- આગામી સમયમાં ચૂંટણીઓ યોજવા ચૂંટણીપંચ નિર્ણય લેશે
- વાવોલના સેવા હી સંગઠન કાર્યક્રમમાં મુખ્યપ્રધાને આપી હાજરી
- મ.ન.પા.ની ચૂંટણીને લઈને આખરી નિર્ણય ચૂંટણી પંચ નિર્ણય લેશે
ગાંધીનગર: વાવોલ ખાતે 'સેવા હી સંગઠન' કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યપ્રધાન વિજય રૂપાણીની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તેમને મીડિયા સમક્ષ ગાંધીનગર મ.ન.પા.ની ચૂંટણી અંગે કહ્યું હતું કે, ચૂંટણી યોજવા માટે હાલ યોગ્ય સમય નથી. જોકે ચૂંટણીને લઈને ચૂંટણીપંચ નિર્ણય લેશે. આ ઉપરાંત મુખ્ય પ્રધાને સેવા હી સંગઠન કાર્યક્રમ વિશે કેટલીક જરૂરી વાત કરી હતી તેમજ જરૂરિયાત મંદ લોકોને પોતાના હસ્તે કીટ પણ આપી હતી.
ચૂંટણી સમયે 800થી 1000 કેસ આવતા હતા, અત્યારે તેનાથી વધુ કેસ છે
ચૂંટણીની તારીખો જ્યારે જાહેર કરાઇ હતી ત્યારે કેસની સંખ્યા 800થી 1000 જેટલી હતી, પરંતુ અત્યારે કેસ 2000 કરતાં વધુ આવે છે. મારા મત મુજબ કોરોનાની સ્થિતિ વચ્ચે ચૂંટણી યોજવા આ યોગ્ય સમય નથી. જોકે, આગામી સમયમાં ચૂંટણી યોજવી કે નહીં તેનો ચૂંટણીપંચ નિર્ણય લેશે. આ ઉપરાંત તેમને સેવા હી સંગઠન કાર્યક્રમ અંતર્ગત જણાવ્યું હતું કે, અત્યારે મોટા કાર્યક્રમો યોજાઈ રહ્યા નથી, પરંતુ લોકોની સેવા માટે આ રીતે કાર્યક્રમો કરાશે. આ ઉપરાંત આ કાર્યક્રમમાં તેમણે સેવા હી સંગઠન વિશે વિસ્તૃતમાં વાત કરી હતી. તે કઈ દિશામાં કામ કરે છે તેના વિશે પણ વિસ્તૃતમાં જણાવ્યું હતું.
કોરોનામાં રિકવરી રેટ 95 ટકા જેટલો છે, લોકો ઝડપથી સાજા થઇ રહ્યા છે
કોરાના અંગે તેમને વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, પહેલાં કરતાં કેસ ઘટી રહ્યા છે. લોકોનો ડિસ્ચાર્જ રિકવરી રેટ 95 ટકા સુધી પહોંચ્યો છે. જેટલા સંક્રમિત હતા તે ઝડપથી સાજા થઇ રહ્યા છે. રાજ્ય સરકારે દોઢ લાખથી વધુ બેડ ઉભા કર્યા છે. 10 લાખથી વધુ ઈન્જેકશન આપ્યા છે. જે ઓક્સિજન 15 માર્ચે 250 ટન વપરાતો હતો. તે 1180 કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પણ સરકારે નિરાધાર બાળકોને જેના માતા પિતા કોરોનાથી મૃત્યુ પામ્યા છે, તેમને માસિક 4,000 રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે. આ પ્રકારના વિદ્યાર્થીઓ કોલેજમાં ભણે છે, તેમને 6000 રૂપિયા રાજ્ય સરકાર તરફથી મળશે. બાળકોના માતા-પિતા ગુજરી ગયા હોય તેમની સંભાળ લેવાની સરકારે જવાબદારી સ્વીકારી છે.