ETV Bharat / city

દેશમાં જનતાને વેક્સિનેશનના 100 કરોડ ડોઝ આપી ભારતે મેળવી વૈશ્વિક સિદ્ધિ - Gujarat News

દેશમાં જનતાને વેક્સિનેશનના 100 કરોડ ડોઝ (100 crore doses) આપી ભારતે વૈશ્વિક સિદ્ધિ મેળવી છે. ગુરુવારે આ સિદ્ધિની ઉજવણી ગાંધીનગર ખાતે કરવામાં આવી હતી. જેમાં પોલીસ બેન્ડ સાથે કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું હતું.

100 crore doses
100 crore doses
author img

By

Published : Oct 22, 2021, 7:27 AM IST

  • મેડિકલ ક્ષેત્રના કર્મચારીઓનું સન્માન કરાયું
  • હર્ષ સંઘવી રહ્યા ઉપસ્થિત
  • સેક્ટર- 2 અર્બન હેલ્થ સેન્ટર ખાતે યોજાયો પ્રોગ્રામ

ગાંધીનગર: દેશમાં જનતાને વેક્સિનેશનના 100 કરોડ ડોઝ (100 crore doses) આપી ભારતે વૈશ્વિક સિદ્ધિ મેળવી છે. જેને લઈને સેક્ટર- 2, અર્બન હેલ્થ સેન્ટર (Urban Health Center) ખાતે ઉજવણી કરવામાં આવી હતી. રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવી, મેયર, ડેપ્યુટી મેયર, કલેક્ટર વગેરે આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

આ પણ વાંચો: Corona update : 14,623 નવા કેસ સામે આવ્યા, 197 મોત

પોલીસ બેન્ડ દ્વારા બેન્ડ વગાડી સ્વાગત કરાયું

ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું કે, કોરાનાની સામેના રસીકરણમાં આપણે 100 કરોડનો આંકડો પાર કર્યો છે. ગુજરાત પોલીસ દ્વારા ગુજરાતભરમાં 38 જગ્યા ઉપર જે સ્વાસ્થ્ય કર્મીઓ જેમ કે ડોક્ટર નર્સિંગ સ્ટાફ, આશાવર્કર, વગેરે રસીકરણમાં જોડાતા એ સૌ સભ્યોને અભિનંદન આપવા બેન્ડ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. પોલીસ બેન્ડ દ્વારા હંમેશા સ્પેશિયલ મહત્વના કાર્યમાં સ્વાગત કરવામાં આવે છે.

આ પણ વાંચો: ભારત આજે 100 કરોડ કોરોના રસીના ડોઝ કરશે પૂર્ણ, દેશભરમાં કાર્યક્રમોનું આયોજન

આપણે ઇતિહાસ રચ્યો છે: હર્ષ સંઘવી

હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું કે, આજે પોલીસ શહીદ દિવસના દિવસે મેડિકલ ક્ષેત્રે જોડાયેલા લોકોને સન્માનિત કરાયા છે. દેશભરમાં અને દુનિયાભરમાં લોકો વિચારતા રહી ગયા ત્યારે આપણે ઇતિહાસ રચ્યો છે. અમારી આખી ટીમ દ્વારા આજે અમે ગાંધીનગરમાં મેડિકલ ક્ષેત્રના સભ્યોને સલામી આપીએ છીએ. પોલીસના જવાનોએ ગુજરાતભરમાં આ કાર્યક્રમ ખૂબ સારી રીતે પૂર્ણ કર્યો છે. માત્ર છ કલાકની અંદર 38 કાર્યક્રમો કર્યા અને મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા હતા.

વડાપ્રધાનને દેશના લોકો પર વિશ્વાસ હતો: હર્ષ સંઘવી

આજથી અમુક મહિના પહેલા લોકોના મનમાં સવાલો હતા, દેશની શક્તિ પર વિશ્વાસ નહોતો, કેટલા વર્ષો લાગી જશે, 100 કરોડ વેક્સિન ડોઝ (100 crore doses) ક્યારે લાગશે જેવા સવાલો હતા. વડાપ્રધાનને દેશના લોકો પર વિશ્વાસ હતો. વેક્સિનેશનના કામને આપણે આગળ ધપાવી આ મુકામ સુધી પહોંચ્યા છીએ. આજે આ દેશના નાગરિકોને અભનંદન નહીં નમન કરવું જોઈએ. દુનિયાનું સૌથી મોટું રસીકરણ અભિયાન આપણા દેશે કર્યું છે. આજે પોલીસ શહીદ સ્મૃતિ દિવસ છે અને આ શહિદોને યાદ કરી નમન કરીએ. આજે આપણે મેડિકલ ટીમે કરેલા કામોનો ગર્વ અનુભવીએ છીએ. તેવું ગૃહપ્રધાને જણાવ્યું હતું.

ગુજરાતમાં અત્યાર સુધી કુલ કોરોના વેક્સિનેશનનો (Corona vaccination) આંકડો 6,76,87,913એ પહોંચ્યો છે. જો સૌથી વધુ કોરોના વેક્સિનેશનની (Corona vaccination) વાત કરીએ તો, ઉત્તરપ્રદેશમાં અત્યાર સુધી 12,21,60,335 વેક્સિનના ડોઝ અપાઈ ચૂક્યા છે. જ્યારે ગુજરાતે પણ 90 ટકાથી વધુ લોકોનું કોરોના વેક્સિનેશન (Corona vaccination)કરવામાં સફળતા મેળવી છે. ત્યારે જોઈએ ક્યાં કેટલું વેક્સિનેશન થયું છે. તો કેન્દ્રિય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ પણ ટ્વિટ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)નો આભાર વ્યક્ત કર્યો હતો અને 100 કરોડ ડોઝ પૂર્ણ થવાની ખુશી વ્યક્ત કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.