ગાંધીનગરઃ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં ફરજ બજાવતા સ્ટાફને સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા ભોજન આપવામાં આવી રહ્યું છે. પરંતુ આ ભોજન આપવામાં યોગ્ય ગુણવત્તા જળવાતી નથી તેવું સામે આવી રહ્યું છે. ગઈકાલ મોડી રાત્રે કોરોના વોરિયર્સ ગણાતાં નર્સિંગ સ્ટાફને ભાખરી ખીચડી અને ફુલાવરનું શાક પીરસવામાં આવ્યું હતું. ત્યારે એકસાથે બે પાર્સલમાંથી જીવડાં નીકળવાની ઘટના બની હતી.
ગાંધીનગર સિવિલમાં કોરોના વોરિયર્સને પીરસાતું જીવડાંવાળું ભોજન - ડૉ. હર્ષવર્ધન
રાજ્યમાં કોરોના વાયરસની એન્ટ્રી થઇ ત્યારથી સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ ખડેપગે ફરજ બજાવી રહ્યો છે. પરંતુ અનેક વખત તંત્ર સામે સવાલો ઉભા થયાં છે. પરંતુ તેમને યોગ્ય સુવિધાઓ અને સવલતો આપવામાં આવતી નથી. ત્યારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પીરસવામાં આવતાં ભોજનમાં જીવડા નીકળવાના બનાવો સામે આવી રહ્યાં છે. જેને લઇને ક્યાંક ફરજ બજાવતાં સ્ટાફમાં રોષ જોવા મળી રહ્યો છે.
ગાંધીનગર સિવિલમાં કોરોના વોરિયર્સને પીરસાતું જીવડાંવાળું ભોજન