ETV Bharat / city

ચૂંટણી બાદ કોરોનાના કેસમાં વધારો, છેલ્લા 24 કલાકમાં 710 પોઝિટિવ કેસ

રાજ્યમાં દિવાળીના તહેવાર બાદ કોરોનાનો કહેર ફાટ્યો હતો, દિવાળી બાદ સતત 1500થી વધુ પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. રાજ્ય સરકારે રાત્રિ કરફ્યુ અને જાહેર કાર્યક્રમમાં પ્રતિબંધ મૂકવાની સાથે જ રાજ્યમાં હવે કોરોના કાબૂમાં આવ્યો હતો પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોરોના ગાઈડલાઇનનો ખરેચોક ઉલ્લંઘન થયું હતું. જેનું પરિણામમાં હવે કોરોના કેસમાં વધારો થયો છે. જેથી રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 710 કેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે એક પણ મોત થયું નથી.

author img

By

Published : Mar 11, 2021, 10:21 PM IST

  • છેલ્લા 24 કલાકમાં 710 પોઝિટિવ કેસ નોંધાયા
  • રાજ્યમાં કોરોનાથી એક પણ મોત થયા
  • છેલ્લા 24 કલાકમાં 451 દર્દીઓ આપવામાં આવી રજા

ગાંધીનગરઃ રાજ્યમાં દિવાળીના તહેવાર બાદ કોરોનાનો કહેર ફાટ્યો હતો, દિવાળી બાદ સતત 1500થી વધુ પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. રાજ્ય સરકારે રાત્રિ કરફ્યુ અને જાહેર કાર્યક્રમમાં પ્રતિબંધ મૂકવાની સાથે જ રાજ્યમાં હવે કોરોના કાબૂમાં આવ્યો હતો પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોરોના ગાઈડલાઇનનો ખરેચોક ઉલ્લંઘન થયું હતું. જેનું પરિણામમાં હવે કોરોના કેસમાં વધારો થયો છે. જેથી રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 710 કેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે એક પણ મોત થયું નથી.

રાજ્યમાં રિકવરી રેટમાં 97.03

રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થનાર રિકવરી રેટમાં પણ વધારો થયો હતો, પણ હવે જે રીતે કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેથી રિકવરી રેટમાં ઘટાડો થયો છે, ફેબ્રુઆરીની 24 તારીખે રિકવરી રેટ 97.66 ટકા થયો છે. જ્યારે આજે રિકવરી રેટ 97.03 નોંધાયો છે. આજે છેલ્લા 24 કલાકમાં 451 દર્દીઓ રજા આપવામાં આવી છે. રાજ્યમાં અત્યા૨ સુધીમાં કુલ 2,67,701 દર્દીઓ કોરોના સામેની જંગના જીત મેળવી છે.

17,24,805 લોકોને રસી આપી

16 જાન્યુઆરીથી ગુજરાત રાજ્યમાં રસીકરણ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જ્યારે અત્યાર સુધીમાં ગુજરાત રાજ્યમાં કુલ 17,24,805 પ્રથમ ડોઝની રસી આપવામાં આવી છે. જ્યારે 4,25,371 લોકોને કોરોનાની વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. ત્રીજા તબક્કામાં કુલ 10,135 લોકોને વેક્સિન આપવામાં આવી છે.

રાજ્યમાં કુલ 3788 એક્ટિવ કેસ

રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની માહિતી પ્રમાણે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3788 કોરોનાના એક્ટિવ કેસ છે. જેમાં 49 દર્દીઓ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે અને 3739 સ્ટેબલ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,418 જેટલા મૃત્યુ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં 149, રાજકોટ કોર્પોરેશનમાં 61, સુરત કોર્પોરેશનમાં 171 અને બરોડા કોર્પોરેશનમાં 84 કુલ કેસ આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.