ETV Bharat / city

વિધાનસભા ગૃહમાં ભારતીય ભાગીદારી (સુધારા) કાયદો 1932 વિધેયક સર્વાનુમતે પસાર - Finance Minister

વિધાનસભા ગૃહમાં આજે ભારતીય ભાગીદારી (સુધારા) કાયદો 1932નો વિધયેક વિના વિરોધે સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું. જે અંગે નાણાપ્રધાન કનું દેસાઈએ જણાવ્યું હતું કે, ભારતીય ભાગીદારી કાયદો 1932 કેન્દ્રનો કાયદો છે, જે દેશમાં 1 ઓક્ટોબર 1932થી અમલી છે. પેઢીની નોંધણી ફરજિયાત નથી, પરંતુ પેઢીની નોંધણીનાં કેટલાક ફાયદા હોવાથી સામાન્ય રીતે પેઢીની નોંધણી કરવામાં આવે છે.

વિધાનસભા ગૃહમાં ભારતીય ભાગીદારી (સુધારા) કાયદો 1932 વિધેયક સર્વાનુમતે પસાર

author img

By

Published : Sep 28, 2021, 11:05 PM IST

  • ગૃહમાં ભાગીદારી કાયદો સુધારા વિધેયક પસાર
  • કોંગ્રેસના ગૃહમાં પ્રહાર બાદ સર્વાનુમતે વિધેયક પસાર
  • નિયત સમયમર્યાદમાં પૂર્ણ થાય તેવા હેતુથી ભારતીય ભાગીદારી કાયદામાં રાજ્ય સરકાર દ્વારા સુધારા કરાયા

ગાંધીનગર : ગુજરાતમાં Ease of doing businessને વધુ પ્રોત્સાહન આપવાના લક્ષ્યાંક સાથે ભાગીદારી નોંધણી સંબંધિત સમગ્ર પ્રક્રિયા સરળ બને અને નિયત સમયમર્યાદમાં પૂર્ણ થાય તેવા હેતુથી ભારતીય ભાગીદારી કાયદા-1932માં રાજય સરકાર દ્વારા સુધારા કરવામાં આવ્યાં છે, તેમ વિધાનસભા ગૃહમાં આજે નાણાપ્રધાન કનુભાઇ દેસાઇએ જણાવ્યું હતું. ભારતીય ભાગીદારી (સુધારા) કાયદો 1932નો વિધયેક વિધાનસભા ગૃહમાં આજે વિના વિરોધે સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું.

નોંધણીને લગતી કામગીરીમાં રહેલી ત્રુટી નિવારવા સુધારો

નાણાપ્રધાન કનું દેસાઈ જણાવ્યું હતું કે, ભારતીય ભાગીદારી કાયદો, 1932 કેન્દ્રનો કાયદો છે, જે દેશમાં 1 ઓક્ટોબર 1932 અમલી છે. પેઢીની નોંધણી ફરજિયાત નથી, પરંતુ પેઢીની નોંધણીનાં કેટલાક ફાયદા હોવાથી સામાન્ય રીતે પેઢીની નોંધણી કરવામાં આવે છે. નોંધણીને લગતી કામગીરીમાં રહેલી ત્રુટી નિવારવા માટે આ સુધારા વિધેયક લાવવામાં આવ્યું છે. ભાગીદારી પેઢીની નોંધણીને લગતી કામગીરી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. હાલમાં પેઢીની નોંધણી માટેની અરજી કરવી, તેની સાથે દસ્તાવેજો રજુ કરવા, નોંધણી કરવી, પેઢીમાં વખતોવખત થતાં ફેરફારોની જાણ અને તેની મંજૂરી, ફીની ચૂકવણીને લગતી સમગ્ર પ્રક્રિયા ઓનલાઇન છે, પરંતુ તેને કાયદાનો આધાર નથી. આ વિધેયક પસાર થવાથી તેને કાયદાનો આધાર મળશે.

PAN અને Aadhaarની વિગતો મેળવીને નોંધણીની પ્રક્રિયા વધુ સરળ બનાવાશે

આ ઉપરાંત, પેઢીના PAN તેમજ ભાગીદારોના PAN અને Aadhaarની વિગતો મેળવીને નોંધણીની પ્રક્રિયા વધુ સરળ બનાવી શકાશે. આ વિધેયકથી ખામીયુક્ત અરજી કે દસ્તાવેજોમાં રહેલી ત્રુટીઓની નિયત સમયમર્યાદામાં અરજદારને જાણ કરી શકાશે અને અરજદાર દ્વારા નિયત સમયમર્યાદામાં પૂર્તતા થાય અને પૂર્તતા થયેલી નોંધણી/ફેરફારોને નિયત સમયમર્યાદામાં માન્ય રાખી શકાશે. પ્રધાને કહ્યું હતું કે, પેઢીના બંધારણમાં ફેરફાર, પેઢીના વિસર્જન અને સગીર વ્યક્તિની ભાગીદારી સ્વીકાર / અસ્વીકાર બાબતની જાણ કરવી ફરજીયાત ન હોવાથી પેઢીમાં પ્રવર્તમાન ભાગીદારો તેમજ પેઢીનાં વિસર્જનની હકીકતોથી વાકેફ રહી શકાતું નથી. આથી, પેઢી દ્વારા નોંધણી મેળવ્યા બાદ તેમાં થતાં ફેરફારોની જાણ 90 દિવસની સમયમર્યાદામાં થાય તે બાબતનો સમાવેશ પણ આ વિધેયકમાં કરવામાં આવ્યો છે.

કાયદામાં સુધારો

નાણાપ્રધાન કનું દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે, હાલ રજીસ્ટ્રારના આદેશ સામે અપીલની જોગવાઈ ન હોવાથી સીધેસીધી હાઇકોર્ટ સમક્ષ અરજી દાખલ કરવાની રહેતી હતી, જેથી Litigation અંગેની પ્રક્રિયા ખર્ચાળ બનતી હતી. આ ત્રુટી નિવારવા સક્ષમ સત્તાધિકારી સમક્ષ અપીલ થઇ શકે તેવી જોગવાઇનો પણ સમાવેશ કરવામાં
આવ્યો છે.

આ પણ વાંચો- ખોટા આદિજાતિ પ્રમાણપત્ર મેળવી ચૂકેલા પ્રધાન નિમિષા સુથારને આદિજાતિ પ્રધાન પદેથી દૂર કરો : કોંગ્રેસ

આ પણ વાંચો- સરકારે ગૃહમાં પુરા પાડેલા કોરોના મૃતકોના આંકડામાં વિસંગતતા : કોંગ્રેસ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.