- ગાંધીનગરમાં સેક્ટર 21ના શાક માર્કેટમાં વેચાણ કેન્દ્રનો પ્રારંભ
- રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વેચાણ કેન્દ્રની કરાવી શરૂઆત
- પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો ખેત ઉત્પાદનોનું કરી શકશે વેચાણ
ગાંધીનગરઃ પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદિત થયેલી ચીજવસ્તુઓનું વેચાણ થાય તે માટે ખેડૂતોને સેક્ટર- 21માં દુકાન આપવામાં આવી છે અને તેના વેચાણનો શુભારંભ કરવામાં આવી છે, જ્યાં તમામ પ્રકારની શાકભાજી, ફ્રૂટ્સ, કરિયાણું વગેરે મળી રહેશે, જે ખેડૂતો ખાદ્ય ચીજવસ્તુઓનું ઉત્પાદન કરે છે. તે તમામનું અહીં વેચાણ થઈ શકશે. ગુજરાતના રાજ્યપાલના વરદ હસ્તે આ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કૃષિ પ્રધાન રાઘવજી પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો- Organic Farming - 10 વીઘા જમીનમાં 350 મણ કેરીનું ઉત્પાદન મેળવે છે સણવલ્લા ગામનો ખેડૂત
આ ખેતી ગુજરાતમાં પ્રચલિત બને એટલા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે કહ્યું હતું કે, ખેડૂતો પ્રાકૃતિક ખેતી માટે ખૂબ ઉત્સુક છે. તેમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ નથી થતો, જંતુનાશક દવાઓનો ઉપયોગ નથી થતો. માત્રને માત્ર ગૌમુત્ર અને ગોબરના કારણે ઉત્પાદન કરવામાં આવે છે. તેના માધ્યમથી આ ખેતી થાય છે. તેમાં ખર્ચ ઓછો થાય છે અને જમીનની ફળદ્રુપતા વધે છે અને ઉત્પાદન પણ વધે છે. તેમ જ પાણીનો વપરાશ પણ ઓછો થાય છે. આ ખેતી ગુજરાતમાં પ્રચલિત બને એટલા માટે કુદરતી ઉત્પાદિત વસ્તુઓને મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે. ખેડૂતોને વિનામૂલ્યે એક દુકાન આપી આ કાર્યની શરૂઆત કરવામાં આવી છે.
આ પણ વાંચો- દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપ્યું
ગુજરાતમાં સરકારના સહયોગથી 2 લાખ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી શરૂ કરી
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું હતું કે, સમગ્ર ગુજરાત પ્રદેશને જાણકારી છે. છેલ્લા 2 વર્ષમાં પ્રદેશમાં પ્રાકૃતિક ખેતી અભિયાન ચાલી રહ્યું છે અને ગુજરાત પ્રાન્તમાં સરકારના સહયોગથી 2 લાખ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી છે. તેમના દ્વારા ઉત્પાદિત કરાયેલ કુદરતી વસ્તુઓ સામાન્ય જનતાને ઉપલબ્ધ થાય તે માટે ગાંધીનગરની માર્કેટમાં પહેલી સરકારી દુકાન FDOના માધ્યમથી શરૂ કરી છે. આ દુકાનમાં એ તમામ વસ્તુઓ જે ખેડૂતો તેમના ખેતરમાં તૈયાર કરે છે અને પ્રાકૃતિક પદ્ધતિથી ઉત્પાદિત કરે છે. તેમાં કોઈ પણ પ્રકારનો યુરિયા DAPનો ઉપયોગ કરવામાં નથી આવ્યો.
લોકોનું આરોગ્ય પણ સારું રહેશે અને ખેડૂતની આવક પણ વધશે
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વધુમાં કહ્યું હતું કે, ભારતનો ખેડૂત સમૃદ્ધ અને ઉન્નત તેમ જ ખુશ રહે અને પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલો રહે તેમ જ પર્યાવરણ, પાણી બચે અને જમીન ઉત્પાદન ક્ષમતા વધે તે પ્રકારનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેનાથી લોકોનું આરોગ્ય પણ સારું રહેશે અને ખેડૂતની આવક પણ વધશે. હું બધા જ ભાઈબહેનોને મળીને તમામ શહેરોમાં જલ્દી જ દુકાનો ઉપલબ્ધ કરાવશે. સમગ્ર પ્રદેશના ખેડૂતોને જે પણ ઉત્પાદન થાય છે આ દુકાનોમાં વેચી શકાશે અને ગ્રાહકોને તેનો લાભ મળી શકશે.