ગાંધીનગર: રાજ્યમાં પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં(Primary Secondary Higher Secondary Schools) અત્યારે ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે ત્યારે આ ઉનાળુ વેકેશન હવે પૂર્ણતાને આરે છે અને તે 13 જુનથી રાજ્યની તમામ શાળાઓ શરૂ થઈ રહી છે. શૈક્ષણિક વર્ષ 2022-23નો પ્રારંભ થઇ રહ્યો છે, ત્યારે રાજ્ય સરકારના કેબિનેટ પ્રધાન જીતુ વાઘાણીએ એજ્યુકેશન મિનિસ્ટર કોન્ફરન્સમાં(Education Minister Conference) રાજ્ય સરકાર વતી આગામી 21, 22 અને 23 જૂનના રોજ શાળામાં પ્રવેશોત્સવની મહત્વની જાહેરાત કરી હતી.
આ પણ વાંચો: દિવાળી વેકેશન પછી ધોરણ 1થી 5ની સ્કૂલો શરૂ કરવાનું આયોજન, વર્ગો શરૂ કરવા સરકાર કમિટી રચશે
છેલ્લા 3 વર્ષથી પ્રવેશોત્સવ બંધ - રાજ્યના કોરોનાની મહામારીને કારણે રાજ્ય સરકાર દ્વારા શાળાઓ બંધ રાખવામાં આવતી હતી. અમુક ગણતરીના મહિના બાકી શાળાઓ કાર્યરત રહી હતી. પ્રાથમિક શાળા સંપૂર્ણ રીતે બંધ રાખવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો. જેના કારણે છેલ્લા ત્રણ વર્ષથી રાજ્યની પ્રાથમિક શાળાઓમાં પ્રવેશોત્સવ કાર્યક્રમ થઈ શક્યો ન હતો પરંતુ હવે જે રીતે પરિસ્થિતિ કાબૂમાં છે. કોરોનાના કેસ એકદમ ઘટવાથી ગુજરાત સરકાર દ્વારા 21, 22 અને 23 જૂનના રોજ સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશોત્સવ કાર્યક્રમની સત્તાવાર રીતે જાહેરાત(Advertisement of Admission Ceremony) રાજ્યના કેબિનેટ શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી કરી હતી.
ભુપેન્દ્ર પટેલની સરકાર દ્વારા આયોજન - ગુજરાતમાં આગામી 13 જૂનથી શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઇ રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા 21, 22 અને 23 જૂનના રોજ પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે, રાજ્યના તત્કાલીન મુખ્ય પ્રધાન અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત રાજ્યમાં રહસ્યો ઘટાડવા અને ગુજરાતના બાળકો સારું શિક્ષણ મેળવીને ભવિષ્ય ઉજ્જવળ કરે તે હેતુથી પ્રવેશ ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરતા હતા ત્યારે હવે ફરીથી ત્રણ વર્ષ બાદ પટેલની સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જ્યારે હાલમાં ગુજરાત રાજ્યનો ડ્રોપ આઉટ રેશિયો(Gujarat Drop Out Ratio) ત્રણ ટકાની આસપાસ રહ્યો હોવાની માહિતી પણ રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ નેશનલ એજ્યુકેશન મિનિસ્ટર કોન્ફરન્સમાં જાહેરાત કરી હતી.
પહેલા ધોરણના બાળકોને આપવામાં આવશે કીટ - રાજ્ય સરકારના પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ધોરણ 1માં પ્રથમ વખત પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા આ વખતે સ્કૂલબેગ, ચોપડા, નોટબુક, યુનિફોર્મ, વોટરબેગ, શુઝ, કંપાસ અને અભ્યાસ લક્ષી કીટ પણ બાળકોને મફત આપવામાં આવશે. જો કે ત્રિદિવસીય શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમમાં તમામ રાજ્ય કક્ષાના અને કેબિનેટ કક્ષાના પ્રધાનો સહિત સહકારી અધિકારીઓ અને બોર્ડ નિગમના ચેરમેન અને હોદ્દેદારોને પણ અલગ-અલગ જિલ્લામાં જવાબદારી સોંપવામાં આવશે.
આ પણ વાંચો: સિગ્નલ સ્કૂલમાં વિદ્યાર્થીઓના વ્યવક્તિત્વ વિકાસ માટે 'સપનો કા મંચ કાર્યક્રમ' કરાયો શરૂ
કેટલી શાળામાં ઉજવવામાં આવશે પ્રવેશોત્સવ - પ્રવેશોત્સવની વાત કરવામાં આવે તો રાજ્યના શૈક્ષણિકના પ્રથમ સત્રમાં સરકાર દ્વારા 1319 જેટલી નગર શિક્ષણ સમિતિની શાળાઓ ઉપરાંત જિલ્લા પંચાયત હસ્તક 30 હજારથી વધુ શાળાઓમાં એટલે કે કુલ 32,013 સરકારી શાળામાં પ્રવેશોત્સવનું કાર્યક્રમનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. જ્યારે એક ક્લાસ દીઠ કુલ 35 જેટલા બાળકોને પ્રવેશ આપવામાં આવશે.