ષા 21થી 30 એપ્રિલ, ઉનાળુ વેકેશન 9મેથી 12 જૂન અને આગામી વર્ષ 2022-2023નું નવું શૈક્ષણિક સત્ર 13 જૂન 2022થી શરૂ કરવામાં આવશે.

અટલ બિહારી બાજપાઈની જન્મ જયંતિ ઉજવણી

25 ડિસેમ્બરે દેશના વડાપ્રધાન અટલબિહારી વાજપેઈજીની જન્મ જયંતીની (Atal Behari Vajpayee Birth anniversary 2021) છે, તેના ઉપલક્ષ્યમાં સમગ્ર સપ્તાહ દરમિયાન આ ઉજવણી કરવામાં આવશે. 25 ડિસેમ્બરના રોજ ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ખાતે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ યોજાશે જેમાં તમામ જિલ્લાથી અલગ અલગ પ્રધાનો વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાશે. આ કાર્યક્રમમાં રાજ્ય સરકારની અનેક પોલિસીઓમાં થોડો ઘણો જ ચેન્જ કરવામાં આવશે સાથે જ અનેક મોબાઈલ એપ્લિકેશનનું લોન્ચિંગ પણ રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે. જ્યારે આ સાપ્તાહિક ઉજવણીમાં 4,681 જેટલા ખાતમુહુર્ત કરવામાં આવશે અને 222 કરોડના ખર્ચે તૈયાર થયેલા અનેક કામોનું લોકાર્પણ કરવામાં આવશે.

સરકાર કરશે નદી મહોત્સવ

રાજ્યના પ્રધાન જીતુ વાઘાણીએ કેબિનેટ બ્રિફિંગમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર 26 ડિસેમ્બરના રોજ નદી મહોત્સવ 2021 (Gujarat Nadi Mahotsav 2021) કરશે. જેમાં રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સુરતની તાપી નદી કિનારે હાજર રહેશે. આ નદી ઉત્સવ ગુજરાતની સાબરમતી નદી તાપી નદી અને નર્મદા નદી ખાતે ઉજવવામાં આવશે. જેમાં સાફ નદીની સાફસફાઇ, નદીની પૂજા અર્ચના અને ત્યારબાદ નદીની આરતી પણ ઉતારવામાં આવશે નદી મહોત્સવ અમદાવાદ સુરત અને ભરૂચ ખાતે યોજવામાં આવશે..

બોર્ડની પરીક્ષા પાછી ઠેલાઈ

શિક્ષણ પ્રધાન અને ગુજરાત રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ મહત્વની જાહેરાત કરી હતી કે કોરોના કારણે રાજ્યમાં વિદ્યાર્થીઓના અનેક દિવસો અભ્યાસમાં બગડ્યા છે, તેને ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર દ્વારા ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષા 10 થી 15 દિવસ પાછો ઠેલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને પરીક્ષાનો પૂરતો સમય પ્રાપ્ત થઈ શકે તેને ધ્યાનમાં લઈને જ રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે આમ ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષા હવે માર્ચ મહિનાના અંતમાં અને એપ્રિલ મહિનાના શરૂઆતમાં યોજાય તેવી શક્યતા છે જે બાબતે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ટૂંક જ સમયમાં સત્તાવાર નવી તારીખની જાહેરાત પણ કરવામાં આવશે..

80થી 90 ટકા ગ્રામ પંચાયત ભાજપની વિચારધારાને વરેલી

રાજ્યની 10,000 થી વધુ ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણી પૂર્ણ થઈ છે 21 ડિસેમ્બરે અનેક ગ્રામ પંચાયતોની પરિણામ જાહેર થયું છે ત્યારે રાજ્યના પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે આજની કેબિનેટ બેઠકમાં ગામડું જીવંત અને ધબકતું રહે તે બાબતની ચર્ચા કરવામાં આવી છે અને ભવિષ્યની યોજનાઓ પણ તૈયાર કરવામાં આવી રહી છે. જ્યારે 80થી 90 ટકા સરપંચ ભાજપની નીતિઓ અને વિચારધારાને વરેલા છે જ્યારે ગુજરાત રાજ્યના તમામ ગ્રામીણ વિસ્તારના મતદારો પણ ખુબ આભાર માનવામાં આવ્યો.

આ પણ વાંચો:

Last Updated : Dec 22, 2021, 10:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.