ગાંધીનગર: આજે ગાંધીનગરમાં રાહત કમિશનરની અધ્યક્ષતામાં વેધર વોચ ગ્રુપની બેઠક(Weather Watch Group meeting) યોજાઈ હતી. જેમાં IMDના અધિકારી(IMD officer) M મોહન્તી અનુસાર, 5 જુલાઈથી 10 જુલાઈ, 2022 દરમિયાન દ્વારકા, પોરબંદર અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની તેમજ તે પછીના પાંચ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં નોંધપાત્ર વરસાદની શક્યતા છે.
કેટલું થયું વાવેતર - કૃષિ વિભાગના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે 04 જુલાઇ 2022 સુધીમાં અંદાજિત 30,20,616 હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે તથા ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન 40,53,982 હેક્ટર વાવેતર થયું હતું. સિંચાઈ વિભાગના જણાવ્યા અનુસાર સરદાર સરોવર જળાશયમાં(Sardar Sarovar Reservoir) 1,3,050 MCFT સ્થાપિત છે. સમગ્ર સંગ્રહ ક્ષમતાના(Water storage capacity) 3.12% પાણી સંગ્રહ દ્વારા વપરાય છે. રાજ્યના 203 જળાશયોમાં 1,3,8 MCFT. કુલ સંગ્રહ ક્ષમતાના 4.31 ટકા જળ સંગ્રહનો બનેલો છે. રાજ્યમાં એક જળાશય હાલમાં હાઈ એલર્ટ(High alert in state reservoirs) પર છે, જ્યારે અન્ય ચેતવણી પર છે.
આ પણ વાંચો: Weather Watch Group Meeting : 2 જુલાઇથી આ જિલ્લાઓમાં ભારે વરસાદ, આગામી પાંચ દિવસ માટે થઇ આગાહી
કેટલું પાણી ભરાયું - સિંચાઇ વિભાગના જણાવ્યા અનુંસાર સરદાર સરોવર જળાશયમાં 1,44,070 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશકિતના 43.12 % છે. રાજ્યનાં 206 જળાશયોમાં 1,87,629 MCFT પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશકિતના 33.61 % છે. હાલમાં રાજ્યમાં એક જળાશય હાઇ એલર્ટ પર તેમજ એક જળાશય વોર્નિંગ પર છે.
NDRF SDRF તૈનાત - ચર્ચા દરમિયાન રાહત કમિશનરએ NDRF અને SDRFની ટીમોને ડીપ્લોય કરવા માટે રાજ્યમાં આગામી વરસાદની આગાહીને ધ્યાને લઈ કચ્છ જિલ્લામાં એક NDRFની ટીમ ડીપ્લોય કરવા સૂચના આપી હતી. આ અગાઉ ગિરસોમનાથ, નવસારી, બનાસકાંઠા, વલસાડ, સુરત અને ભાવનગરમાં એક તથા રાજકોટમાં 02 એમ કચ્છ સહિત કુલ 09 NDRFની ટીમો તથા પોરબંદર જિલ્લામાં SDRFની એક ટીમ ડીપ્લોય કરવામાં આવેલ છે.
આ પણ વાંચો: રાજકોટ પહોંચી NDRFની 3 ટિમ, કેમ રાખવામાં આવી ટીમને સ્ટેન્ડ બાય
વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને હાઈ એલર્ટની સૂચના - બેઠકમાં ઉપસ્થિત તમામ વિભાગના પ્રતિનિધિઓને રાહત કમિશનર દ્વારા આગામી સપ્તાહમાં વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને હાઈ એલર્ટ પર રહેવા સૂચના આપવામાં આવી હતી. પરિષદમાં ઊર્જા, માર્ગ અને મકાન, GSRTC, CWC, ISRO, કોસ્ટ ગાર્ડ, પંચાયત વિભાગ, મત્સ્યોદ્યોગ, પશુપાલન, વન, GMB અને GSDMA વિભાગના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.