ETV Bharat / city

Indian students evacuation: યુક્રેનમાં 584 લોકો ફસાયા, 100 જેટલા યુવાનો પ્રથમ તબક્કામાં પાછા ફરશે - Rescue flight

ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાંથી ફસાયેલા લોકો માટેની વિગતો હેલ્પલાઈન અને ઈમેલથી પ્રાપ્ત થઈ છે. તેમજ ભારત સરકારે રેસ્ક્યૂ ફ્લાઈટ શરુ કરી છે. ગુજરાત સરકારે માહિતી તેમ જ તેમના પરિવારજનો જાણ સારું ઈમેઈલ અને હેલ્પલાઈન નંબરની સુવિધા પુરી પાડે છે.

Indian students evacuation: યુક્રેનમાં 584 લોકો ફસાયા, 100 જેટલા યુવાનો પ્રથમ તબક્કામાં પાછા ફરશે: જીતુ વાઘાણી

author img

By

Published : Feb 26, 2022, 10:45 PM IST

ગાંધીનગર: ગુજરાતમાંથી યુક્રેનમાં અભ્યાસ માટે ગયેલા યુવાઓ યુક્રેન-રશિયા વચ્ચેના યુદ્ધની પ્રવર્તમાન સ્થિતિમાં ત્યાં ફસાઈ ગયેલા છે. આ યુવાઓને ગુજરાત પરત લાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ભારત સરકારના વિદેશ મંત્રાલયે હાથ ધરેલા પ્રયાસો(Indian students evacuation) ફળદાયી રહ્યા છે. તેમ રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણી જણાવ્યું હતું.

ગુજરાતીઓ યુક્રેનમાં ફસાયા

ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાંથી યુક્રેન (Ukraine-Russia war)ગયા હોય તેવા કુલ 584 વ્યક્તિઓ ત્યાં ફસાયેલા હોવાની વિગતો હેલ્પલાઈન અને ઈમેલ દ્વારા પ્રાપ્ત થઈ છે. તેના અનુસંધાને પણ મુખ્યમંત્રી સતત ચિંતા કરીને આ લોકોને પણ સહીસલામત ગુજરાત પરત (Indian students evacuation )લાવવા માટે પ્રધાનમંત્રી અને કેદ્ર સરકાર સાથે સંકલનમાં છે. પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ કહ્યું કે, દિલ્હી અને મુંબઈથી જે યુવાનો આવશે તેમને અમદાવાદથી પોતાના વતન જિલ્લામાં જવાની વ્યવસ્થા પણ રાજ્ય સરકાર કરશે. તથા જે વિદ્યાર્થીઓને અમદાવાદમાં રોકાણ માટેની જરૂરિયાત હોય તેમના માટે KCG (Knowledge Consortium Of Gujarat) વ્યવસ્થા કરવામાં આવશે.

રાજ્ય સરકારે શરૂ કરી હેલ્પલાઈન

ગુજરાત સરકાર યુક્રેનમાં ફસાયેલા આ યુવાનોને સહીસલામત પરત લાવવા (Rescue flight from ukraine) વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશપ્રધાન જયશંકરજી અને કેન્દ્ર સરકારના વિદેશ મંત્રાલય અને એમ્બેસી (Ministry of External Affairs, Government of India)સાથે સતત સંપર્ક અને સંકલનમાં છે.એટલું જ નહીં, ગુજરાત સરકારે આ યુવાઓની માહિતી તેમ જ તેમના પરિવારજનો તથા સગાસંબંધીઓ વિગતો આપી શકે તે માટે એક હેલ્પલાઈન સવારે 9 થી રાત્રિના 9 વાગ્યા સુધી શરુ કરી છે. હેલ્પલાઈન નંબર 07923238278. રાજ્યના નાગરિકો યુક્રેનમાં ફસાયેલા પોતાના સંબંધીઓની માહિતી કે વિગતો ઈમેલ દ્વારા પણ આપી શકે છે જે આ Email:nrgfoundation@yahoo.co.in મુજબ છે. ભારત સરકારે યુક્રેનથી યુવાઓને પરત લાવવા રેસ્ક્યૂ ફ્લાઈટ શરુ કરી છે. તે અંતર્ગત બે ફ્લાઈટ દ્વારા ગુજરાતના કુલ 100 જેટલા યુવાઓ શનિવારે મોડી રાત્રે મુંબઈ અને રવિવાર વહેલી સવાર સુધીમાં દિલ્હી આવી પહોંચશે.

આ પણ વાંચો: Indian Students Airlift From Ukraine: યુક્રેનથી મુંબઈ આવ્યા વિધાર્થીઓ, GSRTCની વોલ્વો બસ દ્વારા ગુજરાતી વિદ્યાર્થીઓને લવાશે અમદાવાદ

વતન પહોંચાડવાની સંપૂર્ણ તૈયારીઓ

રાજ્ય સરકારે (Governement of gujarat)આ યુવાઓને મુંબઈ અને દિલ્હીથી ગુજરાત પરત લાવવા અને તેમના વતન સુધી પહોંચાડવાની સંપૂર્ણ વ્યવસ્થા પણ કરી છે. આ હેતુસર મુંબઈ અને દિલ્હી ખાતે વોલ્વો બસની સુવિધા તેમ જ ઉચ્ચ કક્ષાના અધિકારીઓને નોડલ ઓફિસર તરીકે જવાબદારી સોંપી મોકલવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Russia Ukraine War: યુક્રેનમાં પાટણનો વિદ્યાર્થીએ પરિસ્થિતિ પારખી સમયસર પરત આવ્યો ભારત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.