- દિવસના 600 મણ લાકડાનો ઉપયોગ અંતિમવિધિ માટે થાય
- મુક્તિધામમાં 15 દિવસ પહેલા રોજના 60થી 70 મૃતદેહો આવતા
- એક મૃતદેહને 15 મણ આ લાકડાની જરૂર પડે
ગાંધીનગર : મુક્તિધામ સ્મશાનના સંચાલક જીલુભા ધાંધલે જણાવ્યું કે, એક જ દિવસના 600 મણ જેટલા લાકડાનો અંતિમવિધિ માટે ઉપયોગ કરાય છે. મુક્તિધામ સ્મશાનમાં 15 દિવસ પહેલા રોજના 60થી 70 મૃતદેહો લાવવામાં આવતા હતા. જ્યારે વધુ સ્મશાનોમાં એક્ટિવ કરાતા મુક્તિધામમાં રોજના 45થી 55 મૃતદેહો આવી રહ્યા છે. બે CNG ભઠ્ઠી છે. બાકી 10 લાકડાની ભઠ્ઠીઓ અત્યારે ઉપયોગમાં લેવાઇ રહી છે.
CNG ભઠ્ઠીમાં 10 મૃતદેહોની અંતિમવિધિ થાય
એક જ મૃતદેહને 15 મણ આ લાકડાની જરૂર પડે છે. CNG ભઠ્ઠીમાં 10 મૃતદેહોની અંતિમવિધિ થાય છે. અહીં 600 મણ જેટલા લાકડાનો ઉપયોગ દરરોજનો થાય છે. જો કે, પૂરતા પ્રમાણમાં લાકડાઓ અત્યારે સ્મશાનોમાં મળી રહે છે. જેમાં કેટલાક લોકો સેવાકીય રીતે સામેથી લાકડાઓ આપી રહ્યા છે. જયારે ટેન્ડર પ્રક્રિયા થકી લાકડાઓ પહોંચાડાય છે.
લાકડાનો ઉપયોગ પહેલા 150થી 200 મણ આસપાસ થતો
મુક્તિધામમાં જ પહેલા ચાર જેટલી લાકડાની ભઠ્ઠીઓ હતી. જે વધારીને 10 કરવામાં આવી છે. જીલુભા ધાંધલે કહ્યું કે, અહીં પહેલા સામાન્ય દિવસોમાં 10થી 15 મૃતદેહો લાવવામાં આવતા હતા. અત્યારે 40થી 45 મૃતદેહો આવે છે. જેથી લાકડાનો ઉપયોગ પહેલા 150થી 200 મણ આસપાસ થતો હતો. અત્યારે ત્રણથી ચાર ગણો વધી ગયો છે. જે જોતા રોજની બેથી ત્રણ ગાડી લાકડાની કઠવાડાથી ગાંધીનગર આવતી હોય છે.
આ પણ વાંચો : સુરતમાં સાધ્વીજીની અંતિમયાત્રામાં શ્વાન જોડાયો, સ્મશાન ભૂમિ સુધી પાલખીની સાથે ચાલ્યો
સ્મશાનોમાં લોકો એક જ ભાવથી લાકડા આપી રહ્યા
કોર્પોરેશનના ગાંધીનગરમાં મુક્તિધામ સેક્ટર 30 અને સરગાસણ રુદ્રભુમી તેમજ આજુબાજુના ગામોમાં એક્ટિવ રહેલા સ્મશાનોમાં આ પ્રકારની સેવા આપે છે. જેથી લોકો ફ્રીમાં અગ્નિ સંસ્કાર તેમના સ્વજનોના કરી શકે છે. કેટલાક લોકો સામેથી ટ્રેક્ટર ભરીને લાકડાઓ અહીં લઈને આવતા હોય છે. જેથી ક્યારેક સામેથી સેવા મળી રહે છે. જો કે, સ્મશાનોમાં લોકો એક જ ભાવથી લાકડા આપી રહ્યા છે. લાકડાના ભાવમાં કોઈ ફર્ક પડ્યો નથી.