- રાજ્યમાં રથયાત્રા પછી IPS અધિકારીઓની થશે બદલી (Transfer of IPS Officers)
- 9 મહિના બાદ ફરીથી બદલીના ભણકારા વાગ્યા
- અમદાવાદ, સુરત, રાજકોટ પોલીસ કમિશનર (Ahmedabad, Surat, Rajkot Police Commissioner)ની પણ થશે બદલી
- રાજ્યપાલ દેવવ્રત આચાર્યના સુરક્ષા અધિકારી (Security Officer of Governor Devvrat Acharya)ની પણ બદલી થશે
ગાંધીનગરઃ રાજ્યના ગૃહ વિભાગ (State Home Department)ના સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે, રાજ્યના ત્રણ મહાનગરના પોલીસ કમિશ્નર (Police commissioners of three metros in the state)ની પણ બદલી કરવામાં આવશે, જેમાં રાજકોટના પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ (Rajkot Police Commissioner Manoj Agarwal), અમદાવાદના પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ (Ahmedabad Police Commissioner Sanjay Srivastava) અને સુરતના પોલીસ કમિશ્નર અજય તોમર (Surat Police Commissioner Ajay Tomar) પણ બદલી કરવામાં આવશે. જ્યારે અજય તોમરને અમદાવાદના પોલીસ કમિશ્નર (Ahmedabad Police Commissioner)નો હવાલો મળી શકે છે. તો રાજકોટના પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ (Rajkot Police Commissioner Manoj Agarwal)ને સુરતના પોલીસ કમિશ્નર (Surat Police Commissioner) બનાવી શકાય છે. જ્યારે અમદાવાદના પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ (Ahmedabad Police Commissioner Sanjay Srivastava)ને ACBના ડિરેક્ટર બનાવાય તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે.
આ પણ વાંચોઃ IAS Transferred : 77 IAS અધિકારીની બદલી, અનેક જિલ્લાના કલેકટર બદલાયાં, કોને ક્યાં મૂક્યાં જાણો
રાજકોટના પોલીસ કમિશનર (Rajkot Police Commissioner) તરીકે 5 અધિકારીઓ રેસમાં
મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું હોમટાઉન એટલે કે રાજકોટના પોલીસ કમિશ્નર (Rajkot Police Commissioner) તરીકે પાંચ અધિકારીઓ દેશમાં હોય તેવું સામે આવી રહ્યું છે, જેમાં IPS રાજુ ભાર્ગવ (IPS Raju Bhargava), IPS રાજકુમાર પાંડિયન (IPS Rajkumar Pandian), IPS નીરજા ગોતરું (IPS Neerja Gotru), IPS કે. એલ. એન. રાવ (IPS K. L. N. Rao), IPS નરસિમ્હા કોરમ (IPS Narsimha Koram) રાજકોટ પોલીસ કમિશ્નર (Rajkot Police Commissioner) તરીકેના નામ ચર્ચામાં આવી રહ્યા છે.
આ પણ વાંચોઃ રાજ્યમાં 26 IAS અધિકારીઓની બદલી અને બઢતી
17 જિલ્લાના પોલીસ વડા (District Police Chief)ની બદલી
જિલ્લા SPની જો વાત કરવામાં આવે તો, રાજ્યના 17 જિલ્લા SPની બદલી થવાની શક્યતા છે. ગાંધીનગર, ગોધરા દાહોદ, અમરેલી સહિત કુલ 17 જેટલા જિલ્લાની પોલીસ વડા (District Police Chief)ની બદલી કરવામાં આવશે. આ ઉપરાંત વડોદરા અને સુરત ક્રાઈમબ્રાન્ચ (Vadodara and Surat Crime Branch)ના DCPની પણ બદલી થશે અને અમદાવાદ ટ્રાફિક DCPની બદલી કરવામાં આવશે. જ્યારે ચોક્કસ કારણોસર વડોદરા જવાનના DCP તેમ જ સૌરાષ્ટ્ર ઝોનના એક જિલ્લાના પોલીસ વડાની બદલી પણ થશે.
રાજ્યપાલના સુરક્ષા અધિકારી (State Governor Devvrat's security officer)ની પણ બદલી થશે શકે તેવી શકયતા
રાજ્યના રાજ્યપાલ દેવવ્રતના સુરક્ષા અધિકારી (State Governor Devvrat's security officer) એવા IPSની પણ બદલી થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. છેલ્લા ત્રણ વર્ષથી રાજ્યના રાજ્યપાલની સુરક્ષામાં ફરજ બજાવતા એવા IPS અધિકારીની પણ ટૂંક સમયમાં બદલી થઈ શકે તેવી શક્યતાઓ સૂત્રો તરફથી વ્યક્ત કરવામાં આવી છે.