- ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલા સરકારની જાહેરાત
- મહિલા સમરસ ગ્રામ પંચાયતમાં 1.5 ગણો વધારો
- ભ્રષ્ટાચાર માટે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન શરૂ થશે
ગાંધીનગર: ગુજરાતમાં 10 હજારથી વધુ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી (Gram Panchayats Election) જાહેર થઇ છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા પ્રોત્સાહન ઇનામ રૂપે રકમમાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ બાબતે ETV ભારત સાથે પંચાયત પ્રધાન બ્રિજેશ મેરજા (Panchayat Minister Brijesh Merja)એ ખાસ વાતચીત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યની ગ્રામ પંચાયતોના સર્વાંગી વિકાસ (Development of Gram Panchayat) થાય, સમરસ ગ્રામ પંચાયત અને તેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા સમરસ ગ્રામ પંચાયતોની રકમમાં વધારો કરવામાં આવ્યો છે.
મહિલા સમરસ ગ્રામ પંચાયતના કિસ્સામાં દોઢ ગણી વધારે રકમ
રાજ્ય સરકારના નોટિફિકેશન પ્રમાણે ગ્રામ પંચાયતની વસતિ 5000 સુધી હોય તો 3 લાખ ઉપરાંત ધોરણ 8ની અગ્રીમતાથી સગવડ આપવામાં આવશે. જ્યારે 5 હજારથી ૨૫ હજાર સુધીની ગ્રામ પંચાયતની વસ્તી હશે તો, તેઓને 4.50 લાખની સહાય ઉપરાંત ધોરણ 8ની અગ્રીમતાથી સગવડ આપવામાં આવશે. જ્યારે સમરસ ગ્રામ પંચાયત (Samaras Gram Panchayats ) બનવાનો બીજો કિસ્સો હશે તો 5 હજારની વસ્તી સુધીમાં જે તે ગ્રામપંચાયતને 3.75 લાખ ઉપરાંત સી.સી.રોડ માટે 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. જ્યારે 5 હજારથી વધુ વસ્તીના ગ્રામ પંચાયતને 4.75 લાખ ઉપરાંત વિકાસના કામ માટે વધારાની 3 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. મહિલા સમરસ ગ્રામ પંચાયતના કિસ્સામાં દોઢ ગણી વધારે રકમ આપવામાં આવશે.
ભ્રષ્ટાચાર માટે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન
રાજ્ય સરકાર દ્વારા ગ્રામ પંચાયતોને વિકાસના કામ માટે ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવતી હોય છે, પરંતુ બીજી વાત કરવામાં આવે તો અનેક એવા કિસ્સાઓ અને આપ સર્વે કરવામાં આવે છે કે, લાખો રૂપિયાની ગ્રાન્ટ (grant by state govt) આવી હોવા છતાં પણ રોડ રસ્તા અને આંતરમાળખાકીય સુવિધામા કોઈ સુધારો થતો નથી અને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી ગ્રાન્ટનો ભ્રષ્ટાચાર થાય છે. આ બાબતે પંચાયત પ્રધાન સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, ભ્રષ્ટાચાર ન થાય તે માટે સરકાર કટિબદ્ધ છે અને આ માટે ખાસ તમામ ગ્રામ્ય વિસ્તારમાં જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ એક ખાસ થર્ડ પાર્ટી ઇસ્પેકશન ટીમ પણ તૈયાર કરવામાં આવી છે. જે તે ગ્રામ પંચાયતમાં જઈને ઇન્સ્પેક્શન કરશે અને જો ભ્રષ્ટાચાર થયો હશે તો તેમના વિરુદ્ધ પણ કાયદેસરના પગલાં લેવામાં આવશે.
વધુ સમરસ ગ્રામ પંચાયત થાય તે બાબતનું આયોજન
બ્રિજેશ મેરજાએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યની 10 હજારથી વધુ ગ્રામ પંચાયતોમાં ૧૯ ડિસેમ્બરના રોજ ચૂંટણી થઈ રહી છે, પરંતુ રાજ્ય સરકારનો પ્રયત્ન એવો છે કે, વધુ ગ્રામ પંચાયત સમરસ થાય તે બાબતે આયોજન થઈ ગયું છે. જેથી કોઈ પણ રાજકીય પક્ષ નહીં, પરંતુ તમામ વ્યક્તિઓને અને જે તે ગ્રામ્ય વિસ્તારોનો વિકાસ થાય તેને વધારે પ્રાધાન્ય આપવું જોઇએ. જેથી રાજ્યમાં વધુમાં વધુ ગ્રામપંચાયતો સમરસ બને તે બાબતે પણ ખાસ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: પાટણ જિલ્લામાં 184 ગ્રામ પંચાયતોની ચૂંટણી 19 ડિસેમ્બરે
આ પણ વાંચો: Atmanirbhar Gram Yatra: ગુજરાતમાં ભાજપ "આત્મનિર્ભર ગ્રામ યાત્રા" થકી ચૂંટણી મોડમાં આવી